ELSS માં, લમ્પસમમાં અથવા SIP દ્વારા રોકાણ કરવાની પસંદગી તમે ક્યારે અને કેમ રોકાણ કરો છો તેના પર નિર્ભર છે. જો તમે નાણાકીય વર્ષના અંતે કરની બચત કરવાનો વિચાર કરી રહ્યા હો તો માત્ર લમ્પસમમાં રોકાણ કરવું એ તમારી પસંદગી છે. પરંતુ જો તમે નાણાકીય વર્ષની શરૂઆતમાં રોકાણ કરી રહ્યા હો તો તમે લમ્પસમમાં અથવા SIP મારફતે રોકાણ કરી શકો છો. ELSS કરના લાભ આપે છે અને ઇક્વિટીની વૃદ્ધિ ક્ષમતા પણ પૂરી પાડે છે.
SIP મારફતે ELSS માં રોકાણ કરવાના બે લાભ છે. પહેલો લાભ, તમે વર્ષ દરમિયાન તમારાં રોકાણનું પ્રસરણ કરીને જોખમ ઘટાડો છો. બીજો એ કે તમે રૂપી-કોસ્ટ એવરેજિંગને લીધે એક સમયે લમ્પસમમાં રોકાણ કરો તેની તુલનામાં વર્ષ દરમિયાન વિભિન્ન એનએવીમાં રોકાણ કરીને તમારા યુનિટ માટે વધુ સારી સરેરાશ કિંમત મેળવી શકો છો. ત્રીજો લાભ એ કે લમ્પસમ રોકાણની તુલનામાં નાની રકમમાં નિયમિત થતું