એવી ઘણી ઘટનાઓ બની છે કે જેમાં ભોળા રોકાણકારો બજારમાં ઉપલબ્ધ રોકાણની યોજનાઓ કરતા ઓછા જોખમ સાથે ઉચ્ચ વળતરનું વચન આપતી યોજનાઓમાં રોકાણ કરવા માટે લલચાય છે. આવી અનિયંત્રિત રોકાણની યોજનાઓને પોન્ઝી સ્કીમ કહેવાય છે અને તેમાં અત્યંત ભારે જોખમ હોય છે. અનિયંત્રિત ડિપોઝિટ સ્કીમ એવી ડિપોઝિટ સ્કીમ હોય છે કે જે વ્યાપારના હેતુથી વ્યક્તિઓ, વ્યક્તિઓના જૂથો અથવા કંપની દ્વારા ચલાવવામાં આવતી હોય છે કે જે ભારતમાં તમામ પ્રકારની ડિપોઝિટ સ્કીમો પર દેખરેખ રાખવા માટે જવાબદાર નવ નિયમનકારી સત્તામંડળો હેઠળ રજિસ્ટર્ડ ન હોય. આવી સ્કીમો સામાન્ય રીતે ઓછા અથવા નહિવત જોખમ સાથે અત્યંત ભારે વળતરનું વચન આપતી હોય છે.
આવી અનિયંત્રિત ડિપોઝિટ સ્કીમોમાં લાખો રોકાણકારોએ તેમની મહેનતની મૂડી ગુમાવી છે અને તેના કારણે સરકારને 2019માં અનિયંત્રિત ડિપોઝિટ સ્કીમો પર પ્રતિબંધ લાદતો અધિનિયમ
વધુ વાંચો