મ્યુચ્યુઅલ ફંડ્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરવામાં કયું જોખમ સામેલ હોય છે ?

આપણે સૌએ આ સાંભળ્યું છેઃ “મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજાર જોખમોને આધિન હોય છે.” ક્યારેય વિચાર્યું છે કે આ જોખમો શું હોય છે ? ડાબી બાજુ પર આપેલી છબિ વિભિન્ન જોખમો અંગેની ચર્ચા કરે છે. વધુ વાંચો

કેવાયસી પ્રક્રિયા શું છે?

કેવાયસી “નો યોર કસ્ટમર”નાં ટૂંકાક્ષર છે અને તેને કોઇ પણ નાણાકીય સંસ્થામાં ખાતું ખોલાવવાની પ્રક્રિયાના એક ભાગ તરીકે ગ્રાહકની ઓળખ પ્રક્રિયા માટે ઉપયોગમાં લેવામાં આવે છે કેવાયસી સૂચવેલા ફોટો ઓળખપત્ર (દા.ત. પાન કાર્ડ, આધાર કાર્ડ) અને સરનામાંના પુરાવા જેવા સંબંધિત સહાયક દસ્તાવેજો અને ઇન-પર્સન વેરિફિકેશન (આઇપીવી) મારફતે રોકાણકારની ઓળખ, સરનામાંને સ્થાપિત કરે છે. વધુ વાંચો

મારે મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરવાની શરૂઆત ક્યારથી કરવી જોઇએ?

એક સુંદર ચાઇનિઝ કહેવત છે,“વૃક્ષારોપણ કરવાનો શ્રેષ્ઠ સમય 20 વર્ષ પહેલા હતો. બીજો શ્રેષ્ઠ સમય અત્યારે છે.” વ્યક્તિએ પોતાનાં રોકાણમાં વિલંબ શા માટે કરવો જોઇએ એનું કોઇ કારણ નથી, સિવાય કે પોતાની પાસે રોકાણ કરવા માટે નાણાં ન હોય. આમાં પોતાની જાતે કરવા કરતા મ્યુચ્યુઅલ ફંડ્ઝનો ઉપયોગ કરવો હંમેશાં વધુ સારો રહેશે. વધુ વાંચો

શું મ્યુચ્યુઅલ ફંડ્ઝ માત્ર સ્ટોક્સમાં રોકાણ કરે છે?

તમે જ્યારે એમ્યુઝમેન્ટ પાર્કની કલ્પના કરો ત્યારે તમારા મનમાં રોલર-કોસ્ટર્સનું કે ટોય ટ્રેનનું દૃશ્ય ઊભું થાય છે? કદાય રોલર-કોસ્ટરનું. સામાન્યપણે આવા પાર્ક્સમાં આ રાઇડ્સ સૌથી મોટા આકર્ષણ હોય છે, જે એમ્યુઝમેન્ટ પાર્ક અંગેની ધારણાનું સર્જન કરે છે. ‘મ્યુચ્યુઅલ ફંડ્ઝ’ માટે પણ આવી પ્રકારની ધારણા છે કે તેઓ માત્ર સ્ટોક્સમાં રોકાણ કરે છે અને તેથી તે જોખમી હોય છે. વધુ વાંચો

મ્યુચ્યુઅલ ફંડ સ્કિમમાં જોખમના ઇન્ડિકેટર્સ કયા છે?

તમે સખત મહેનત કરીને કમાયેલા નાણાંનું રોકાણ કરવા માટે ઉચિત મ્યુચ્યુઅલ ફંડ સ્કિમની પસંદગી કરતાં પહેલા યોગ્ય રીતે મૂલ્યાંકન કરવું જોઇએ. જ્યારે રોકાણકર્તા અવાર-નવાર સ્કિમની કેટેગરી અને કેટેગરીમાં સૌથી વધુ કાર્યક્ષમ સ્કિમની પસંદગી કરતાં હોય છે ત્યારે તેઓ આ સ્કિમોમાં રહેલા રિસ્ક ઇન્ડિકેટર્સને નજર અંદાજ કરે છે. વધુ વાંચો

શું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે વ્યક્તિ પાસે બેંકમાં ખાતું હોવું આવશ્યક હોય છે?

જો તમને પ્રશ્ન થતો હોય કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કેવી રીતે કરવું તો યાદ રાખો કે કોઇ પણ બેંકમાં ખાતું, કેવાયસી/ સીકેવાયસી, પાન અને આધાર કાર્ડ હોવું ફરજિયાત છે. વધુ વાંચો

મ્યુચ્યુઅલ ફંડ્ઝ જોખમનું સંચાલન કરવામાં કેવી રીતે મદદ કરે છે?

જોખમ ઘણા સ્વરૂપમાં દેખાય છે. ઉદાહરણ તરીકે જો તમે એક કંપનીના શેર ધરાવો છો, તો તેમાં કિંમતનું જોખમ કે બજાર જોખમ કે કંપની વિશેષ જોખમ હોય છે. માત્ર તે કંપનીના શેર ઉપરના કારણોસર અથવા આ કારણોનાં સંયોજનને લીધે ઘટી કે પછી તૂટી પણ શકે છે. વધુ વાંચો

સ્કિમને સંબંધિત દસ્તાવેજો શું હોય છે? આ દસ્તાવેજો કઈ માહિતી પૂરી પાડે છે?

તમામ મ્યુચ્યુઅલ ફંડની જાહેરાતો એક સંદેશ ધરાવે છેઃ “સ્કિમને સંબંધિત તમામ દસ્તાવેજો ધ્યાનપૂર્વક વાંચો.” આ દસ્તાવેજો શું છે? 3 મહત્ત્વના દસ્તાવેજો હોય છેઃ કી ઇન્ફોર્મેશન મેમોરેન્ડમ (કેઆઇએમ), સ્કિમ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટ (એસઆઇડી) અને સ્ટેટમેન્ટ ઓફ એડિશનલ ઇન્ફોર્મેશન (એસએઆઇ). વધુ વાંચો

શું બેંકો મ્યુચ્યુઅલ ફંડ્ઝ ઓફર કરે છે?

બેંકો બચત અને લોનનો કારોબાર કરે છે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડ્ઝ રોકાણ માટે હોય છે. જ્યારે તમે તમારા નાણાં બચત ખાતા કે ફિક્સ્ડ ડિપોઝિટમાં મૂકો ત્યારે તમે બચત કરો છે, જ્યારે તમે તમારા નાણાં મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં મૂકો છો ત્યારે તમે રોકાણ કરો છે. બેંકિંગ અને મ્યુચ્યુઅલ ફંડ્ઝ બે સંપૂર્ણપણે જુદા જુદા કારોબાર છે, જેમાં વિશિષ્ટ કાર્યક્ષેત્ર અને સંગઠનાત્મક નિપુણતાની જરૂર હોય છે. વધુ વાંચો

તમે લાંબા ગાળા માટે રોકાણ કર્યું હોય તે દરમિયાન બજાર જ્યારે અધવચ્ચે તૂટે ત્યારે શું થાય છે?

એસઆઇપી મારફતે લાંબી અવધિનું રોકાણ ધરાવતા મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોને આ સમયગાળા દરમિયાન બજાર તૂટી પડવાની સતત ચિંતા હોય છે. બજારનાં સમય અને અસ્થિરતા જેવા મ્યુચ્યુઅલ ફંડ્ઝનાં કેટલાક જોખમોનો સામનો કરવા માટે એસઆઇપી સારી રીતે તૈયાર કરવામાં આવી હોય છે.  વધુ વાંચો

જોખમ અને વળતર વચ્ચે શું સંબંધ છે?

મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં વારંવાર સાંભળવા મળે છે કે, ‘જોખમ જેટલું વધુ એટલું વળતર વધારે’. શું આ સાચું છે? જો ‘જોખમ’ને મૂડીનાં નુકસાનની સંભાવના કે રોકાણ મૂલ્યમાં ઉતાર-ચડાવ અને અસ્થિરતા તરીકે માપવામાં આવે તો અસ્કયામતોના વર્ગો જેવા કે ઇક્વિટી નિશંકપણે સૌથી જોખમી હોય છે અને બેંકના બચત ખાતા કે સરકારી બોન્ડમાં રોકેલા નાણાં સ્વાભાવિકપણે સૌથી ઓછા જોખમી હોય છે. વધુ વાંચો

મ્યુચ્યુઅલ ફંડ કંપની જ્યારે બંધ થઈ જાય / વેચાઇ જાય ત્યારે શું થાય છે?

જ્યારે મ્યુચ્યુઅલ ફંડ કંપની બંધ થાય અથવા વેચાઇ જાય ત્યારે કોઇ પ્રવર્તમાન રોકાણકાર માટે આ નોંધવા જેવી એક ગંભીર બાબત છે. જોકે મ્યુચ્યુઅલ ફંડ્ઝનું નિયમન સેબી દ્વારા થતું હોવાથી આ પ્રકારની ઘટનાઓ માટે સૂચવેલી પ્રક્રિયા હોય છે. વધુ વાંચો

તો પછી ડિસ્ક્લેઇમર એવું કેમ કહે છે કે મ્યુચ્યુઅલ ફંડ્ઝ બજાર જોખમોને આધિન હોય છે?

મ્યુચ્યુઅલ ફંડ્ઝ જામીનગીરીઓમાં રોકાણ કરે છે અને જામીનગીરીઓની પ્રકૃત્તિ સ્કિમના ઉદ્દેશ પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે ઇક્વિટી કે ગ્રોથ ફંડ કંપનીના શેરોમાં રોકાણ કરે છે. લિક્વિડ ફંડ સર્ટિફિકેટ્સ ઓફ ડિપોઝિટ અને કોમર્શિયલ પેપરમાં રોકાણ કરે છે. વધુ વાંચો

તમે વચ્ચે એસઆઇપીની ચુકવણી કરવાનું ચૂકી જાઓ તો શું થાય છે?

ઘણા રોકાણકારો જો તેઓ મ્યુચ્યુઅલ ફંડ્ઝની અવધિ દરમિયાન એસઆઇપીની ચુકવણી કરી ન શકે તો તેમાં નુકસાન અંગેની ચિંતા કરતા હોય છે. તમે કેટલીક નાણાકીય મુશ્કેલી અથવા નોકરી કે કારોબારની આવક અંગેની અનિશ્ચિતતામાંથી પસાર થઈ રહ્યા હોય એવા ઘણા કારણોને લીધે આવી પરિસ્થિતિ સર્જાઇ શકે છે. આ કુદરતી છે કે આવી પરિસ્થિતિઓ હેઠળ તમે તમારી નિયમિત એસઆઇપીની ચુકવણીઓ ચાલુ રાખવા સક્ષમ ન પણ હોઇ શકો. વધુ વાંચો

હું રોકાણની શરૂઆત કરું તે પહેલા શું મારે સ્ટોક, બોન્ડ કે નાણાં બજારને સમજવા જરૂરી છે?

કલ્પના કરો કે તમારે દૂર કોઇ દેશની યાત્રા કરવાની છે અને તેના માટે વિમાન એક માત્ર વિકલ્પ છે.  કયા સંજોગો હેઠળ તમારે વિમાન ઉડાડવા માટેનાં વિવિધ નિયંત્રણો સમજવાની જરૂર પડે છે ? અથવા એ તમામ વિભિન્ન સંકેતો જે પાયલોટ વિભિન્ન કન્ટ્રોલ ટાવર્સ પરથી મેળવે છે ? કે રેડિયો સિસ્ટમ કેવી રીતે સંચાલિત થાય છે? વધુ વાંચો

રોકાણકારનું મૃત્યું થાય પછી મ્યુચ્યુઅલ ફંડ રોકાણનું શું થાય છે?

જ્યાં સુધી તમે ક્લોઝ એન્ડેડ ઇએલએસએસમાં કે અન્ય ક્લોઝ એન્ડેડ સ્કિમ્સ જેવી કે એફએમપીમાં રોકાણ કર્યું ન હોય ત્યાં સુધી સામાન્યપણે મ્યુચ્યુઅલ ફંડ્ઝ સ્કિમ્સ પાકતી મુદ્દતની તારીખ ધરાવતી નથી. એસઆઇપીના કિસ્સામાં પણ એક અવધિ હોય છે જેના માટે રોકાણ નિયમિતપણે કરવું પડે છે. વધુ વાંચો

જોખમ લેવાની તમારી ક્ષમતાને આધારે, ફંડની પસંદગી કેવી રીતે કરવી

મ્યુચ્યુઅલ ફંડ માર્કેટ લિંક્ડ પ્રોડક્ટ (બજાર સાથે સંકળાયેલી પ્રોડક્ટ) છે, જે વિભિન્ન પ્રકારનાં જોખમો ધરાવે છે અને તેમનાં વળતરની ખાતરી હોતી નથી. યોગ્ય મ્યુચ્યુઅલ ફંડની પસંદગી કરવામાં માત્ર તેનાં રોકાણનો ઉદ્દેશ અને વળતર ક્ષમતા પર જ નહીં, પરંતુ તેનાં જોખમનાં મૂલ્યાંકન પર પણ ધ્યાન આપવાની જરૂર છે. વધુ વાંચો

શું બધા મ્યુચ્યુઅલ ફંડ્ઝ જોખમી હોય છે?

આપણે કરીએ છીએ એ દરેક રોકાણમાં જોખમ સામેલ હોય છે, માત્ર તેમનો પ્રકાર અને પ્રમાણ અલગ અલગ હોય છે. આ બાબત મ્યુચ્યુઅલ ફંડ્ઝને પણ લાગુ થાય છે.  જ્યારે રોકાણ પરનાં વળતરની વાત આવે ત્યારે તમામ મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સ સમાન જોખમ ધરાવતી નથી. વધુ વાંચો

શું ફંડ મેનેજર્સ જરૂરી છે?

તો તેનો ઉત્તર છે હા! એ વાત નોંધવી મહત્ત્વપૂર્ણ છે કે નાણાંનાં સંચાલન/ રોકાણ કરવામાં અનુભવ સારા દેખાવનાં સર્જનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જેટલો વધુ અનુભવ હશે એટલી લાભદાયક રોકાણનો નિર્ણય લેવાની સંભાવના વધુ હશે. વધુ વાંચો

સિસ્ટેમેટિક રિસ્ક શું છે?

સિસ્ટેમેટિક રિસ્ક તે છે જે સમગ્ર બજારને અથવા તેના મોટાભાગને પ્રભાવિત કરે છે. તેને માર્કેટ રિસ્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. તે બજાર જોખમ તરીકે ઓળખાય છે. તે સમગ્ર બજારની અંતર્હત બાબતોનું જોખમ છે જે આર્થિક, સામાજિક-રાજકીય અને બજાર-સંલગ્ન ઘટનાઓ સહિત જુદા-જુદા પરિબળો ઉપર આધારિત છે. વધુ વાંચો

મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરવાના લાભ શું છે?

