એએમએફઆઈ (AMFI)
એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્ઝ ઇન ઈન્ડિયા (AMFI) મ્યુચ્યુઅલ ફંડ્ઝ અને તેમના યુનિટ ધારકોના હિતોને સુરક્ષિત રાખવા અને તેમને પ્રોત્સાહિત કરવાની દૃષ્ટિ સાથે વ્યાવસાયિક, તંદુરસ્ત અને નૈતિક સ્તરે ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગને વિકસાવવા માટે અને તમામ ક્ષેત્રોમાં ધોરણોને વિસ્તારવા તથા જાળવવા માટે સમર્પિત છે.
તમામ નોંધણી પામેલી એસેટ મેનેજમેન્ટ કંપનીઓનું ભારતમાં સેબી સાથે નોંધણી પામેલું મ્યુચ્યુઅલ ફંડ્ઝ એસોસિએશન AMFI 22 ઓગસ્ટ, 1995ના રોજ બિન-લાભકારી સંસ્થા તરીકે રચવામાં આવ્યું હતું. અત્યાર સુધી સેબી સાથે નોંધણી પામેલી તમામ 42 એસેટ મેનેજમેન્ટ કંપનીઓ તેની સભ્ય છે.
વધુ માહિતી માટે મુલાકાત લોઃ www.amfiindia.com