બે મિત્રો, લતા અને નેહા જુદી-જુદી ઉંમરે મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ કરવાનું શરૂ કરે છે. જ્યારે લતાની ઉંમર 25 વર્ષની હતી ત્યારે તેણીએ દર મહિને રૂ.5,000નું રોકાણ કરવાનું શરૂ કર્યુ, અને આ જ રીતે નેહાની ઉંમર 35 વર્ષની હતી ત્યારે તેણીએ રોકાણ કરવાનું શરૂ કર્યુ. સરેરાશ 12% વાર્ષિક રિટર્ન અંદાજવામાં આવે તો 60 વર્ષની ઉંમરે પહોંચે ત્યારે તેમનો ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો કંઇક આ મુજબ જોવા મળશેઃ
- 60 વર્ષની ઉંમરે, લતાના ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં કુલ રૂ.21 લાખની રકમનું રોકાણ થયેલું હશે અને તેણીના પોર્ટફોલિયોની વેલ્યુ રૂ.3.22 કરોડ હશે.
- 60 વર્ષની ઉંમરે નેહાના ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં કુલ રૂ.15 લાખની રકમનું રોકાણ થયેલું હશે, અને તેણીના પોર્ટફોલિયોની વેલ્યુ રૂ.93.94 લાખ હશે.
જેવું કે તમે જોઇ શકો છો, લતાનો પોર્ટફોલિયો નોંધપાત્ર રીતે વધારે પ્રમાણમાં વૃદ્ધી પામ્યો છે કારણ કે તેણીએ નેહા કરતાં પહેલા રોકાણ કરવાનું શરૂ કર્યુ હતું. વહેલું રોકાણ શરૂ
વધુ વાંચો