આપણામાંથી ઘણા લોકો આપણા પોતાના રોકાણને સંચાલિત કરવાના વિચાર માત્રથી ઘબરાઇ જતા હોઇએ છીએ. વ્યાવસાયિક ફંડ સંચાલન કંપનીની મદદથી લોકોને તેમના શિક્ષણ, અનુભવ અને કુશળતાને આધારે વિવિધ કામગીરીનો હવાલો સોંપવામાં આવે છે. રોકાણકાર તરીકે તમે તમારી નાણાકીય બાબતોને પોતાની જાતે સંચાલિત કરી શકો છો અથવા વ્યાવસાયિક કંપનીની મદદ લઈ શકો છો. તમે વ્યાવસાયિકની મદદ લઈ શકો છો જ્યારેઃ વધુ વાંચો

મ્યુચ્યુઅલ ફંડ શું છે?

ઘણા લોકો માટે મ્યુચ્યુઅલ ફંડ્ઝ જટીલ અથવા ડરામણાં હોય છે. અમે ખૂબ પાયારૂપ સ્તરે તમારા માટે સરળ અને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઘણી સંખ્યામાં લોકો (કે રોકાણકારો) પાસેથી જમા કરેલા નાણાં મ્યુચ્યુઅલ ફંડનું નિર્માણ કરે છે. આ ફંડ વ્યાવસાયિક ફંડ મેનેજર દ્વારા સંચાલિત થાય છે. વધુ વાંચો

હું મારા જોખમ પ્રોફાઇલનું મૂલ્યાંકન કેવી રીતે કરીશ?

દરેક રોકાણકાર વિશિષ્ટ હોય છે. માત્ર રોકાણ ધ્યેયોના સંબંધમાં જ નહીં, પરંતુ જોખમના અભિગમ અને દૃષ્ટિકોણના સંબંધમાં પણ. આ બાબત રોકાણ કરતા પહેલા જોખમ પ્રોફાઇલને ખૂબ મહત્ત્વપૂર્ણ બનાવે છે.  જોખમ પ્રોફાઇલર એક પ્રશ્નાવલી હોય છે, જેમાં રોકાણકારે “ક્ષમતા” અને “ઇચ્છા” બંને અંગે પ્રશ્નોના ઉત્તર આપવાના હોય છે. વધુ વાંચો

કોઈ સ્કિમ માટે રિસ્ક-ઓ-મીટર પોતાનું પરિણામ પર કેવી રીતે દર્શાવે છે?

રિસ્ક-ઓ-મીટર તમને મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ માટે સંપૂર્ણ 'જોખમ' પરિદ્રશ્ય પૂરું પાડવાનો પ્રયત્ન કરે છે. તે આવું મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ દ્વારા ધારણ કરાયેલી દરેક અસ્કયામતના વર્ગ માટે જોખમ સ્કોર નક્કી કરીને કરે છે. મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોમાં જોવા મળતાં દરેક ડેટ અથવા ઇક્વિટી ઇન્સ્ટ્રુમેન્ટ અને અન્ય અસ્કયામતો, જેવા કે રોકડ, સોનું અને અન્ય નાણાકીય ઇન્સ્ટ્રુમેન્ટને ચોક્કસ જોખમ મૂલ્ય ફાળવવામાં આવે છે. વધુ વાંચો

એવી કઈ ભૂલો છે જેને લોકો મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરતી વખતે કરતા હોય છે?

રોકાણ કરતી વખતે ભૂલ તમામ પ્રકારનાં રોકાણમાં થાય છે અને મ્યુચ્યુઅલ ફંડ્ઝ તેમાંથી બાકાત નથી. મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરતી વખતે થતી સામાન્ય ભૂલો પૈકીની કેટલીક છેઃ વધુ વાંચો

મારા રોકાણનો રેકોર્ડ કોણ રાખે છે?

ભારતમાં તમામ મ્યુચ્યુઅલ ફંડ્ઝનું નિયમન સિક્યોરિટિઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા થાય છે. મ્યુચ્યુઅલ ફંડ નિયમનો એસેટ મેનેજમેન્ટ કંપનીઝ (એએમસી) અને કસ્ટોડિયન્સની ભૂમિકા અને જવાબદારીઓ સ્પષ્ટપણે વ્યાખ્યાયિત કરે છે. એ વાત યાદ રાખવી જોઇએ કે દરેક રોકાણકારે રોકાણ કરતા પહેલા અસરકારક કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય છે. વધુ વાંચો

તમારે શા માટે યુવા વયે જ રોકાણ કરવાનું શરૂ કરવું જોઇએ?

બે મિત્રો, લતા અને નેહા જુદી-જુદી ઉંમરે મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ કરવાનું શરૂ કરે છે. જ્યારે લતાની ઉંમર 25 વર્ષની હતી ત્યારે તેણીએ દર મહિને રૂ.5,000નું રોકાણ કરવાનું શરૂ કર્યુ, અને આ જ રીતે નેહાની ઉંમર 35 વર્ષની હતી ત્યારે તેણીએ રોકાણ કરવાનું શરૂ કર્યુ. વધુ વાંચો

શું હું બધા દિવસોમાં કે કોઇ ખાસ દિવસે જ નાણાં ઉપાડી શકું છું?

ઓપન એન્ડ ફંડ કાર્યના બધા દિવસો પર રિડિમ્પશનની મંજૂરી આપે છે. જો રિડિમ્પશનની વિનંતી બિન-કાર્યના દિવસે અથવા સ્પષ્ટ કરેલા કટ-ઓફ સમય ધારો કે બપોરે 3:00 પછી ઇન્વેસ્ટર સર્વિસ સેન્ટર ખાતે આપવામાં આવે તો તેની પ્રક્રિયા આગામી કાર્યના દિવસે થાય છે.  રિડિમ્પશન્સની પ્રક્રિયા જે તે દિવસની નેટ એસેટ વેલ્યુ (એનએવી) પર થાય છે. વધુ વાંચો

મ્યુચ્યુઅલ ફંડ્ઝ પાસેથી કયા પ્રકારનાં વળતરની અપેક્ષા રાખવી જોઇએ?

ધારો કે એવું પૂછવામાં આવે કેઃ વાહન કઈ ઝડપે ચાલે છે? શું તમે સમગ્ર કેટેગરી માટે એક સામાન્ય ઉત્તર આપી શકો ખરા? વિભિન્ન વાહનો વિભિન્ન ઝડપે ચાલતા હોય છે – એક કેટેગરીની અંદર પણ દા.ત. કારની વાત કરીએ તો શહેરના માર્ગો માટે બનાવેલી કાર નિશ્ચિત મહત્તમ ઝડપે ચાલી શકે છે, જ્યારે સ્પર્ધા માટે બનાવેલી કાર ઘણી વધારે ઝડપે ચાલી શકે છે. વધુ વાંચો

SIPમાં 2 વર્ષનો વિલંબ તમને કેવી રીતે મોંઘો પડી શકે છે

શેરબજારમાં રોકાણ કરવામાં ડર લાગી શકે છે, ખાસ કરીને ત્યારે જ્યારે તમે તેની શરૂઆત કરી રહ્યા હોવ. જોકે, તેવી અનેક અજમાવેલી અને તપાસેલી રોકાણ રણનીતિ છે જે શેરબજારમાં રોકાણ કરવું માત્ર સરળ અને આસાન બનાવતી નથી પરંતુ તમને લાંબા-ગાળાની સંપતિનું સર્જન કરવામાં પણ મદદ કરી શકે છે, જે છે SIP એટલે કે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ.  વધુ વાંચો

લાંબા ગાળા સુધી રોકાણ જાળવી રાખવાથી શું લાભ થાય છે?

લાંબા ગાળા માટે રોકાણ કરો – મ્યુચ્યુઅલ ફંડના ઘણા વિતરકો અને રોકાણ સલાહકારો દ્વારા નિયમિતપણે આપવામાં આવતી સલાહ છે. આ ખાસ કરીને અમુક મ્યુચ્યુઅલ ફંડ્ઝના કેસ માં સાચું છે – જેમ કે ઇક્વિટી અને બેલેન્સ્ડ ફંડ્ઝ. વધુ વાંચો

હું મારું કેટલું રોકાણ પાછું ખેંચી શકું છું?

મોટા ભાગની મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સ ઓપન એન્ડ સ્કિમ્સ હોય છે, જે રોકાણકારોને સમયનાં કોઇ નિયંત્રણો વિના રોકાણ કરેલી સમગ્ર રકમને રિડિમ કરવાની મંજૂરી આપે છે. માત્ર અમુક પરિસ્થિતિઓમાં બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ દ્વારા લીધેલા નિર્ણય અનુસાર અસાધારણ સંજોગો હેઠળ રિડિમ્પશન પર નિયંત્રણ લાદવામાં આવે છે. વધુ વાંચો

હું મારા નાણાં કેટલી વાર નીકાળી શકું છું?

રોકાણકારને ઓપન એન્ડેડ સ્કિમમાંથી નાણાં રિડિમ કરવા પર કોઇ નિયંત્રણ હોતું નથી. અમુક કેસમાં એક્ઝિટ લોડ હોઇ શકે છે, જે ઉપાર્જિત આખરી રકમને અસર કરે છે, જ્યારે તમામ ઓપન એન્ડ સ્કિમ્સ શ્રેષ્ઠ લાભ રૂપે તરલતા ઓફર કરે છે. વધુ વાંચો

મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં મને વળતર કેવી રીતે મળે છે?

અસ્કયામતોના અન્ય વર્ગની જેમ મ્યુચ્યુઅલ ફંડ્ઝનું વળતર આરંભમાં કરેલા રોકાણની તુલનામાં એક અવધિમાં તમારા રોકાણનાં મૂલ્યમાં થયેલી વૃદ્ધિની ગણતરી કરીને ગણવામાં આવે છે. મ્યુચ્યુઅલ ફંડની નેટ એસેટ વેલ્યુ તેની કિંમત સૂચવે છે અને તે તમારા મ્યુચ્યુઅલ ફંડનાં રોકાણમાંથી મળેલા વળતરની ગણતરીમાં ઉપયોગમાં લેવામાં આવે છે. વધુ વાંચો

NPS અને મ્યુચ્યુઅલ ફંડ વચ્ચેના તફાવતો જાણો

નેશનલ પેન્શન સ્કિમ અથવા NPS 2004માં ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી નિવૃત્તિ બાદ લાભ પૂરો પાડતી સ્કિમ છે. જ્યારે બીજી તરફ મ્યુચ્યુઅલ ફંડ રોકાણનું એક એવું સાધન છે જેમાં સ્ટોક, બોન્ડ અથવા અન્ય સિક્યુરિટીના પોર્ટફોલિયોનો સમાવેશ થાય છે અને તેની ઉપર પ્રોફેશનલ ફંડ મેનેજર દ્વારા દેખરેખ રાખવામાં આવે છે.  વધુ વાંચો

શું લાંબો ગાળો એટલે ઓછું જોખમ એવું હોય છે?

મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરવામાં યોગ્ય સમય ક્ષિતિજની જરૂર હોય છે. યોગ્ય સમય ક્ષિતિજ હોવાથી તે માત્ર અપેક્ષિત રોકાણ વળતર પ્રાપ્ત કરવાની વધુ સારી તક પૂરી નથી પાડતી, પરંતુ રોકાણમાં જોખમને ઘટાડે પણ છે. વધુ વાંચો

હું મ્યુચ્યુઅલ ફંડ્ઝમાંથી મારા નાણાં કેટલા વહેલા ઉપાડી શકું છું?

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સૌથી વધુ તરલ અસ્કયામતો પૈકીની એક છે એટલે કે તે રોકડમાં રૂપાંતરિત કરવા માટે સૌથી સરળ પૈકીના એક છે. ઓફલાઇન મોડ મારફતે ફંડ્ઝ રિડિમ કરવા માટે યુનિટ ધારકે એએમસીમાં અથવા રજિસ્ટ્રારની નિયુક્ત ઓફિસમાં હસ્તાક્ષર કરેલું રિડિમ્પશનનું વિનંતી પત્ર જમા કરવાનું હોય છે. ફોર્મમાં યુનિટ ધારકનું નામ, ફોલિયો નંબર, સ્કિમનું નામ અને રિડિમ કરવાના હોય એ યુનિટ્સની સંખ્યા જેવી વિગતોની જરૂર હોય છે. વધુ વાંચો

નાણાં લોક થતા નથી. તેનું રોકાણ થાય છે!

મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં નાણાં લોક થતા નથી. તેનું રોકાણ થાય છે! મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરતી વખતે સૌથી સામાન્ય પ્રશ્નોમાંથી એક એ છે કે ‘શું મારા નાણાં લોક થાય છે ?’  બે હકીકતો નોંધવી મહત્ત્વપૂર્ણ છેઃ વધુ વાંચો

લોડ કે ભારણ શું છે?

માર્ગના લાંબા અંતરના પ્રવાસ દરમિયાન તમે જ્યારે માર્ગ કે પુલ પર પ્રવેશો કે ક્યારેક તમે બહાર નીકળો ત્યારે ટોલ ચાર્જ કરવામાં આવે છે. ઘણા કિસ્સાઓમાં ટોલ બ્રિજ કંપનીને નિર્માણના ખર્ચ વસૂલવા માટે માત્ર નિશ્ચિત વર્ષો સુધી ટોલ ચાર્જ કરવાની મંજૂરી હોય છે. આ સમય અવધિ પૂર્ણ થાય પછી કંપનીને મુસાફરો પાસેથી કોઇ ટોલ વસૂલવાની મંજૂરી હોતી નથી. વધુ વાંચો

હું મારું રોકાણ ક્યારે ઉપાડી શકું છું?

ઓપન એન્ડ સ્કિમમાં રોકાણ કોઇ પણ સમયે રિડિમ કરી શકાય છે. જ્યાં સુધી 3 વર્ષનો લોક-ઇન સમયગાળો ધરાવતી ઇક્વિટી લિન્ક્ડ સેવિંગ્સ સ્કિમ (ઇએલએસએસ)માં રોકાણ ન હોય ત્યાં સુધી રોકાણનાં રિડિમ્પશન પર કોઇ નિયંત્રણો હોતા નથી. વધુ વાંચો

મ્યુચ્યુઅલ ફંડ ડિવિડન્ડ શું છે?

ડિવિડન્ડ શેર કે મ્યુચ્યુઅલ ફંડમાંથી થતી આવકનું વિતરણ છે. મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સમાં જ્યારે ફંડ તેના પોર્ટફોલિયોમાં જામીનગીરીઓનાં વેચાણ પર નફો બુક કરાવે ત્યારે ડિવિડન્ડનું વિતરણ કરવામાં આવે છે. વધુ વાંચો

શું એવા ફંડ છે કે જેમાં મારે અમુક નિર્ધારિત સમય માટે રોકાણ કરી રાખવાની જરૂર છે?

મ્યુચ્યુઅલ ફંડ સ્કિમના સૌથી મોટા લાભ પૈકીનો એક તરલતા છે, એટલે કે રોકાણને રોકડમાં રૂપાંતરિત કરવાની સુવિધા. વધુ વાંચો

શું એક્ઝિટ લોડ ધરાવતા ફંડ્ઝમાં રોકાણ કરવાનો કોઇ લાભ હોય છે?

