છેલ્લા ઘણા વર્ષોથી, રોકાણકારો ફિક્સ્ડ ડિપોઝિટ, PPFs અને પોસ્ટ ઓફિસ બચત યોજનાઓ જેવી પરંપરાગત બચત પ્રોડક્ટ્સમાંથી ખસીને ડેટ ફંડ્સ તરફ વળી રહ્યા છે કારણ કે તેઓ વધુ ટૈક્સ -એડજસ્ટેડ રિટર્નની શોધમાં છે. જો કે, રિટર્નની અનિશ્ચિતતા તેમજ મુદલ પણ ગુમાવી દેવાના જોખમને કારણે તેઓ આ પરિવર્તન કરતા ઘણું ખચકાય છે. ટાર્ગેટ મેચ્યુરિટી ફંડ્સ (TMFs) એ પેસિવ ડેટ ફંડ્સ છે કે જે FMPs સહિત અન્ય ડેટ ફંડ્સની તુલનામાં ઘણા લાભો ઓફર કરે છે.
આપણે ટાર્ગેટ મેચ્યોરિટી ફંડના લાભો તરફ વળીએ તે પહેલાં, ચાલો જોઈએ કે ડેટ ફંડ્સની આ કેટેગરીનું સૌથી મજબૂત પાસું શું છે. ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ્સમાં નિર્ધારિત મેચ્યોરિટી તારીખ અને બોન્ડની એક્સપાયરી તારીખ તેના પોર્ટફોલિયોમાં જ હોય છે જે તેની મેચ્યોરિટી તારીખ સાથે સંકલિત હોય છે. આમ, ફંડની મેચ્યોરિટીનો સમય અથવા અવધિ સમય જતાં ઘટવા લાગે છે. તદુપરાંત, પોર્ટફોલિયોમાંના બધા બોન્ડને
વધુ વાંચો