7 કારણો, શા માટે તમારે નિવૃત્તિ પ્લાનિંગ વહેલું શરૂ કરવું જોઇએ

7 કારણો, શા માટે તમારે નિવૃત્તિ પ્લાનિંગ વહેલું શરૂ કરવું જોઇએ zoom-icon

નિવૃત્તિ માટે વહેલું પ્લાનિંગ શરૂ કરવું ઘરનું નિર્માણ કરવા જેવું છે. નિવૃત્તિ પ્લાનિંગ સફળ બને તે માટે મજબૂત નાણાકીય આધાર એટલું જ મહત્ત્વ ધરાવે છે જેટલું મહત્ત્વ ઘર નિર્માણ માટે તેના મજબૂત પાયા ધરાવે છે.

ઘરના નિર્માણના પ્રથમ ચરણમાં તેની કાચી રૂપરેખા તૈયાર કરવી અને તેના માટે જરૂરી ચીજ-વસ્તુઓ નિર્ધારિત કરવાનો સમાવેશ થાય છે. આ જ વાત નિવૃત્તિ પ્લાનિંગને પણ એટલી જ લાગુ પડે છે, તમે જ્યારે નિવૃત્ત થવા માંગો છો તે સમયે અપેક્ષિત નિવૃત્તિ ભંડોળ સુધી પહોંચવા કયા સાધનો તમને મદદરૂપ થશે તે તમારે ઓળખવા પડે છે.

જેમ જેમ બાંધકામ આગળ વધે છે તેમ તેમ તેમાં થયેલી પ્રગતિનું સમયાંતરે મૂલ્યાંકન કરવું, આવશ્યક સુધારા-વધારા કરવા અને તેનું માળખું તેના ઇચ્છિત હેતુઓ પૂર્ણ કરે તે બાબત સુનિશ્ચિત કરવી જરૂરી છે. તેવી જ રીતે, તમારે તમારા પોર્ટફોલિયોની સમયાંતરે સમીક્ષા કરતાં રહેવું જોઇએ અને તમારા નાણાકીય લક્ષ્યાંકો પરિપૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા માટે જો જરૂરી હોય તો તમારા આયોજનમાં ફેરફાર કરવો જોઇએ.

છેલ્લે, જ્યારે ઘરનું બાંધકામ પૂરું થાય છે ત્યારે તમે આરામદાયક અને સલામત રીતે જીવન જીવવા માટેનું સ્થળ મેળવો છો. આ જ રીતે, તમારા આરામદાયક અને સુરક્ષિત નિવૃત્તિ માટે બચતો અને રોકાણોનો વહેલો અને શિસ્તબદ્ધ અભિગમ મહત્ત્વનું યોગદાન આપી શકે છે.

અહીં સાત કારણો આપવામાં આવ્યાં છે કે શા માટે તમારે અત્યારે જ તમારું નિવૃત્તિ પ્લાનિંગ શરૂ કરવું જોઇએ

1. જીવનશૈલીનો વધી રહેલો ખર્ચ
ભારતમાં જીવનશૈલીના ખર્ચમાં સતત વધારો થઇ રહ્યો છે અને આગામી સમયમાં પણ આ વધારો ચાલુ જ રહેવાની સંભાવના છે. તેનો અર્થ એ છે કે તમે નિવૃત્તિ પછી તમારી જીવનશૈલી મુજબ જીવી શકો તે માટે પૂરતાં પૈસા ધરાવો તે સુનિશ્ચિત કરવા માટે જેટલું બને તેટલું જલદી નિવૃત્તિ માટે બચત શરૂ કરવી મહત્ત્વપૂર્ણ છે.

2. ફુગાવો તમારા રોકાણનો દુશ્મન બની શકે છે
સમયાંતરે માલ-સામાન અને સેવાઓની કિંમતમાં જે દરે વધારો થાય છે તેને ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. ફુગાવો નોંધપાત્ર રીતે ચિંતાનું કારણ બની શકે છે, અને જો તમે તેના માટે કોઇ આયોજન કરતાં નથી તે તમારા રોકાણનો દુશ્મન બની શકે છે. જ્યારે ફુગાવામાં વધારો થતો હોય ત્યારે રોકાણમાં વિલંબનો ખર્ચ હોય છે. 

3. તમારા પોર્ટફોલિયોમાં પુનઃફેરફાર કરવા માટે વધુ સમય
તમારા નિવૃત્તિ પ્લાનિંગની વહેલી શરૂઆત તમને તમારા પોર્ટફોલિયોમાં ફેરફાર કરવા અને જરૂરિયાત મુજબ ફેરફારો કરવા માટે વધુ સમય આપે છે. આ તમને તમારા જોખમોને વધુ સારી રીતે નિયંત્રિત કરવા અને સમયાંતરે તમારા રિટર્નને મહત્તમ કરવામાં મદદ કરી શકે છે. જ્યારે તમને કોઇ દ્વીધા અનુભવી રહ્યાં હોવ ત્યારે માર્ગદર્શન અને સ્પષ્ટતા માટે તમારા નાણાકીય સલાહકારનો પરામર્શ કરો તે સલાહભર્યુ છે.