ચાલો આપણે બેલેન્સ્ડ ફંડનો વિચાર કરીએ, જે ઇક્વિટી ના ભાગમાંથી વૃદ્ધિ અને મૂડી વૃદ્ધિ તથા ડેટના ભાગમાંથી આવક અને સ્થિરતા પૂરી પાડવાનો લક્ષ્યાંક ધરાવે છે. આ સ્કિમ હજુ પણ નોંધપાત્ર જોખમ ધરાવે છે, કારણ કે ઇક્વિટીનો ભાગ 60% જેટલો ઊંચો હોઇ શકે છે. આ માત્ર એવા રોકાણકારો માટે હોય છે જે જોખમ લેવાની ઊંચી ક્ષમતા અને લાંબી અવધિ ધરાવતા હોય. વધુ વાંચો

મારે મ્યુચ્યુઅલ ફંડ કેવી રીતે પસંદ કરવા જોઈએ?

કલ્પના કરો કે તમે ટ્રાવેલ એજન્ટને પૂછી રહ્યા છો કે, “મારે મારા માટે પરિવહનનો પ્રકાર કેવી રીતે પસંદ કરવો જોઇએ?” તેઓ/તેણી સૌ પ્રથમ એ કહેશે કે, “તમે ક્યાં જવા માગો છો તેના પર આધાર રાખે છે.” જો મારે 5 કિમી દૂર જવાનું હોય તો ઓટો રિક્ષા શ્રેષ્ઠ વિકલ્પ હોઇ શકે છે, જ્યારે નવી દિલ્હીથી કોચીની સફર કરવા માટે ફ્લાઇટ શ્રેષ્ઠ વિકલ્પ હોઇ શકે છે. વધુ વાંચો

નેટ એસેટ વેલ્યુ (એનએવી) શું છે?

મ્યુચ્યુઅલ ફંડની વિશેષ સ્કિમનો દેખાવ નેટ એસેટ વેલ્યુ (એનએવી) દ્વારા સૂચવવામાં આવે છે. સામાન્ય શબ્દોમાં એનએવી સ્કિમમાં રહેલી જામીનગીરીઓનું બજારમૂલ્ય છે. મ્યુચ્યુઅલ ફંડ્ઝ રોકાણકારો પાસેથી એકત્રિત કરેલા નાણાંનું રોકાણ જામીનગીરી બજારોમાં કરે છે. જામીનગીરીઓનું બજારમૂલ્ય રોજે બદલાતું હોવાને લીધે સ્કિમની એનએવી પણ દૈનિક ધોરણે બદલાય છે. વધુ વાંચો

ગોલ્ડ ETF શું છે અને તમે તેમાં કેવી રીતે રોકાણ કરશો?

ગોલ્ડ ETF એ સ્થાનિક ભૌતિક સોનાના ભાવને ટ્રૅક કરવાના ઉદ્દેશ્ય સાથે એક્સચેન્જ પર ટ્રેડ થતા ફંડ છે. તે રોકાણ માટેનું એક પેસિવ ઇન્સ્ટ્રુમેન્ટ (નિષ્ક્રિય સાધન) છે જે સોનાના વર્તમાન ભાવ અનુસાર ગોલ્ડ બુલિયનમાં રોકાણ કરે છે. તેથી, સરળ શબ્દોમાં કહીઓ તો, ગોલ્ડ ETF ભૌતિક સોનાના બદલામાં હોય છે (કાગળ અથવા બિન-ભૌતિક સ્વરૂપમાં હોય છે).  વધુ વાંચો

ઈન્વેસ્ટર રિસ્ક પ્રોફાઈલ તથા અનુકૂળ મ્યુચ્યુઅલ ફંડ્સ સ્કીમ

રોકાણની વાત આવે ત્યારે લોકો પાસે અલગ-અલગ નાણાકીય ધ્યેય તથા જોખમની ક્ષમતા હોય છે. તમારા રોકાણની પસંદગીનો આધાર તમારા લાંબા-ગાળાના તથા ટૂંકા-ગાળાના ધ્યેયો પર રહેલો છે. આ પરિબળો તમારા રોકાણની પસંદગી તથા અભિગમ પર ઊંડો પ્રભાવ પાડે છે. રિસ્ક-ઓ-મીટર અનુકૂળ સ્કીમ માટે તમારી શોધને ટૂંકાવવાના એક સાધન તરીકે સેવા પૂરી પાડે છે. નવા રિસ્ક-ઓ-મીટરને સમજવું વધુ વાંચો

મ્યુચ્યુઅલ ફંડમાં કેવી રીતે રોકાણ કરવું?

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું એ પહેલાંથી જ એટલું અનુકૂળ છે કે તમારી આંગળીના ટેરવે થઇ શકે છે. તેનાથી સરળતાથી ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ થઇ શકે છે, તે લવચિક છે અને રોકાણકારો સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પદ્ધતિ દ્વારા રૂ. 500 જેટલી ઓછી રકમથી પણ શરૂઆત કરી શકે છે. વધુ વાંચો

નાની ઉંમરે રોકાણ શરૂ કરવાના પાંચ કારણો

લોકો ઘણીવાર રોકાણ શરૂ કરવા માટે જીવનના પાછલા ચરણ સુધી રાહ જુએ છે, ભલે તેમનું આર્થિક ભાવિ સુરક્ષિત કરવાનો તે સૌથી ઓછો અસરકારક માર્ગ હોય. પહેલી વખત નોકરીમાં જોડાય તેઓ પોતાના ભવિષ્યનું પ્લાનિંગ કરવા કરતાં તેમની જીવનશૈલીમાં સુધારો લાવવા પર ધ્યાન આપે તે બહુ સામાન્ય બાબત છે. બીજા શબ્દોમાં કહીએ તો, તેઓ જીવનના પાછલા ચરણ સુધી રોકાણ કરવાનું શરૂ કરતા નથી. વધુ વાંચો

શું એવા વિશેષ ફંડ્ઝ છે જે લાંબા ગાળે સંપત્તિનું સર્જન કરવામાં મદદ કરતા હોય?

સંપત્તિ શું છે ? તે કયો ઉદ્દેશ પૂરો કરે છે? આ પ્રશ્નોના ઘણા ઉત્તર છે જેવા કે “પોતાના સ્વપ્નોનું જીવન જીવવું”, અથવા “નાણાં અંગેની ચિંતા ન હોવી”, અથવા “આર્થિક સ્વતંત્રતા હોવી”. સમૃદ્ધ હોવાનો અર્થ વ્યક્તિ પોતાની જવાબદારીઓ અને સ્વપ્નો માટે ખર્ચ કરવા પૂરતા નાણાં ધરાવતી હોય તે થાય છે. વધુ વાંચો

શું મ્યુચ્યુઅલ ફંડ્ઝ એવા લોકો માટે યોગ્ય છે જેઓ શેરબજારમાં રોકાણ કરવા માગતા ન હોય?

કેટલાક લોકો સુરક્ષિત રહીને પરિચિત વિકલ્પો પસંદ કરવા માગતા હોય છે. ધારો કે તમે નવી રેસ્ટોરેન્ટમાં છો. મેનુમાં એક્ઝોટિક વાનગીઓ છે, પરંતુ તેમ છતાં પણ તમે પછીથી અફસોસ ન થાય એ સુનિશ્ચિત કરવા માટે પરિચિત હોય એવી વાનગી ઓર્ડર કરો છો. તમે સુરક્ષિત રહેવા માટે ‘કોસકોસ પનીર સલાડ’ને સ્થાને ‘પનીર કાઠી રોલ’ પસંદ કરી શકો છો. વધુ વાંચો

શું આરડી અને એફડી ભવિષ્યને સુરક્ષિત કરવા માટે પૂરતા નથી?

રિકરિંગ ડિપોઝિટ્સ (આરડી) અને ફિક્સ્ડ ડિપોઝિટ્સ (એફડી) આપણા દેશમાં ઘણી લોકપ્રિય બચત યોજનાઓ પૈકીની છે. તેઓ સુરક્ષિત અને વળતરના દરની બાંયધરી આપે છે.   વધુ વાંચો

મ્યુચ્યુઅલ ફંડ્ઝ બચત ખાતા કે એફડીની જેમ નિશ્ચિત દરનાં વળતર કેમ આપતા નથી?

મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોમાં પ્રાપ્ત થતા વળતર ઘણી બાબતોની કામગીરી પર આધાર રાખે છે, જેવી કે જેમાં રોકાણ કર્યું છે એવા સ્થળ, વિવિધ બજારોની ગતિવિધિ, ફંડ સંચાલન ટીમની કાર્યક્ષમતા અને રોકાણ અવધિ. આમાંથી ઘણા ઘટક અનિશ્ચિત હોવાથી વળતરની બાંયધરી હોઇ શકે નહીં, જ્યારે ફિસ્ક્ડ ડિપોઝિટમાં તેનાથી વિપરિત હોય છે, કારણ કે તેમાં ઘણે ખરે અંશે આ પરિબળો ઉપસ્થિત હોતા નથી. વધુ વાંચો

શું મ્યુચ્યુઅલ ફંડ્ઝ સંપત્તિનું સર્જન કરવામાં મદદરૂપ થાય છે?

સંપત્તિનાં સર્જનના માર્ગ પર જે લોકો હોય છે તેમની સાથે આપણા નાણાંનું રોકાણ કરીને કારોબાર અને વાણિજ્ય આપણને સંપત્તિનું સર્જન કરવામાં સક્ષમ બનાવે છે. વિભિન્ન કંપનીઓના શેરોમાં રોકાણ કરીને આપણે ઉદ્યોગસાહસિકોના કારોબારમાં રોકાણ કરી શકીએ છીએ. ઉદ્યોગસાહસિકો અને મેનેજર્સ તેમના કારોબાર અસરકારક અને નફાકારક રીતે ચલાવતા હોવાથી શેરધારકો લાભ મેળવે છે. વધુ વાંચો

મ્યુચ્યુઅલ ફંડના દેખાવને શું અસર કરે છે?

દરેક મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ રોકાણનો ઉદ્દેશ ધરાવે છે અને તેનું સંચાલન નિયુક્ત ફંડ મેનેજર દ્વારા થાય છે, જેઓ ઉદ્દેશ હાંસલ કરવા માટે ઇષ્ટતમ દેખાવ આપતા હોય એવા ફંડ માટે જવાબદાર હોય છે. વધુ વાંચો

ફુગાવો શું છે?

સરળ ભાષામાં કહીએ તો ફુગાવો એટલે એક નિશ્ચિત અવધિમાં ઉપલબ્ધ નાણાંની તુલનામાં ભાવમાં થયેલો વધારો છે. સંબંધિત શબ્દોમાં નિશ્ચિત નાણાંથી તમે વર્ષો અગાઉ જેટલું ખરીદી શકતા હતા તેની તુલનામાં આજે ઓછું ખરીદી શકો છો. વધુ વાંચો

શું એવા ફંડ્ઝ છે જે ત્રિમાસિક ધોરણે ચુકવણી કરતા હોય?

જો તમે તમારા માસિક ઘરખર્ચને સંચાલિત કરવા માટે નિયમિત આવકના પ્રવાહનો વિચાર કરી રહ્યા હોય તો તમારે મ્યુચ્યુઅલ ફંડના સિસ્ટેમેટિક વિડ્રોવલ  પ્લાન્સ (એસડબ્લ્યુપી)ને ધ્યાનમાં લેવો જોઇએ. વધુ વાંચો

તમારા બાળકના શિક્ષણનું પ્લાનિંગ કરવા માટે તમે મ્યુચ્યુઅલ ફંડનો ઉપયોગ કેવી રીતે કરશો?

કોઇપણ વ્યક્તિ પોતાના બાળકના શૈક્ષણિક ખર્ચ માટે બે રીતે બચત કરી શકે છે. ફુગાવાના દરને ધ્યાનમાં રાખીને, ભણતરના ફંડ તરીકે સિલક એકઠી કરવા માટે બચત કરવા કરતાં રોકાણ કરવું એ વધુ સારો વિકલ્પ છે. મ્યુચ્યુઅલ ફંડ્સ એ રોકાણનું એક એવું સાધન છે જે તમને તમારા બાળકના શિક્ષણ માટે પ્લાનિંગ કરવામાં મદદ કરી શકે છે. વધુ વાંચો

મિડ કેપ ફંડ્ઝ શું છે?

બજારમૂડીકરણ તમામ માન્યતાપ્રાપ્ત શેરબજાર પર લિસ્ટ થયેલા શેરનાં સંપૂર્ણ બજારમૂડીકરણની સરેરાશ છે અથવા એક શેરબજાર પર લિસ્ટ થયેલા શેરની સંપૂર્ણ બજારમૂડીકરણ છે. ફંડ મેનેજર્સ ફંડનાં રોકાણના લક્ષ્યાંક અનુસાર કંપનીઓમાં રોકાણ કરે છે અને તેઓ ક્યાં રોકાણ કરી રહ્યા છે એ અંગે રોકાણકારોને જાણકારી હોય છે. વધુ વાંચો

ટૂંકાગાળાના લક્ષ્યાંકો માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ

સામાન્ય રીતે મ્યુચ્યુઅલ ફંડ લાંબા ગાળે સંપતિનું સર્જન કરવાનું સાધન ગણવામાં આવે છે, પરંતુ તેવા સંખ્યાબંધ મ્યુચ્યુઅલ ફંડના પ્રકાર છે જે ટૂંકાગાળાના લક્ષ્યાંકો માટે પણ અનુકૂળ છે. ટૂંકાગાળાના લક્ષ્યાંકો માટે મ્યુચ્યુઅલ ફંડ સામાન્ય રીતે સમયના ટૂંકા ગાળાને નજર સમક્ષ રાખીને નાણાકીય હેતુઓ પૂર્ણ કરવા માટે તૈયાર કરાયેલા રોકાણ ઇન્સ્ટ્રુમેન્ટ છે. વધુ વાંચો

શું લક્ષ્યો માત્ર લાંબા ગાળાના જ હોવા જોઈએ કે ટૂંકા ગાળા માટે પણ હોઈ શકે?

નરેન્દ્ર પોતાના સ્વપ્નના ઘર માટે ડાઉન પેમેન્ટ કરવા માટે પૂરતા નાણાં એકત્રિત કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. તેમણે થોડી મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સમાં એસઆઇપી શરૂ કરી હતી. જોકે તેમણે નાણાં થોડાક ઓછા પડી રહ્યા હતા  તેમ છતાં પણ તેઓ તેમણે જે કંઈ એકત્રિત કર્યું હતું તેનાથી અનુકૂળ હતા. વધુ વાંચો

કોઈ મ્યુચ્યુઅલ ફંડના પ્રદર્શન પર કેવી રીતે નજર રાખી શકાઈ?

