ડેટ ફંડ્ઝ શું છે?

Video

ડેટ ફંડ મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ છે, જે નિશ્ચિત આવકનાં સાધનોમાં રોકાણ કરે છે, જેવા કે કોર્પોરેટ અને સરકારી બોન્ડ્સ, કોર્પોરેટ ડેટ જામીનગીરીઓ, અને નાણાં બજારનાં સાધનો વગેરે, જે મૂડી વૃદ્ધિ ઓફર કરે છે. ડેટ ફંડ્ઝને ફિસ્ક્ડ ઇન્કમ ફંડ્ઝ કે બોન્ડ ફંડ્ઝ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ડેટ ફંડ્ઝમાં રોકાણ કરવાના કેટલા મુખ્ય લાભોમાં ઓછા ખર્ચનું માળખું, તુલનાત્મક સ્થિર વળતર, તુલનાત્મક ઊંચી તરલતા અને વાજબી સુરક્ષાનો સમાવેશ થાય છે.

ડેટ ફંડ્ઝ નિયમિત આવક માટેનો લક્ષ્યાંક ધરાવતા હોય, પરંતુ જોખમ લેવા માગતા ન હોય એવા રોકાણકારો માટે આદર્શ હોય છે. ડેટ ફંડ્ઝ ઓછા અસ્થિર હોય છે અને તેથી ઇક્વિટી ફંડ્ઝ કરતા ઓછા જોખમી હોય છે. જો તમે બેંક ડિપોઝિટ્સ જેવી નિશ્ચિત આવકની પરંપરાગત પ્રોડક્ટ્સમાં બચત કરી રહ્યા હોય અને ઓછી અસ્થિરતા સાથે સ્થિર વળતરનો વિચાર કરી રહ્યા હોય તો ડેટ મ્યુચ્યુઅલ ફંડ્ઝ વધુ સારો વિકલ્પ હોઇ શકે છે, કારણ કે તે તમને વધુ કર કાર્યક્ષમ રીતે તમારા નાણાકીય ધ્યયો હાંસલ કરવામાં મદદરૂપ થાય છે અને તેથી વધુ સારા વળતર પ્રાપ્ત કરે છે.

સંચાલનની દૃષ્ટિએ ડેટ ફંડ્ઝ અન્ય મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સ કરતા સંપૂર્ણપણે અલગ હોતા નથી. જોકે મૂડીની સુરક્ષાની દૃષ્ટિએ તેઓ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્ઝની તુલનામાં ઊંચો સ્કોર ધરાવે છે.

424
433
425