4. કમ્પાઉન્ડિંગની શક્તિ
તમારા રોકાણમાંથી મળેલી આવકનું કમ્પાઉન્ડિંગની પ્રક્રિયા દ્વારા પુનઃરોકાણ કરવામાં આવે છે, જે સમયાંતરે વધારે રિટર્નનું સર્જન કરે છે. વહેલાસર તમારું નિવૃત્તિ પ્લાનિંગ શરૂ કરવું તમને કમ્પાઉન્ડિંગની શક્તિનો ફાયદો ઉઠાવવાનો વધુ સમય આપી શકે છે, તમારા રોકાણો માટે વધુ સારા રિટર્નમાં પરિણમે છે. ચાલો એક ઉદાહરણ લઇએઃ

વિગતો

25 વર્ષે રોકાણની શરૂઆત

30 વર્ષે રોકાણની શરૂઆત

35 વર્ષે રોકાણની શરૂઆત

નિવૃત્તિનો સમય (ધારી લઇએ કે તમે 60 વર્ષે નિવૃત્ત થશો) (a)

35

30

25

પ્રતિ માસ રોકાણ કરેલી રકમ (b)

Rs 10,000

Rs 10,000

Rs 10,000

રોકાણ ઉપર અંદાજિત રિટર્ન*

10%

10%

10%

રોકેલી રકમ

Rs 42 લાખ

Rs 36 લાખ

Rs 30 લાખ

રિટર્ન સાથે સંચિત થયેલું કુલ મૂડી ભંડોળ

Rs 3.8 કરોડ

Rs 2.26 કરોડ

Rs 1.34 કરોડ

વિલંબિત રોકાણની કિંમત

-

Rs  1.2 કરોડ

Rs 2.5 કરોડ

* ઉપરોક્ત ગણતરી માત્ર દૃષ્ટાંતના હેતુ માટે જ છે. રોકેલી રકમની ગણતરી a*b*12 સૂત્રનો ઉપયોગ કરીને કરવામાં આવી છે. રિટર્ન સાથે સંચિત થયેલું કુલ મૂડી ભંડોળ SIP કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને ગણવામાં આવ્યું છે. વિલંબિત રોકાણની કિંમત 25 વર્ષની ઉંમરથી નિર્માણ થયેલા કુલ મૂડી ભંડોળમાંથી ચોક્કસ ઉંમરે સંચિત થયેલુ કુલ મૂડી ભંડોળ બાદ કરીને નિર્ધારિત કરવામાં આવી છે.

5. રિટર્ન કમાવવાની તક    
વહેલું રોકાણ શરૂ કરવું તમને લાંબા ગાળામાં રિટર્ન કમાવવા માટે સંભાવના ધરાવતાં રોકાણ માટે અવસરો શોધવાની તકોમાં વધારો કરે છે. જુદા-જુદા વિકલ્પો તપાસવા અને વિશ્લેષણ કરવા માટે પોતાને વધુ સમય આપવાથી તમે સંભવિતપણે તમારા નિવૃત્તિ સેવિંગ્સની વૃદ્ધિ ઝડપી બનાવી શકો છો અને નિવૃત્તિમાં તમારી નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટે વધુ સારી રીતે તૈયાર બનો છો.

6. વહેલું પ્લાનિંગ તણાવ ઘટાડે છે
તમે જેટલું વહેલું રોકાણ કરવાનું શરૂ કરો છો તેટલી જ સરળતાથી તમે ભવિષ્ય માટે આયોજન અને બચત કરી શકો છો, જે તમને ચિંતામુક્ત બનાવે છે. 

7.  તમારી પોતાની શરતો પર નિવૃત્તિ
તમારા નિવૃત્તિ પ્લાનિંગ વહેલી શરૂઆત તમને ક્યારે અને કેવી રીતે નિવૃત્ત થવું તેની ઉપર વધારે નિયંત્રણ પૂરું પાડી શકે છે. વધુમાં, યુવા ઉંમરે તમે કદાચ ઓછી જવાબદારી અને લક્ષ્યાંકો ધરાવો છો જે નિવૃત્તિ માટે રોકાણ કરવાની વધારે સુવિધા પૂરી પાડે છે. આ તમે ક્યારે નિવૃત્ત થવા માંગો છો અને તમે ઇચ્છો તેના કરતાં વધારે સમય કામ કરવાની મજબૂરીના બદલે પોતાની મરજીથી નિવૃત્ત થવાની અનુકૂળતા પૂરી પાડી શકે છે.


અંતિમ શબ્દ

તમે તમારા જીવનના સુવર્ણ કાળમાં પ્રવેશો છો ત્યારે તમારી સુરક્ષા અને સલામતીની ખાતરી માટે તમારી નિવૃત્તિ માટે આયોજન કરવું આવશ્યક છે. તમારે જેટલું બને તેટલું જલદી નિવૃત્તિ પ્લાનિંગ શરૂ કરવું જોઇએ. કેટલીક મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ સોલ્યુશન-ઓરિએન્ટેડ નિવૃત્તિ પ્લાનની શ્રેણી અંતર્ગત આવે છે, જે ખાસ કરીને નિવૃત્તિ પ્લાનિંગ માટે તૈયાર કરવામાં આવી છે. જોકે, તમે મ્યુચ્યુઅલ ફંડની સ્કિમના અન્ય પ્રકારોમાં પણ રોકાણ કરવાનો અને નિવૃત્તિ માટે તેને ચિહ્નિત કરવાનો વિકલ્પ ધરાવો છો. જો તમે કોઇ ચિંતા અથવા પ્રશ્ન ધરાવો છો તો તમારા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર પાસેથી માર્ગદર્શન મેળવવું સલાહભર્યુ છે. જોકે, ઊચ્ચ રોકાણ પ્રિમિયમ ચૂકવવાના જોખમે નિવૃત્તિ પ્લાનિંગ કરવામાં વિલંબ ન કરવો મહત્ત્વપૂર્ણ છે. નિવૃત્તિના વર્ષોમાં ચિંતામુક્ત અને હળવાશપૂર્ણ રીતે પ્રવેશવા માટે પોતાને શ્રેષ્ઠ અવસર આપવા માટે વહેલી શરૂઆત કરો. 
 

અસ્વીકરણ
મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.

285

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??