આ ડિજિટલ અને માહિતીના યુગમાં રોકાણ અને પોર્ટફોલિયોના દેખાવનો ટ્રેક રાખવો તુલનાત્મક રીતે સરળ બન્યો છે. મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટરો અથવા રોકાણ સલાહકારો જેવા નાણાકીય નિષ્ણાતો તમારી આ નાણાકીય સફરમાં એવા સાથી છે જેનું સ્થાન બીજું કોઈ ન લઈ શકે, તેથી રોકાણ કરનારા પોતાના રોકાણો વિશે થોડું જ્ઞાન ધરાવે તે પ્રશંસનીય છે. ચિંતા કરશો નહીં, તમારે જટીલ સ્પ્રેડ -શીટ્સ અને ગ્રાફ્સ લઈને બેસવાની જરૂર નથી. વધુ વાંચો

મ્યુચ્યુઅલ ફંડ્ઝ વિરુદ્ધ શેર્સ: તફાવત શું છે?

તમે રાત્રી ભોજન માટે શાકભાજી ક્યાંથી મેળવો છો? શું તમે તેને તમારા બગીચામાં ઉગાડો છો અથવા તમારી જરૂરિયાતને આધારે નજીકનાં બજાર કે સુપરમાર્કેટમાંથી ખરીદો છો? તમારા પોતાના શાકભાજી ઉગાડવા એ સ્વાસ્થ્યવર્ધક આહાર ખાવા માટેનો શ્રેષ્ઠ માર્ગ છે, પરંતુ બિયારણની પસંદગી, ખાતર, પાણી પૂરા પાડવા અને કિટક નિયંત્રણ વગેરે પાછળ ઘણા પ્રયત્નો કરવા પડે છે. વધુ વાંચો

શું નાણાકીય ધ્યેયોને પૂરા કરવા માટે સુરક્ષિત રોકાણ પૂરતા નથી?

વ્યક્તિએ એક બાબત ધ્યાનમાં લેવી જોઇએ કે નિયમિત ખર્ચ તેમ જ વિવિધ નાણાકીય ધ્યેયો માટેના ખર્ચ સમય જતા વધે છે. જો વર્ષદીઠ ફુગાવો 6%નો હોય તો ધ્યેયનો ખર્ચ લગભગલ 12 વર્ષમાં બમણો થઈ જાય છે. જોકે જો ફુગાવો 7% હોય તો તે લગભગ 10 વર્ષમાં બમણો થઈ જાય છે. વધુ વાંચો

નિવૃત્તિનાં આયોજન માટે વધુ સારો વિકલ્પ કયો છેઃ મ્યુચ્યુઅલ ફંડ્ઝ કે વીમો?

પેન્શન પ્લાન્સ નિવૃત્તિ દરમિયાન એન્યુટીનાં સ્વરૂપમાં આવકનો બાંયધરીયુક્ત સ્ત્રોત પૂરો પાડે છે. જોકે તેઓ આપતકાલિન સ્થિતિ માટે તાત્કાલિક તરલતા પૂરી પાડતા નથી અને વૈવિધ્યકરણ તથા રોકાણ શૈલીની દૃષ્ટિએ મર્યાદિત પસંદગી ઓફર કરે છે. પેન્શન પ્લાન પ્રત્યે ચુકવવામાં આવતું પ્રિમિયમ કર કપાતને પાત્ર છે. વધુ વાંચો

શું સગીરો મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરી શકે છે?

18 વર્ષથી ઓછી ઉંમરની કોઇ પણ વ્યક્તિ (સગીર) 18 વર્ષની ઉંમર સુધી માતા-પિતા/કાનૂની પાલકની મદદથી મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરી શકે છે. સગીર માતા-પિતા/પાલક દ્વારા પ્રતિનિધિત્ત્વ કરતા સોલ એકાઉન્ટ હોલ્ડર (એક માત્ર ખાતા ધારક) હોવા જોઇએ. વધુ વાંચો

મારે લાંબા સમયગાળાનાં રોકાણ માટે કયા મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરવા જોઇએ?

લાંબા ગાળાના રોકાણ કોલેજનાં શિક્ષણ, ઘર, નિવૃત્તિ વગેરે જેવા દૂરના ભવિષ્યના ધ્યેયોને ભંડોળ પૂરું પાડવાનો લક્ષ્યાંક ધરાવે છે. તેથી સંપત્તિનાં સર્જન માટે યોગ્ય હોય એવો ફંડ પસંદ કરો. લાંબા ગાળાના ધ્યેયો 10 વર્ષ કરતા વધુની ક્ષિતિજ ધરાવે છે અને ઇક્વિટી-ઓરિએન્ટેડ સ્કિમ્સ (>=65%ની ઇક્વિટી ફાળવણી) લાંબા ગાળાના રોકાણના વિકલ્પો પૈકીનો એક છે. વધુ વાંચો

તમારા ધ્યેયની પ્રાપ્તિ માટે યોગ્ય SIPને પસંદ કરો

SIP (સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન) એ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની શિસ્તબદ્ધ રીત છે. આ પ્લાનમાં, રોકાણકાર (પોતાની પસંદગીની) મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં નિશ્ચિત અંતરાયે (દૈનિક, સાપ્તાહિક, માસિક અથવા ત્રિમાસિક) એક નિશ્ચિત રકમનું રોકાણ કરી શકે છે. વધુ વાંચો

શું મને મારા નાણાકીય લક્ષ્યોનો પ્લાન બનાવવા માટે કોઈ બાહ્ય મદદ મળી શકે?

“મારો પુત્ર 9માં ધોરણમાં છે. તેનો રસ કયા ક્ષેત્રમાં છે કે તેણે શિક્ષણના કયા પ્રવાહમાં જશે એ અંગે સુનિશ્ચિત નથી. શું તેણે સાયન્સ, કોમર્સ કે આર્ટ્સમાં જવું જોઇએ ? શું કોઇ મદદ કરી શકે ?” ઘણા વાલીઓને આવી ચિંતા હોય છે. આવા સમયે વ્યક્તિ શિક્ષણ કે કારકિર્દી સલાહકાર પાસે જઇ શકે છે, જેમણે યુવાઓ માટે ઉપલબ્ધ વિભિન્ન વિકલ્પોનું મૂલ્યાંકન કર્યું હોય છે. વધુ વાંચો

યુલિપ મ્યુચ્યુઅલ ફંડથી અલગ કેવી રીતે છે?

યુલિપ યુનિટ-લિન્ક્ડ ઇન્શ્યોરન્સ પ્લાન છે. આ રોકાણનું ઘટક ધરાવતી જીવન વીમા પોલિસી છે, જેનું રોકાણ વિવિધ નાણાકીય બજારોમાં કરવામાં આવે છે. રોકાણ ઘટક દ્વારા સર્જાતા વળતર પોલિસીનું મૂલ્ય નિર્ધારિત કરે છે. જોકે પોલિસી ધારકનાં મૃત્યું પરની વીમાકૃત્ત રકમ બજાર કાર્ય પર આધાર રાખતી નથી – લઘુત્તમ વીમાકૃત્ત રકમ અપ્રભાવિત રહી શકે છે. વધુ વાંચો

મધ્યમ-ગાળાના રોકાણ માટે મારે કયા મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરવા જોઈએ?

બચત અને રોકાણ નિર્ણયોમાં 4-6 વર્ષની અવધિને મધ્યમ-ગાળો ગણવામાં આવે છે અને તેથી અહીં તમારો ઉદ્દેશ મૂડી વૃદ્ધિ હોવો જોઇએ. કોર્પોરેટ બોન્ડ ફંડ્ઝ અને હાઇબ્રિડ ફંડ્ઝ મૂડી વૃદ્ધિ માટે શ્રેષ્ઠ હોય છે, કારણ કે તેઓ લાંબા ગાળે સંપત્તિનાં સર્જન માટે આદર્શ હોય એવા ઇક્વિટી ફંડ્ઝની તુલનામાં ઓછા અસ્થિર હોય છે. વધુ વાંચો

શું વિભિન્ન પ્રકારના ધ્યેયો માટે વિભિન્ન ફંડ્ઝ હોય છે?

બજારમાં ઘણી બધી મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સ હોવાથી કોઇ પણ વ્યક્તિને પ્રશ્ન થાય છે કે કઈ સ્કિમ શ્રેષ્ઠ હોઇ શકે છે. પરંતુ “શ્રેષ્ઠ”નો અર્થ સમજવો એ મહત્ત્વપૂર્ણ છે. સામાન્યપણે લોકો તાજેતરની અવધિમાં “શ્રેષ્ઠ” દેખાવ કરનારી એટલે કે જે સ્કિમ્સે તાજેતરમાં સૌથી ઊંચું વળતર આપ્યું હોય એવી સ્કિમ્સને પસંદ કરવાનું વલણ ધરાવે છે. વધુ વાંચો

હું મારા નાણાકીય ધ્યેયોને પરિપૂર્ણ કેવી રીતે કરું?

સૌ પ્રથમ તમારા રોકાણની જરૂરિયાત માટે યોગ્ય સ્કિમ પસંદ કરવી મહત્ત્વપૂર્ણ છે. આને આ રીતે જુઓ.  તમે જ્યારે પ્રવાસ કરો ત્યારે પરિવહનનાં સાધનની પસંદગીનો નિર્ણય કેવી રીતે લો છો?  તમે ચાલતા જવા માગો છો, ઓટો રિક્ષા, ટ્રેન કે પછી ફ્લાઇટ લેવા માગો છો, આ બધુ તમારા ગંતવ્ય સ્થાન, તમારી પાસે ઉપલબ્ધ બજેટ અને પ્રવાસના સમય પર આધાર રાખે છે. વધુ વાંચો

શું મ્યુચ્યુઅલ ફંડ્ઝ પાસબુક જારી કરે છે ?

બેંકો અને અમુક નાની બચત યોજનાઓ પાસબુક જારી કરે છે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડ્ઝ પાસબુક જારી કરતા નથી પણ તેઓ ખાતાનાં સ્ટેટમેન્ટ જારી કરે છે. પાસબુકનો મુખ્ય ઉદ્દેશ બેંકમાં થયેલા તમામ વહેવારોનો ટ્રેક રાખવાનો છે, જેમાં જમા, ઉપાડ, જમા કરેલું વ્યાજ વગેરેનો સમાવેશ થાય છે. મ્યુચ્યુઅલ ફંડ સ્કિમમાં પણ આ પ્રકારના વહેવારો જેવા કે ખરીદી, રિડિમ્પશન, સ્વિચિસ, ડિવિડન્ડનું પુનઃરોકાણ વગેરે હોઇ શકે છે. વધુ વાંચો

ઇએલએસએસ ફંડ – કરની બચત કરતા મ્યુચ્યુઅલ ફંડ

ઇએલએસએસ ઇક્વિટી લિન્ક્ડ સેવિંગ્સ સ્કિમ છે, જે વ્યક્તિ કે એચયુએફને આવક વેરા ધારાની 1961 સેક્શન 80સી હેઠળ કુલ આવકમાંથી રૂ. 1.5 લાખ સુધીનાં ડિડક્ટશનની મંજૂરી આપે છે.  તેથી જો રોકાણકારે ઇએલએસએસ માં રૂ. 50,000નું રોકાણ કરવાના હોય તો આ રકમ કરપાત્ર કુલ આવકમાંથી ડિડક્ટ થશે, તેથી તેણીનું વેરાનું ભારણ ઘટે છે. વધુ વાંચો

શું દર મહિને એસઆઇપીની રકમ બદલવી શક્ય છે?

મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઇપી એટલે મેરેથોનમાં દોડવા જેવું છે. મેરેથોનના દોડવીરો સમગ્ર વર્ષ દરમિયાન અભ્યાસ કરે છે, પરંતુ તેઓ દર વર્ષે તેમના લક્ષ્યાંકો વધારતા રહે છે, જેમાં તેઓ સ્વપ્નની દોડથી શરૂ કરીને અડધા મેરેથોન સુધી જાય છે અને આખરે સંપૂર્ણ મેરેથોન પૂરી કરે છે. આ જ બાબત એસઆઇપીને લાગુ થાય છે. વધુ વાંચો

હું મ્યુચ્યુઅલ ફંડ્ઝથી પરિપૂર્ણ કરી શકું એવા નાણાકીય ધ્યેયોના પ્રકાર કયા છે?

મ્યુચ્યુઅલ ફંડ્ઝનો શ્રેષ્ઠ ભાગ એ છે કે તમારો નાણાકીય ધ્યેય ભલે ગમે તે હોય પણ તમે તેના માટે યોગ્ય સ્કિમ મેળવી શકો છો. તેથી જો તમે તમારી નિવૃત્તિ કે તમારા બાળકના ભવિષ્યના શિક્ષણની યોજના કરવા જેવા લાંબા ગાળાના નાણાકીય ધ્યેય ધરાવતા હોય તો ઇક્વિટી ફંડ્ઝ ધ્યાનમાં લેવા જેવી પસંદગી બની શકે છે. વધુ વાંચો

મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં કરવેરાના નિયમો અને સૂચિતાર્થો શું છે?

મ્યુચ્યુઅલ ફંડ રોકાણ કેપિટલ ગેઇન્સ ટેક્સને આધિન હોય છે. તે આપણા મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડિંગ્સને રિડિમ કે વેચાણ કરતી વખતે આપણે થતા નફા પર ચુકવવાના હોય છે. વધુ વાંચો

શું મ્યુચ્યુઅલ ફંડમાં રોજે રોકાણ કરવું જોઇએ?

આપણે સૌ સસલા અને કાચબાની લોકપ્રિય વાર્તા સાંભળીને મોટા થયા છે, જેનાથી આપણે શીખ્યા છીએ કે ધીમા અને સ્થિર લોકો દોડ જીતી જાય છે. આ સાર જીવનનાં તમામ ક્ષેત્રમાં સુસંગત સાબિત થયો છે, જેમાં રોકાણ ક્ષેત્ર પણ સામેલ છે. એ બાબતથી આશ્ચર્ય નથી કે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (એસઆઇપી) રોકાણકારોમાં લોકપ્રિય બની રહ્યા છે. વધુ વાંચો

શું નિવૃત્ત લોકોએ મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરવું જોઇએ?

નિવૃત્ત લોકો સામાન્યપણે તેમની બચત અને રોકાણ બેંકની એફડી, પીપીએફ, સોનું, રિઅલ એસ્ટેટ, વીમો, પેન્શન યોજનાઓ વગેરેમાં સુરક્ષિત રાખે છે. મોટા ભાગના આ વિકલ્પોને તાત્કાલિક ધોરણે રોકડમાં રૂપાંતરિત કરવા મુશ્કેલ હોય છે. આને લીધે મેડિકલ કે અન્ય આપતકાલિન સ્થિતિઓમાં અનુચિત તણાવ સર્જાઇ શકે છે. વધુ વાંચો

હું નિયમિત ધોરણે મારા રોકાણને કેવી રીતે ટ્રેક કરી શકું?

રોકાણકારો મોટે ભાગે વિચારતા હોય છે કે મારા રોકાણની પ્રગતિને કેવી રીતે ટ્રેક કરું. આ ક્રિકેટ મેચમાં લક્ષ્યાંક હાંસલ કરવા જેવું છે. ક્રિકેટ મેચમાં બીજી બેટિંગ કરતી ટીમ સમીકરણને જાણતી હોય છે – કેટલા રન, કેટલી વિકેટ અને કેટલી ઓવર. નાણાકીય ધ્યેય હાંસલ કરવા માટે રોકાણ કરવાની બાબત પણ ઘણી ખરી આવી જ છે. નાણાકીય ધ્યેયને લક્ષ્યાકિંત સ્કોર તરીકે ધારો -  વધુ વાંચો

શું મ્યુચ્યુઅલ ફંડ્ઝ નાના રોકાણકાર માટે એક આદર્શ રોકાણ છે?

હા! સાધારણ બચત કે નાની શરૂઆત ધરાવતા રોકાણકારો માટે પણ મ્યુચ્યુઅલ ફંડ્ઝ આદર્શ રોકાણ વાહન છે.બેંકમાં બચત (એસબી) ખાતું ધરાવતી લગભગ દરેક વ્યક્તિ મ્યુચ્યુઅલ ફંડની સ્કીમોમાં રોકાણ કરી શકે છે. દર મહિને ₹ 500 જેટલી ઓછી રકમની સાથે મ્યુચ્યુઅલ ફંડ્સ નિયમિત રોકાણ કરવાની ટેવને પ્રોત્સાહન આપે છે. વધુ વાંચો

રોકાણ કરવું એ બચત કરવા કરતા વધુ સારું કેમ છે?

50 ઓવરની એક મેચની કલ્પના કરો, જેમાં #6 બેટ્સમેન 5મી ઓવરમાં બેટિંગ કરવા માટે આવે છે. તેની સૌ પ્રથમ ફરજ પોતાની વિકેટ નહીં ગુમાવવાનું સુનિશ્ચિત કરવાની છે અને ત્યાર પછી સ્કોર બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરવાનું છે. વધુ વાંચો

માત્ર રૂ. 500થી શરૂઆત કરી શકાય છે

તમે મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં મહિનાદીઠ માત્ર રૂ. 500થી રોકાણ કરવાની શરૂઆત કરી શકો છો! લોકોને લાગે છે કે અર્થસભર વળતર કમાવવા માટે મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં મોટી રકમનું રોકાણ કરવું જરૂરી છે. જુઓ, તમે મહિનાદીઠ રૂ. 500ની નાની રકમના રોકાણ થી શરૂઆત કરી શકો છો અને જેમ જેમ તમારી આવક વધે તેમ તેમ તેને ક્રમશઃ વધારી શકો છો. વધુ વાંચો

શું ભારતીય મ્યુચ્યુઅલ ફંડ્ઝ માત્ર ભારતમાં રોકાણ કરે છે?

મોટા ભાગના ભારતીય મ્યુચ્યુઅલ ફંડ્ઝ માત્ર ભારતમાં રોકાણ કરે છે, પરંતુ થોડી એવી પણ સ્કિમ્સ છે જે વિદેશી જામીનગીરીઓમાં પણ રોકાણ કરે છે. વધુ વાંચો

મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં મારા રોકાણનાં પુરાવા તરીકે કયા દસ્તાવેજો પૂરા પાડવામાં આવે છે?

એક વખત તમે મ્યુચ્યુઅલ ફંડ સ્કિમમાં રોકાણ કરો ત્યાર પછી તમે વહેવારની તારીખ, રોકાણ કરેલી રકમ, યુનિટ્સ ખરીદ્યા હોય તે કિંમત અને તમને ફાળવવામાં આવેલા યુનિટ્સની સંખ્યા જેવી વિગતો ધરાવતું ખાતાનું સ્ટેટમેન્ટ પ્રાપ્ત કરશો. વધુ વાંચો

શું હું રૂ. 500થી શરૂ કરીને આ રકમને વધારી શકું છું?

સમૃદ્ધિનાં સર્જન માટે લોકપ્રિય રોકાણનો વિચાર ‘જલ્દી શરૂઆત કરવી છે. નિયમિત રીતે રોકાણ કરો. લાંબી અવધિ માટે રોકાણ જાળવી રાખો’. રોકાણ ભલે રૂ. 500 જેટલું ઓછું હોય પણ સફરની શરૂઆત કરવી મહત્ત્વપૂર્ણ છે.  વધુ વાંચો

સ્ટેપ અપ SIP એટલે શું?

તમે કેટલું રોકાણ કરી શકો છો, તેનો આધાર ઘણીવાર તમારી આવક, તમે તમારા અંગત જીવનમાં કેવી સ્થિતિમાં છો અને તમારા માસિક ખર્ચાઓ કેવી રીતે બદલાય છે, તેના પર રહેલો હોય છે. ફુગાવાની સાથે કદમતાલ મિલાવવા અને તમારા લક્ષ્યો સુધી સમયસર પહોંચવા માટે તમારું રોકાણ પણ વધે તે મહત્વનું છે.   વધુ વાંચો

મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ કેવી રીતે શરૂ કરવું?

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું હવે એટલું આસાન અને સરળ બન્યું છે કે વ્યક્તિ કોઇ વધારાના દસ્તાવેજ વિના ગમે તેટલા ફંડમાં રોકાણ કરવાનો વિચાર કરી શકે છે. મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોએ પહેલી વખત પોતાનું કેવાયસી પૂર્ણ કરવાનું હોય છે, જે એક સમયની પ્રક્રિયા છે. તમે, કેવાયસી ખરાઇને પૂર્ણ કરવામાં તમને મદદ કરે તે માટે કાં તો વિતરકનો કે રોકાણ સલાહકારનો સંપર્ક કરી શકો છો અથવા તમે ઇ-કેવાયસી ઓનલાઇન કરી શકો છો. વધુ વાંચો

શું એનઆરઆઈ (NRI) ભારતમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકે?

હા, નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ (એનઆરઆઇ) અને પર્સન્સ ઓફ ઈન્ડિયન ઓરિજિન (પીઆઇઓ) સંપૂર્ણ રિપેટ્રિએશન તેમ જ નોન-રિપેટ્રિએશન ધોરણે ભારતીય મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરી શકે છે. વધુ વાંચો

સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઇપી) શું છે?

સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઇપી)  મ્યુચ્યુઅલ ફંડ્ઝ દ્વારા ઓફર કરવામાં આવતો રોકાણ માર્ગ છે, જેમાં વ્યક્તિ મ્યુચ્યુઅલ ફંડ સ્કિમમાં લમ્પ-સમ રોકાણ કરવાને સ્થાને નિયમિત અંતરાયે એટલે કે મહિનામાં એક વખત કે ત્રિમાસિક ધોરણે એક વખત નિશ્ચિત આવકનું રોકાણ કરી શકે છે. હપ્તાની રકમ મહિનાદીઠ રૂ. વધુ વાંચો

SIP અથવા લમ્પસમમાંથી કયો વિકલ્પ પસંદ કરવો તે મારે કેવી રીતે નક્કી કરવું જોઈએ?

એસઆઇપીમાં રોકાણ કરવું કે એક-વખતનું (લમ્પસમ) રોકાણ કરવું? તેની પસંદગી મ્યુચ્યુઅલ ફંડ્ઝ અંગેની તમારી જાણકારી, તમે રોકાણ કરવા માગતા હોય તે ફંડ અને તમારા ધ્યેય પર આધાર રાખે છે. વધુ વાંચો

શું મ્યુચ્યુઅલ ફંડ્ઝ લાંબા સમયથી ઉપલબ્ધ છે?

વિશ્વભરમાં વિભિન્ન પારંપરિક ફોર્મેટ્સમાં એકત્રિત અને સામૂહિક રોકાણ ઘણા સમયથી અસ્તિત્વ ધરાવે છે. મેસેચ્યુસેટ્સ ઇન્વેસ્ટર્સ ટ્રસ્ટનાં નવ સર્જનની સાથે મ્યુચ્યુઅલ ફંડ્ઝ 1924માં અસ્તિત્વમાં આવ્યા હતા. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની વૃદ્ધિમાં ત્રણ વ્યાપક ટ્રેન્ડ્સ સામેલ હતાઃ વધુ વાંચો

હું એસઆઇપીને શરૂ કે બંધ કેવી રીતે કરું ? જો હું હપ્તો ચૂકી જાઉં તો શું થાય છે?

તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો તે પહેલા તમારે કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય છે. આ ઓળખના પુરાવા અને સરનામાંના પુરાવા તરીકે અમુક દસ્તાવેજો રજૂ કરીને થાય છે. એસઆઇપી શરૂ કરવાની કે બંધ કરવાની પ્રક્રિયા અત્યંત અનુકૂળ અને સરળ હોય છે. વધુ વાંચો

તો શું હું 8 મહિના પછી મારું વેકેશન આવે છે તેના માટે અત્યારે રોકાણ કરી શકું?

મ્યુચ્યુઅલ ફંડ (MF)માં રોકાણ વિશે લખાયેલા લેખો સામાન્ય રીતે લાંબા ગાળાના લક્ષ્યો પૂરા કરવા વિશે માહિતી આપે છે. જેના લીધે સ્વાભાવિક રીતે, રોકાણકારો એવું માની લે છે કે મ્યુચ્યુઅલ ફંડ ટૂંકા ગાળાના લક્ષ્યો હાંસલ કરવામાં મદદ કરી શકતા નથી. ચાલો પ્રવાસે જવાની તીવ્ર ઝંખના રાખનારા રમેશનું ઉદાહરણ જોઈને આ કાલ્પનિક જુઠ્ઠાણાંને દૂર કરીએ. વધુ વાંચો

હું એક ફંડમાંથી બીજી કંપનીના ફંડમાં કેવી રીતે જઈ કરી શકું?

રોકાણકારો વધુ સારા નાણાકીય આયોજન માટે તેમનું રોકાણ સમાન ફંડ ગૃહની અંદર એક ઓપન એન્ડેડ સ્કિમમાંથી બીજીમાં સ્વિચ કરે છે. સમાન ફંડ ગૃહની અંદર સ્વિચ કરવા માટે સોર્સ સ્કિમમાંથી સ્વિચ કરવાની રહેતી રકમ/યુનિટ્સની સંખ્યા અને ડેસ્ટિનેશન સ્કિમનું નામ સ્પષ્ટ કરીને સ્વિચ ફોર્મ ભરો. વધુ વાંચો

શું તમે મ્યુચ્યુઅલ ફંડની એક સ્કિમમાંથી બીજી સ્કિમમાં જઈ શકો છો?

એક વખત તમે મ્યુચ્યુઅલ ફંડ સ્કિમમાં રોકાણ કરો ત્યાર પછી સ્કિમ્સ (રેગ્યુલર/ડાઇરેક્ટ), વિકલ્પો (ગ્રોથ/ડિવિડન્ડ) બદલવાની કે સમાન ફંડ ગૃહમાં સ્કિમ્સ બદલવાની દૃષ્ટિએ તમે કરવા માગતા હોય એવા ફેરફારને વેચાણ (રિડિમ્પશન) તરીકે ધ્યાનમાં લેવામાં આવશે. તેથી આ પ્રકારનો કોઇ ફેરફાર શક્ય છે, પરંતુ રિડિમ્પશનની જેમ આ ફેરફાર તમે કેટલા સમયથી રોકાણ કર્યું છે તેને આધારે એક્ઝિટ લોડ અને કેપિટલ ગેઇન ટેક્સ આકર્ષશે. વધુ વાંચો

જ્યારે આપણે ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરી શકીએ છીએ ત્યારે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ શા માટે કરવું જોઇએ ?

ગોલ્ડ ઇટીએફ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ (ઇટીએફ) છે, જે સોનાની સ્થાનિક ભૌતિક કિંમતને ટ્રેક કરે છે. તેઓ નિષ્ક્રિય રોકાણ સાધનો છે, જે સોનાની કિંમત પર આધારિત છે અને તેઓ ગોલ્ડ બુલિયનમાં રોકાણ કરે છે. વધુ વાંચો

તમારી પસંદગી માટે લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની રોકાણ સ્કીમ

શું મ્યુચ્યુઅલ ફંડ્ઝ ટૂંકી અવધિ કે લાંબી અવધિનાં રોકાણ માટે આદર્શ છે?  “મ્યુચ્યુઅલ ફંડ્ઝ ટૂંકી અવધિ માટે સારું બચત સાધન હોઇ શકે છે.”  “તમારે મ્યુચ્યુઅલ ફંડનાં રોકાણમાં ધિરજ રાખવી જ પડે છે. પરિણામો પ્રાપ્ત થવામાં સમય લાગે છે.”  વધુ વાંચો

પાંચ વર્ષની અવધિ માટે શ્રેષ્ઠ મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સ કઈ છે?

ચાલો આપણે ઉપરના પ્રશ્નનો યોગ્ય ઉત્તર કયો હોઇ શકે છે તે સમજીએ. રોકાણકારો સાથેની ઘણી બધી વાતચીત મારફતે અમે અનુભવ્યું છે કે મોટા ભાગના કિસ્સાઓમાં રોકાણકાર જે અવધિમાં રોકાણ કરવાની યોજના ધરાવે છે તેમાં ઉત્કૃષ્ઠ વળતર આપતી હોય એવી સ્કિમ શોધવાની છુપી, વ્યક્ત નહીં કરેલી જરૂરિયાત હોય છે. વધુ વાંચો

મેં રોકાણ કરવાની શરૂઆત કરી હોય ત્યાર પછી શું હું મારા રોકાણની અવધિને બદલી શકું?

એસઆઇપી મારફતે મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ ઘણી બધી લવચિકતા આપે છે. રોકાણકારો રોકાણ કરવા માગતા હોય એટલી રકમ, રોકાણની અવધિ, રોકાણની આવૃત્તિને (સાપ્તાહિક, માસિક, ત્રિમાસિક વગેરે) નિયંત્રિત કરી શકે છે. પરંતુ તમે એક વખત એસઆઇપી શરૂ કરો ત્યાર પછી શું તમારે શરૂઆતમાં કરેલી પસંદગીઓને એસઆઇપીની અવધિના અંત સુધી વળગી રહેવું પડે છે? વધુ વાંચો

શું મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોના ફંડ્ઝની ગોઠવણી કરતી વખતે અસ્કયામતની ફાળવણીમાં ફેરફાર કરી શકે છે?

મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટ (એસઆઇડી) અનુસાર અસ્કયામતોના વિવિધ વર્ગમાં રોકાણ કરે છે. સ્કિમ માટે પ્રસ્તાવિત અસ્કયામતની ફાળવણીના પારંપરિક ઉદાહરણો અહીં આપવામાં આવ્યા છેઃ વધુ વાંચો

લિક્વિડ ફંડ્ઝ શું હોય છે?

ડાબી બાજુનો વિડિયો જોતા તમને ધ્યાનમાં આવશે કે તમામ પરિસ્થિતિઓમાં ટૂંકા સમયગાળા માટે નાણાં નિષ્ક્રિય પડ્યા રહે છે. અમુક કિસ્સાઓમાં કયા ચોક્કસ સમયે નાણાંને ઉપાડવાની જરૂર પડશે એ અંગેની જાણકારી ન પણ હોઇ શકે. રોકાણકાર શું કરે ? નાણાંનું રોકાણ ક્યાં કરવું જોઇએ? વ્યક્તિએ અહીં કેટલીક બાબતો ધ્યાનમાં લેવી જોઇએઃ વધુ વાંચો

સિસ્ટેમેટિક વિડ્રોવલ પ્લાન (એસડબ્લ્યુપી) શું છે?

કેટલાક લોકો નિયમિત આવક માટે મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરે છે અને તેઓ સામાન્યપણે ડિવિડન્ડ મેળવવાનો વિકલ્પ પણ જુએ છે. તેથી ઘણી સ્કિમ્સ ખાસ કરીને ડેટ સાથે સંબંધ ધરાવતી સ્કિમ્સ માસિક કે ત્રિમાસિક ડિવિડન્ડના વિકલ્પો ધરાવતી હોય છે. વધુ વાંચો

ડેટ ફંડ્ઝના વિવિધ પ્રકાર કયા છે?

ડેટ ફંડ્ઝ એવા રોકાણકારો માટે હોય છે જેઓ મૂડીની સુરક્ષા અને રોકાણમાંથી નિયમિત આવક ઇચ્છતા હોય છે અને/અથવા ટૂંકા ગાળા માટે નાણાં રોકવા માગતા હોય છે.  પરંતુ ડેટ ફંડ્ઝ પણ ઘણા પ્રકારના હોય છે. વધુ વાંચો

ડાઇરેક્ટ પ્લાન /રેગ્યુલર પ્લાન શું છે?

તમામ મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સ બે પ્લાન્સ ઓફર કરે છે – ડાઇરેક્ટ અને રેગ્યુલર. ડાઇરેક્ટ પ્લાનમાં રોકાણકારે એએમસીની સાથે સીધું રોકાણ કરવાનું હોય છે, જેમાં વહેવારની પ્રક્રિયામાં વિતરક સામેલ હોતા નથી. વધુ વાંચો

શું વ્યક્તિ એક મ્યુચ્યુઅલ ફંડ સ્કિમનો ઉપયોગ કરીને અસ્કયામતના બહુવિધ વર્ગમાં રોકાણ કરી શકે છે?

અસ્કયામતના એક વર્ગમાં રોકાણ કરતી મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સ નિષ્ણાત બોલર્સ કે બેટ્સમેન જેવી હોય છે. જ્યારે હાઇબ્રિડ ફંડ્ઝ તરીકે ઓળખાતી અન્ય કેટલીક સ્કિમ્સ અસ્કયામતના એક કરતા વધુ વર્ગમાં રોકાણ કરે છે, દા.ત. કેટલીક સ્કિમ્સ ઇક્વિટી અને ડેટ બંનેમાં રોકાણ કરે છે. કેટલીક સ્કિમ્સ ઇક્વિટી અને ડેટ ઉપરાંત સોનામાં પણ રોકાણ કરે છે. વધુ વાંચો

ઇક્વિટી ફંડ્ઝ શું છે?

ઇક્વિટી ફંડ મ્યુચ્યુઅલ ફંડની એવી સ્કિમ છે, જે મોટે ભાગે કંપનીઓના શેરો/સ્ટોક્સમાં રોકાણ કરે છે. તેઓ ગ્રોથ ફંડઝ તરીકે પણ ઓળખાય છે. વધુ વાંચો

ડેટ ફંડ્ઝ શું છે?

ડેટ ફંડ મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ છે, જે નિશ્ચિત આવકનાં સાધનોમાં રોકાણ કરે છે, જેવા કે કોર્પોરેટ અને સરકારી બોન્ડ્સ, કોર્પોરેટ ડેટ જામીનગીરીઓ, અને નાણાં બજારનાં સાધનો વગેરે, જે મૂડી વૃદ્ધિ ઓફર કરે છે. ડેટ ફંડ્ઝને ફિસ્ક્ડ ઇન્કમ ફંડ્ઝ કે બોન્ડ ફંડ્ઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. વધુ વાંચો

અસ્કયામતના વર્ગ સિવાય મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સને અન્ય કેવી રીતે વર્ગીકૃત્ત કરી શકાય છે?

વિવિધતા જીવનનો સ્વાદ છે. બીજી બાજુએ તમારે માત્ર વિવિધતા ખાતર જ તેની જરૂરિયાત હોતી નથી. અમુક વિવિધતા આવશ્યક હોવાનું કારણ એ છે કે પરિસ્થિતિને તેની જરૂરત હોય છે. તેથી તમે જ્યારે ખોરાક ખાઓ ત્યારે તમારે સમતુલન જાળવવાનું હોય છે. વધુ વાંચો

હાઇબ્રિડ ફંડ શું છે?

આપણે જ્યારે જમવા બેસીએ ત્યારે ભોજનની આપણી પસંદગી મોટે ભાગે સમય, પ્રસંગ અને મિજાજ પર આધાર રાખે છે. જો આપણને ઉતાવળ હોય જેમ કે ઓફિસમાં બપોરનું ભોજન લેવું કે બસ/ટ્રેન લેતા પહેલા જમવું તો આપણે કોમ્બો મીલનો વિકલ્પ પસંદ કરીશું. અથવા આપણે જાણતા હોઇએ કે કોમ્બો મીલ લોકપ્રિય છે તો આપણે મેનુ જોવાની પણ તકલીફ નહીં લઈએ. વધુ વાંચો

મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં વ્યાજદર કેવા હોય છે?

આ વિશ્વમાં મફત કશું મળતું નથી. આપણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે કોઇ પ્રોડક્ટ કે સેવા ભોગવીએ તેના માટે ચુકવીણી કરીએ છીએ. ઉદાહરણ તરીકે તમે જેટલા સમય માટે પાર્કિંગની જગ્યાનો ઉપયોગ કરો તેના માટે ફી ચુકવો છો. તમે કુરિયર મોકલો ત્યારે પાર્સલના વજન અને પ્રાપ્તકર્તા સુધી પહોંચવા માટે તેને કાપવાના રહેતા અંતર માટે ચુકવણી કરો છો. વધુ વાંચો

જો હું વહેલા વિડ્રો (નાણાં ઊપાડ) કરવાનું પસંદ કરું તો શું મને પેનલ્ટી (દંડ) લાગશે?

દરેક ઓપન એન્ડેડ સ્કિમ લગભગ સંપૂર્ણ સ્વતંત્રતા સાથે તરલતા પૂરી પાડે છે એટલે કે રિડિમ્પશનના સમય કે પ્રમાણ પર કોઇ નિયંત્રણ હોતા નથી. જોકે કેટલીક સ્કિમ્સ એક્ઝિટ લોડ સ્પષ્ટ કરી શકે છે. વધુ વાંચો

ડાઇરેક્ટ પ્લાન રેગ્યુલર પ્લાન કરતા કેટલો અલગ છે?

કલ્પના કરો કે તમે માલ્દિવ્સમાં રજા માણવાની યોજના બનાવી રહ્યા છો અને તમે એ સ્થળ અંગે વધુ જાણકારી ધરાવતા નથી. તમે તમારા પ્રવાસનું આયોજન કેવી રીતે કરશો? તમે ટ્રાવેલ એજન્ટને ફોન કરશો અને તમારી ટ્રિપ બુક કરાવશો અથવા રોકાણ માટેનાં સ્થળ, મુલાકાત લેવાની જગ્યાઓ, પરિવહનની રીત વગેરે અંગે કલાકો સુધી સંશોધન કરશો અને આખરે તમારી માર્ગ-સૂચિ તૈયાર કરીને તમારા બુકિંગ્સ કરાવશો. વધુ વાંચો

ઇન્ડેક્સ ફંડ્ઝની મર્યાદા કઈ છે?

ઇન્ડેક્સ ફંડ્ઝને તેમની નિષ્ક્રિય શૈલીને લીધે ત્રણ ચાવીરૂપ ગેરલાભને વેઠવો પડે છે. તેઓ બજારના ઘટાડાનું સંચાલન કરવામાં ફંડ મેનેજરને લવચિકતા પૂરી પાડતા નથી. જો ઇન્ડેક્સનું અનુકરણ કરતા ફંડ આર્થિક કે બજારની પ્રતિકૂળ સ્થિતિને લીધે નકારાત્મક વળતરનું સર્જન કરી રહ્યા હોય તો પ્રવૃત્ત ફંડ મેનેજર ઘટાડાને વધુ સારી રીતે સંચાલિત કરવામાં સ્ટોક્સને પસંદ કરવાનો વિકલ્પ ધરાવે છે. વધુ વાંચો

ઇટીએફમાં રોકાણ કરવાના જોખમ કયા છે?

ઇટીએફ નીચા ખર્ચે વૈવિધ્યતાના લાભ પૂરા પાડે છે. આ લાભો ઉપરાંત વ્યક્તિએ આવા રોકાણ સાથે સંકળાયેલા જોખમોની નોંધ લેવી જોઇએ. સૌ પ્રથમ બજારમાં આંતરરાષ્ટ્રીય અને વિદેશી સહિત ઘણા પ્રકારના ઇટીએફ ઉપલબ્ધ છે. તેથી આ ઇટીએફ સાથે સંકળાયેલા હોઇ શકે એવા રાજકીય જોખમ અને તરલતાના જોખમ જેવા વધારાના જોખમોને ટાળવા માટે તમારી જરૂરિયાતને પૂરી કરી શકે એવા યોગ્ય ઇટીએફની પસંદગી કરવી એ ચાવીરૂપ છે. વધુ વાંચો

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સાથે નિવૃત્તિનાં કોર્પસ (નાણાં કોષ)નું નિર્માણ કેવી રીતે કરવું?

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સાથે નિવૃત્તિનાં કોર્પસ (નાણાં કોષ)નું નિર્માણ કેવી રીતે કરવું? બલ્લુ, એક રિંછની વાર્તા. મોટા ભાગના લોકોને અહેસાસ નથી થતો કે તેમનું નિવૃત્તિનું જીવન તેમનાં કાર્યકાળ જેટલું જ લાંબુ હોઇ શકે છે અને તેમને ઓછામાં ઓછા 25-30 વર્ષ સુધી ચાલે એટલા મોટા કોર્પસની જરૂર પડશે. યોગ્ય નાણાકીય આયોજન વિના તમારી બચત તમામ ખર્ચ અને આપતકાલિન જરૂરિયાતોને આવરવા માટે પૂરતું હોઇ ન પણ શકે. વધુ વાંચો

મલ્ટિકેપ ફંડ્સ એ શું છે?

શું તમે ક્યારેય મ્યુચ્યુઅલ ફંડ્સ અંગેની માહિતી શોધી રહ્યા હોય તે દરમિયાન XYZ મલ્ટિકેપ ફંડ જેવા ફંડના નામોથી અવગત થયા છો અને શું  આશ્ચર્ય થયું છે કે આ વધુ લોકપ્રિય લાર્જ-કેપ ફંડ્સથી અલગ કેવી રીતે છે? નામ સૂચવે છે એ પ્રમાણે મલ્ટિકેપ ફંડ લાર્જ, મિડ અને સ્મોલકેપ કંપનીઓમાં રોકાણ કરે છે અને તેથી તેના પોર્ટફોલિયોમાં માર્કેટ કેપ્સમાં વૈવિધ્યતા પૂરી પાડે છે. વધુ વાંચો

7 કારણો, શા માટે તમારે નિવૃત્તિ પ્લાનિંગ વહેલું શરૂ કરવું જોઇએ

નિવૃત્તિ માટે વહેલું પ્લાનિંગ શરૂ કરવું ઘરનું નિર્માણ કરવા જેવું છે. નિવૃત્તિ પ્લાનિંગ સફળ બને તે માટે મજબૂત નાણાકીય આધાર એટલું જ મહત્ત્વ ધરાવે છે જેટલું મહત્ત્વ ઘર નિર્માણ માટે તેના મજબૂત પાયા ધરાવે છે. વધુ વાંચો

ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ્ઝનું નિયમન કોણ કરે છે ?

મ્યુચ્યુઅલ ફંડ એ આધુનિક સમયનો રોકાણનો વિકલ્પ છે. માટે, એ જાણવું મહત્ત્વપૂર્ણ છે કે ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગને કોણ નિયંત્રિત કરે છે. સિક્યોરિટિઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા અથવા સેબી (SEBI) ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ્ઝના તમામ પાસાઓને નિયંત્રિત કરે છે. વધુ વાંચો

વ્યક્તિએ મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ શા માટે કરવું જોઇએ ?

વ્યક્તિએ મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં ક્યારેય નહીં, પરંતુ તેના મારફતે રોકાણ કરવું જોઇએ. આને સમજવા માટે આપણે આપણી જરૂરિયાતને આધારે વિભિન્ન રોકાણ સ્થળોમાં રોકાણ કરીએ છીએ, દા.ત. મૂડી વૃદ્ધિ માટે આપણે ઇક્વિટી શેરોમાં રોકાણ કરીએ છીએ, મૂડીની સુરક્ષા અને નિયમિત આવક માટે આપણે નિશ્ચિત આવક આપતી પ્રોડક્ટ્સ ખરીદીએ છીએ. વધુ વાંચો

ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ શું છે?

મ્યુચ્યુઅલ ફંડ સ્કીમો દ્વારા કરાયેલા નફામાંથી ચૂકવાતું ડિવિડન્ડ સંપૂર્ણપણે સ્કીમના પોર્ટફોલિયોને લગતી રોકાણ પ્રવૃત્તિઓમાંથી જ મળે છે અને તે ટ્રસ્ટીઓની મુનસફીને આધિન રહે છે. બજાર તૂટે ત્યારે આ સ્કીમ ખોટ કરે તો ટ્રસ્ટીઓ ડિવિડન્ડ ચૂકવણીની જાહેરાત કરવાનું પડતું મૂકવાનો પણ નિર્ણય લઇ શકે છે. ડિવિડન્ડ એ નફો અથવા આવક છે, માટે તેને કરપાત્ર ગણાય છે અને ડિવિડન્ડ પર લાગુ પડતા કરને ડિવિડન્ડ વિતરણ કર (DDT) ક વધુ વાંચો

કોઇ પણ બે યોજનાઓની કામગીરીની સરખામણી કેવી રીતે કરવી જોઇએ

તમે જ્યારે કાર ખરીદવા માગતા હો ત્યારે તમે કયાં મોડલ ધ્યાનમાં લેવાં, એવું કઇ રીતે નક્કી કરો છો? તમે પહેલાં લેટેસ્ટ મોડલ નક્કી કરો છો કે કારનો પ્રકાર નક્કી કરો છો? જો તમે હજુ પણ  નક્કી ન કરી શકતા હો તો તો તમે ડીલરની મુલાકાત લો છો અને ત્યાં તમને પહેલો પ્રશ્ન એ જ પૂછવામાં આવે છે કે તમે કેવા પ્રકારની કાર લેવા માગો છો,  એસયુવી, હેચબેક, કે સેડાન?  વધુ વાંચો

ગોલ્ડ ETF અને ગોલ્ડ ફંડના ફાયદા

ગોલ્ડ ઇટીએફ 99.5% શુદ્ધ ગોલ્ડ બુલિયનમાં રોકાણ કરે છે, જે ફિઝિકલ ધાતુમાં રોકાણ કરવા જેટલું જ સારું છે. જો તમે લાંબા ગાળા માટે સોનું એકત્રિત કરવાનો વિચાર કરી રહ્યા હોય તો ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરવું એ ફિઝિકલ સ્વરૂપે સોનું રાખવા કરતા કે ગોલ્ડ ફંડમાં રોકાણ કરવા કરતા વધુ સારો વિકલ્પ છે. વધુ વાંચો

ઇન્ડેક્સ ફંડ્ઝ અન્ય મ્યુચ્યુઅલ ફંડ્ઝ કરતા કેવી રીતે અલગ હોય છે?

મ્યુચ્યુઅલ ફંડ્ઝ અને ઇન્ડેક્સ ફંડ્ઝ ઘણા સ્ટોક્સની અંદર રોકાણ કરીને વૈવિધ્યતા પૂરી પાડે છે. મ્યુચ્યુઅલ ફંડ્ઝ તેમના જણાવેલા રોકાણ ઉદ્દેશને સુસંગત વળતરનું સર્જન કરવા માટે સ્ટોક્સ પસંદ કરવાની લવચિકતા ધરાવે છે, જ્યારે ઇન્ડેક્સ ફંડ્ઝ વિશેષ ઇન્ડેક્સને ટ્રેક કરે છે. તેથી ઇન્ડેક્સ ફંડ્ઝ ઇન્ડેક્સમાં સામેલ હોય એવા સ્ટોક્સમાં રોકાણ કરે છે. વધુ વાંચો

મ્યુચ્યુઅલ ફંડથી તમારી નિવૃત્તિનું આયોજન કેવી રીતે કરવાનું?

મોટાભાગના લોકો નિવૃત્તિ સુધી પહોંચી જાય ત્યાં સુધી તે વિશે વિચારતા જ નથી. કામકાજનું આખું જીવન એક પછી એક જરૂરિયાતો પૂરી કરવામાં જ વીતી જાય છે જેમાં પોતાનું વાહન, મકાન, પરિવારમાં વૃદ્ધિ, બાળકોનું શિક્ષણ અને તેમના લગ્ન આ બધુ જ આવી જાય છે. એકવાર આ જવાબદારીઓ પૂરી કર્યા પછી, આપણે નજીકમાં આવી રહેલી નિવૃત્તિ માટે શું બાકી બચ્યું છે તેના પર ધ્યાન આપવાનું શરૂ કરીએ છીએ. વધુ વાંચો

ડાયરેક્ટ પ્લાનમાં કેવી રીતે રોકાણ કરવું?

મ્યુચ્યુઅલ ફંડ કેટલાકને સરળ લાગી શકે છે, જ્યારે અન્ય કેટલાક માટે સમજવું મુશ્કેલ હોઇ શકે છે. મ્યુચ્યુઅલ ફંડ કેવી રીતે કાર્ય કરે છે અને તેની સામે કેવા પ્રકારનાં જોખમો રહેલાં છે એ અંગે નવા રોકાણકારોને સંપૂર્ણપણે સમજાતું ન હોય તેવું પણ બની શકે. બજારમાં આજે હજારો મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ ઉપલબ્ધ હોવાથી, આવા રોકાણકારોને પોતાને સૌથી વધુ યોગ્ય હોય એવા થોડા ફંડની પસંદગી કરવી મુશ્કેલ લાગી શકે છે.  વધુ વાંચો

મલ્ટિકેપ અને ફ્લેક્સી કેપ ફંડ્સ વચ્ચેનો તફાવત શું છે?

તમને આશ્ચર્ય થતું હોય કે આ વળી મલ્ટિ કેપ અને ફ્લેક્સી કેપ એટલે શું, તો તમે ઓક્ટોબર 2017માં જારી કરેલો અને જૂન 2018થી અમલી બનેલો સેબીનો પ્રોડક્ટ કેટેગરાઈઝેશન પરિપત્ર જોઈ શકો છો. વધુ વાંચો

લૉક-ઇન પીરિયડ એટલે શું?

કેટલાક એવા પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ્સ હોય છે જે તમારા રોકાણ પર 'લૉક-ઇન પીરિયડ' લાગુ કરે છે. તેમાં ડેબ્ટ ફંડ્સમાં ઇક્વિટી-લિંક્ડ સેવિંગ્સ સ્કીમ્સ (ELSS), ફિક્સ્ડ મેચ્યોરિટી પ્લાન્સ (FMP) અને ક્લોઝ્ડ એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ્સનો સમાવેશ થાય છે. લૉક-ઇન પીરિયડ એવો લઘુતમ સમયગાળો દર્શાવે છે કે જે દરમિયાન રોકાણકારોએ તેમનું રોકાણ જાળવી રાખવું આવશ્યક હોય છે. વધુ વાંચો

બે કે તેથી વધુ હપ્તાની ચુકવણી ચૂકી જાઓ તો મ્યુચ્યુઅલ ફંડ્ઝ શું કરશે?

તમે મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ નિયમિત અંતરાયે રોકાણ મારફતે અને/અથવા ઊચક રોકાણથી કરી શકો છો. પ્રથમ કિસ્સામાં તમે જે પુનરાવૃત્તિ પર રોકાણ કરવા માગતા હોય તેને પસંદ કરી શકો છો. દૈનિક/સાપ્તાહિક/માસિક પુનરાવૃત્તિ માટે તમે એસઆઇપી મારફતે તમારા રોકાણને સ્વચાલિત કરી શકો છો. વધુ વાંચો

મ્યુચ્યુઅલ ફંડ્ઝ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સ્કિમ્સથી અલગ કેવી રીતે હોય છે?

મ્યુચ્યુઅલ ફંડ્ઝ અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસિઝ (પીએમએસ) રોકાણકારોને વ્યાવસાયિક  ફંડ મેનેજર્સ દ્વારા સંચાલિત થતા પુલ્ડ રોકાણ સાધનમાં તેમના નાણાંનાં રોકાણ દ્વારા શેરો અને બોન્ડ્ઝમાં તેમના નાણાંનું રોકાણ કરવા સક્ષમ બનાવે છે, જ્યારે બીજી બાજુએ આ બંને રોકાણના જુદા જુદા વિકલ્પો છે, જે જુદા જુદા લક્ષ્યો ધરાવે છે અને તેઓ બે ભિન્ન રોકાણકારો માટે છે. વધુ વાંચો

સીએએસ (કન્સોલિડેટેડ એકાઉન્ટ સ્ટેટમેન્ટ) શું છે?

જેમ શાળાનું પ્રગતિ પત્રક બાળકનાં શૈક્ષણિક સત્ર દરમિયાન અલગ-અલગ શિક્ષક દ્વારા ભણાવવામાં આવેલા વિવિધ વિષયોની યોજવામાં આવેલી પરીક્ષાના ગુણ બતાવે છે એવી રીતે કન્સોલિડેટેડ એકાઉન્ટ સ્ટેટમેન્ટ (સીએએસ) ફિઝિકલ સ્ટેટમેન્ટ છે, જે મહિના દરમિયાન વિભિન્ન મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણકારો દ્વારા થયેલા તમામ નાણાકીય વહેવારોની નોંધ ધરાવે છે. વધુ વાંચો

મ્યુચ્યુઅલ ફંડમાં નોમિનેશન શા માટે મહત્વનુ છે અને તેના માટેની પ્રક્રિયા શું છે?

તમે જીવનમાં ઘણાં લક્ષ્યો ધરાવતા હશો અને તમે ઘણાં શમણા સેવ્યાં હશે. તમે આ સપના અને મહત્ત્વકાંક્ષાઓને પૂરી કરવા માટે તમારી કડી મહેનતથી કમાયેલા નાણાંનું રોકાણ કરો છો. તમે તમારા જીવન દરમિયાન અને તમારી ગેરહાજરી એમ બંને સમયે તમારા પ્રિયજનોને તેમના સપના પૂરાં કરવામાં મદદરૂપ થવા માટે પણ રોકાણ કરી શકો છો. વધુ વાંચો

નવા રોકાણકારે કયા ફંડ્ઝમાં રોકાણ કરવું જોઇએ?

ઘણા લોકો અસ્કયામતના અન્ય વર્ગોની તુલનામાં લાંબા ગાળે વધુ સારા વળતરનું સર્જન કરવાની તેમની ક્ષમતા માટે રોકાણ કરવામાં રસ ધરાવે છે, પરંતુ તેઓ જાણતા નથી કે શરૂઆત ક્યાંથી કરવી. મ્યુચ્યુઅલ ફંડ્ઝ જોખમી હોવાથી મોટા ભાગના સંભવિત ગ્રાહકો મહેનતથી કમાવેલા તેમના નાણાંનું તેમાં રોકાણ કરવા માટે શંકાસ્પદ હોય છે. વધુ વાંચો

મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં વિલંબ/ચક્રવૃદ્ધિની અસર

તમે જ્યારે લાંબા સમયગાળા માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો ત્યારે તમને મળતું વળતર ચક્રવૃદ્ધની અસર ધરાવે છે. જો કે તમે તમારા રોકાણમાં થોડા વર્ષોનો વિલંબ કરો છો તો તમે તેને ગુમાવી દો છો. વધુ વાંચો

અનિયંત્રિત થાપણ યોજના (અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ) શું છે?

એવી ઘણી ઘટનાઓ બની છે કે જેમાં ભોળા રોકાણકારો બજારમાં ઉપલબ્ધ રોકાણની યોજનાઓ કરતા ઓછા જોખમ સાથે ઉચ્ચ વળતરનું વચન આપતી યોજનાઓમાં રોકાણ કરવા માટે લલચાય છે. આવી અનિયંત્રિત રોકાણની યોજનાઓને પોન્ઝી સ્કીમ કહેવાય છે અને તેમાં અત્યંત ભારે જોખમ હોય છે. વધુ વાંચો

સેક્ટરલ મ્યુચ્યુઅલ ફંડ્સ શું છે?

સેકટરલ ફંડ્સએ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ છે જે ચોક્કસ ઉદ્યોગમાં કાર્યરત વ્યવસાયો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમ કે ટેકનોલોજી, હેલ્થ કેર, એનર્જી, અથવા ફાઇનાન્સીઅલ સર્વિસીઝ અથવા અન્ય કોઈપણ સેક્ટર. તેઓ તે સેક્ટરના શેરોમાં ઓછામાં ઓછા 80% ફંડનું રોકાણ કરે છે, જ્યારે સેક્ટર સારું પ્રદર્શન કરે ત્યારે સંભવિત વળતર આપે છે. જો કે, આ રોકાણનો અભિગમ સેક્ટર એકાગ્રતાને કારણે વધુ જોખમ સાથે આવે છે. વધુ વાંચો

વિલંબિત રોકાણ માટે ચુકવવી પડતી કિંમત

એક અનુમાન કરો કે શિયાળાની ઋતુ દરમિયાન એર કન્ડિશનર (AC) ખરાબ થાય છે. તમે એવું માનો છો કે અત્યારે પૂરતું તેને રિપેર કરાવવાની જરૂર નથી અને તમે તેનું રિપેરિંગ મુલતવી રાખો છો. પરંતુ જ્યારે ઉનાળો શરૂ થાય છે અને ગરમી અસહ્ય બની જાય છે ત્યારે તમારે ફરજિયાત AC રિપેર કરાવવું પડે છે. કમનસીબે, આ એવો સમય હોય છે જ્યારે માંગ સૌથી વધારે છે, અને રિપેર કરવા માટે ટેક્નિશિયન મળવો મુશ્કેલ છે. વધુ વાંચો

ડીડીટી મારા રોકાણોને કેવી રીતે અસર કરે છે?

એપ્રિલ 2020 પહેલાં, મ્યુચ્યુઅલ ફંડ ડિવિડન્ડ રોકાણકારો માટે કર-મુક્ત હતું એટલે કે તેમણે પોતાના મ્યુચ્યુઅલ ફંડ રોકાણો પર થતી ડિવિડન્ડની આવક પર કોઈ આવકવેરો ચૂકવવો પડતો નહોતો. ચોખ્ખી વિતરણનેપાત્ર સરપ્લસની ગણતરી કરવા માટે ફંડ હાઉસ દ્વારા વિતરણને પાત્ર સરપ્લસ (નફો)માંથી ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યૂશન ટેક્સને (DDT) બાદ કરી દેવાતો હતો. વધુ વાંચો

જો મારી પાસે પૂરતી બચત થયેલી જ હોય તો પછી મારે શા માટે નિવૃત્તિ અંગે પ્લાનિંગ કરવું જોઇએ?

અત્યારે તમારી ઉંમર ભલે ગમે તે હોય અને આર્થિક સ્થિતિ ગમે તેવી હોય, તમે ક્યારેય નથી જાણતા કે આવતીકાલે શું થવાનું છે. જો તમે આવતીકાલ વિશે નિશ્ચિત ના હોવ તો, શું તમે ખાતરી છે કે, તમે નિવૃત્તિ માટે જે પણ બચત કરી છે તે તમારા જીવનના છેલ્લા દિવસ સુધી રહેશે? આયુષ્ય અને તબીબી ખર્ચા બંને વધતા જશે અને તમે નથી જાણતા કે, તમારી નિવૃત્તિનો તબક્કો એક દાયકો ચાલશે કે ત્રણ દાયકા સુધી. વધુ વાંચો

રોકાણકારને વર્ગીકૃત્ત કરી શકાય એવા જોખમ પ્રોફાઇલનાં વિભિન્ન પ્રકારો કયા છે?

જેમ આપણે જોખમ આધારિત મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સની વિભિન્ન કેટેગરી ધરાવીએ છીએ તેમ આપણે રોકાણકારોને પણ તેમના જોખમ પ્રોફાઇલને આધારે આવી જ કેટેગરીમાં વર્ગીકૃત્ત કરીએ છીએ. રોકાણકારોને બે પરિબળોને આધારે આક્રમક, સાધારણ અને રૂઢીચુસ્ત જોખમ પ્રોફાઇલમાં વર્ગીકૃત્ત કરી શકાય છે. રોકાણકારની જોખમ પ્રોફાઇલ તેમની/તેણીની જોખમ લેવાની ક્ષમતા (જોખમ ક્ષમતા) અને જોખમ ગ્રહણ કરવાની ઇચ્છા (જોખમ અનિચ્છા) પર આધાર રાખે છે. વધુ વાંચો

ઇક્વિટી ફંડમાં જોખમોના વિભિન્ન પ્રકારો

બજાર જોખમ, ઇક્વિટી ફંડને અસર કરતું પ્રાથમિક જોખમ છે. સમગ્ર શૅરબજારને અસર કરતાં વિભિન્ન કારણોને લીધે, જામીનગીરીઓનાં મૂલ્યમાં નુકસાન થવાનું જે જોખમ રહેલું છે, તે જોખમને બજાર જોખમ કહેવાય છે. તેથી બજાર જોખમને સિસ્ટમેટિક રિસ્ક (તંત્રગત જોખમ) તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે કે એવું જોખમ જેને વહેંચી દઇને દૂર કરી શકાય નહીં. વધુ વાંચો

મહિલાઓ માટે નાણાકીય સ્વતંત્રતા કેમ મહત્વની છે?

છેલ્લા બે દાયકામાં ખાસ કરીને મહિલાઓના સંદર્ભે નાણાકીય સ્વતંત્રતા અંગે ઘણું લખાયું અને બોલાયું છે. પરંતુ મહિલાઓ માટે નાણાકીય સ્વતંત્રતા એટલે શું? આ વ્યક્તિલક્ષી બાબત છે અને જુદીજુદી મહિલાઓ તેનો અલગ અલગ અર્થ કાઢી શકે છે. કામ કરતી મહિલાઓ માટે, નાણાકીય સ્વતંત્રતાનો અર્થ પોતાના નાણાકીય નિર્ણયો જાતે કરવા અથવા પોતાને નાણાકીય રીતે ટકાવી રાખવા માટે સમક્ષ રહેવું એમ થઈ શકે છે. વધુ વાંચો

સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ શું છે?

સ્મોલ-કેપ ફંડ્સ એ મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ છે જે તેમની કુલ સંપત્તિના ઓછામાં ઓછા 65% સ્મોલ કેપ કંપનીઓની ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે. સ્મોલ કેપ કંપનીઓ સામાન્ય રીતે રૂ. 100 કરોડથી ઓછી બજાર મૂડી ધરાવતી હોય છે, માર્કેટ કેપિટલાઇઝેશન દ્વારા ટોચની 250 કંપનીઓની બહાર આવી રહી છે, જો કે તેમની વ્યાખ્યા બજાર મધ્યસ્થીઓમાં બદલાઈ શકે છે. વધુ વાંચો

ડાયનેમિક બોન્ડ ફંડ્સ એ શું છે?

ડાયનેમિક બોન્ડ ફંડ્સ એ ડેટ ફંડની કેટેગરીમાં આવે છે જે તેના રોકાણના સમયગાળાના સંચાલનમાં તેની ફ્લેક્સીબિલિટી માટે જાણીતા છે. તેનો પ્રાથમિક ઉદ્દેશ વળતરને વધારવાની તકો મળે ત્યારે અર્થતંત્રમાંના વ્યાજદરોમાં ફેરફારનો લાભ ઉઠાવવાનો છે. ફંડ્સ મેનેજર દ્વારા ફંડના પોર્ટફોલિયોમાં બોન્ડના સમયગાળાનું સમાયોજન કરીને વ્યાજદરના પ્રવર્તમાન ટ્રેન્ડ અનુસાર ફેરફાર કરીને આ ધ્યેયને હાંસલ કરાય છે. વધુ વાંચો

ડિવિડન્ડથી ગ્રોથ ફંડમાં સ્વિચ કરતી વખતે રોકાણકારોએ શું ધ્યાનમાં લેવું જોઇએ?

ધારો કે તમે ફ્લાયઈન્ડિયા એરલાઇન્સ પર બેંગલોરથી ચેન્નઇની સવારની 8 વાગ્યાની ફ્લાઇટ બુક કરાવી છે. તમને અહેસાસ થાય છે કે તમે ફ્લાઇટ ખોટી બુક કરાવી છે અને તમારે ફરી બુકિંગ કરાવવું પડશે. તમને શું લાગે છે ફ્લાયઈન્ડિયા કયા પ્રકારના ચાર્જ લાગુ કરશે? સમાન એરલાઇન, પ્રવાસની સમાન તારીખ, સમાન ગંતવ્ય સ્થળ અને સમાન પ્રવાસી હોવા છતાં પણ તમે નિર્ણય બદલ્યો હોવાથી તમારે પેનલ્ટી ચુકવવી પડશે!  વધુ વાંચો

ઇન્ડેક્સ્ડ ફંડ્ઝ શું છે?

ઇન્ડેક્સ ફંડ્ઝ લોકપ્રિય બજાર ઇન્ડાઇસિસનું અનુકરણ કરતા નિષ્ક્રિય મ્યુચ્યુઅલ ફંડ્ઝ છે. ફંડ મેનેજર ફંડ પોર્ટફોલિયોનું નિર્માણ કરવા માટે ઉદ્યોગો અને સ્ટોક્સને પસંદ કરવામાં પ્રવૃત્ત ભૂમિકા ભજવતા નથી, પરંતુ અનુસરણ કરતા હોય એવા ઇન્ડેક્સની રચના કરતા તમામ શેરોમાં રોકાણ કરે છે. ફંડમાં સ્ટોક્સનું વેઇટેજ ઇન્ડેક્સમાં દરેક સ્ટોકનાં વેઇટેજને બારીકાઇથી મેચ કરે છે. વધુ વાંચો

નિવૃત્તિ માટે નાણાકીય આયોજન શરૂ કરવાની યોગ્ય વય કઈ છે?

તમારી નિવૃત્તિ માટે યોજના ઘડવાની અને રોકાણ કરવાની શરૂઆત કરવાનો શ્રેષ્ઠ સમય આજે જ શરૂ થાય છે, પછી ભલે તમારી વય અને જીવનમાં નાણાકીય સ્થિતિ ગમે તેટલી હોય. ધ્યેય માટે તમે જેટલી વહેલી તકે રોકાણ કરવાની શરૂઆત કરો તેટલો વધુ સમય ચક્રવૃદ્ધિ થવા માટે તમારા નાણાંને મળે છે. ધારો કે તમારી વય આજે 30 વર્ષની છે અને તમે આગામી 30 વર્ષ માટે રૂ. 2000ની માસિક એસઆઇપી શરૂ કરો છો. વધુ વાંચો

મ્યુચ્યુઅલ ફંડમાં અસ્થિરતાનો ડર શા માટે રાખવો ન જોઇએ?

લૉંગડ્રાઇવ દરમિયાન શું તમે તમારી ઝડપ કે સ્થળ અંગે અને ત્યાં કેવી રીતે પહોંચવું તેની ચિંતા કરો છો? સ્વાભાવિક રીતે તમે બમ્પ્સ ગણતા નથી, પરંતુ સુરક્ષિત રીતે અને સમયસર તમારાં નિર્ધારિત સ્થળે પહોંચવા પર ધ્યાન કેન્દ્રિત કરો છો. આ જ બાબત મ્યુચ્યુઅલ ફંડ માટે લાગુ થાય છે. વધુ વાંચો

શું મારે લક્ષ્યાંક વિના મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરવાની શરૂઆત કરવી જોઇએ?

મ્યુચ્યુઅલ ફંડ્ઝ તમને અમુક સમયગાળા પછી તમારા નાણાકીય લક્ષ્યાંકો હાંસલ કરવામાં મદદ કરે છે. તો શું તેનો અર્થ એવો થાય છે કે તમારા મગજમાં વિશેષ લક્ષ્યાંક હોય માત્ર તો જ તમારે મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરવાનો વિચાર કરવો જોઇએ, નહીંતર વિચાર કરવો જોઇએ નહીં? ના ! વધુ વાંચો

રોકાણમાં નવા યુગના ડિજિટલ ટ્રેન્ડ્સઃ તેઓ કેવો દેખાવ કરે છે

નાણાકીય સેવા ક્ષેત્રમાં ઘણા ફેરફારો આવ્યા છે, જે ટેકનોલોજીમાં અદ્યતનપણાને આભારી છે. આજે, તમે ચૂકવણી કરવા, ખરીદવા અને રોકાણ માટે પણ ઓનલાઈન વ્યવહાર કરી શકો છો. વધુ વાંચો

ફ્લેક્સિ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ વિશે તમારે જે જાણવું જરૂરી છે તે અહીં આપ્યું છે

ફ્લેક્સિ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ એક જ રોકાણ દ્વારા લાર્જ-કેપ, મિડ-કેપ અને સ્મોલ-કેપ ફંડ્સની સુલભતા આપે છે. આ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ ઓપન-એન્ડેડ છે અને ફંડ મેનેજરને તમામ સેક્ટરમાં વિવિધ માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવતી કંપનીઓ પસંદ કરવાની છૂટ આપે છે. વધુ વાંચો

મ્યુચ્યુઅલ ફંડ્સને કેવી રીતે રિડિમ કરવા?

રોકાણ જગતમાં, ફ્લેક્સીબિલિટી જ ચાવી છે, અને રોકાણકારે તેમના મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડિંગ્સને રોકડમાં તબદિલ કરવાની જરૂર ઉદભવે ત્યારે જ હિલચાલ આવે છે. રોકાણકાર વ્યક્તિગત નાણાકીય જરૂરિયાતોને લીધે અથવા તો રોકાણકાર જે ઉદ્દેશ માટે રોકાણ કરી રહ્યા હોય, ટેક્સ ક્રેડિટ, નિવૃત્તિ વગેરેને હાંસલ કરવા માટે તેમના મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડિંગ્સને વેચવાનું પસંદ કરી શકે છે. વધુ વાંચો

મની માર્કેટ ફંડ શું છે?

મની માર્કેટ ફંડ મ્યુચ્યુઅલ ફંડનો એક પ્રકાર છે જે મુખ્યત્વે એક વર્ષની અંદર પરિપક્વ થતાં હોય તેવા મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરે છે. મની માર્કેટનો અર્થ છે નાણાકીય બજાર, જે ખૂબ જ ટૂંકાગાળાના ફિક્સ-ઇન્કમ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે સંબંધ ધરાવે છે. વધુ વાંચો

નાણાકીય બજારોમાં કેવાયસીની રજૂઆત કેમ કરવામાં આવી હતી ?

નાણાકીય બજારોમાં કેવાયસીને રજૂ કરવા પાછળનાં મુખ્ય કારણો પૈકીનું એક છેતરપિંડી, કરચોરી અને નાણાંની હેરફેરના કિસ્સાઓને મર્યાદિત કરવાનો/રોકવાનો હતો. આમ કરવા માટે કોઇ પણ નાણાકીય વહેવારોના કિસ્સામાં તેના સ્ત્રોત અને ગંતવ્ય સ્થાન શોધવું આવશ્યક છે. અહીં કેવાયસીને મજબૂત કરવામાં આવી હતી અને રોકાણ તથા બેંક ખાતાઓના કિસ્સામાં આ પ્રક્રિયાને ફરજિયાત અને આકરી બનાવવામાં આવી હતી.  વધુ વાંચો

વધુ સારો વિકલ્પ કયો છેઃ ગ્રોથ કે ડિવિડન્ડ પેઆઉટ?

જો કોઇ તમને પૂછે કે મારે કઈ કાર ખરીદવી જોઇએ, એસયુવી કે પ્રિમિયમ હેચબેક, તમારી સલાહ શું હશે? તમે કદાચ પૂછશો કે આ કાર ખરીદવા પાછળનું તમારું મુખ્ય કારણ શું છે? શું તમે તમારા પરિવાર માટે ક્યાંય દૂર જવા માગો છો કે તમારે શહેરોના માર્ગો પર નિયમિત ડ્રાઇવિંગ માટે યોગ્ય હોય એવી અનુકૂળ કાર જોઇએ છે? વધુ વાંચો

રોકાણ કરવા માટેનો વધુ સારો વિકલ્પ કયો છેઃ ઇટીએફ કે ઇન્ડેક્સ ફંડ્ઝ?

ઇન્ડેક્સ મ્યુચ્યુઅલ ફંડ્ઝ અને ઇટીએફ નિષ્ક્રિય રોકાણનાં સાધનો છે, જે અન્ડરલાઇંગ બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં રોકાણ કરે છે. ઇન્ડેક્સ ફંડ્ઝ મ્યુચ્યુઅલ ફંડ્ઝની જેમ સંચાલિત થાય છે, જ્યારે ઇટીએફ શેરોની જેમ ટ્રેડ થાય છે. તેથી સમાન નિષ્ક્રિય રોકાણની વ્યુહરચના માટે એકની સામે બીજાની પસંદગી તમારા રોકાણની અગ્રીમતા પર આધાર રાખે છે. વધુ વાંચો

જો મ્યુચ્યુઅલ ફંડ દ્વારા બધાંમાં થોડું થોડું જોખમ વહેંચાઇ જતું હોય, તો તેમને જોખમી કેમ ગણવામાં આવે છે?

મ્યુચ્યુઅલ ફંડ જામીનગીરીઓમાં રોકાણ કરે છે, પછી તે ઇક્વિટી હોય કે ડેટ હોય અને બજારની વધઘટ સાથે, તેમના ભાવ પણ વધે છે અથવા ઘટે છે. આ તેમને જોખમી બનાવે છે, કારણ કે ફંડની એનએવી, ફંડના પોર્ટફોલિયોમાંની દરેક જામીનગીરીના ભાવ પર આધાર રાખે છે પરંતુ મ્યુચ્યુઅલ ફંડ વિભિન્ન ક્ષેત્રોની જામીનગીરીઓમાં રોકાણ કરે છે અને આ રીતે, તેમના દ્વારા બજારનું આ જોખમ બધાંમાં થોડું થોડું વહેંચાઇ જાય છે. . વધુ વાંચો

રોકાણ કરતા પહેલાં અફવાહો સાથે કેવી રીતે કામ પાર પાડવું?

એવું કેટલી વાર બને છે કે તમારી આજુબાજુના પરિચિત લોકોએ શેરબજારમાં એ કારણથી નાણાં ગુમાવેલા હોય છે કારણ કે તેઓ એ ધારી નથી શકતા કે આગામી ક્ષણે બજાર કઈ તરફ જશે અથવા તો બજાર હવે કઈ દિશામાં જશે તેની જાણકારી હોવાને લીધે તેમણે નાણાં બનાવ્યા હોય? વધુ વાંચો

શા માટે તમારે લાર્જ કેપ ફંડમાં રોકાણ કરવા અંગે વિચાર કરવો જોઇએ?

લાર્જ-કેપ ફંડ તેમની બજાર મૂડીના આધારે ભારતની ટોચની 100 કંપનીઓમાં રોકાણ કરે છે. તમે આ ફંડ્સમાં રોકાણ કરો છો, ત્યારે ફંડ મેનેજરો દ્વારા ખૂબ મોટી બજાર મૂડી ધરાવતી જાણીતી કંપનીઓમાં તમારા નાણાં ફાળવવામાં આવે છે. વધુ વાંચો

એસઆઇપી વિરુદ્ધ એસટીપી – તફાવત જાણો

સિસ્ટેમેટિક ટ્રાન્સફર પ્લાન (એસટીપી) અથવા સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (એસઆઇપી)નો અર્થ સમાન છે, જે સ્થાયી પુનરાવૃત્તિ પર નિયમિત રોકાણ કરવામાં સહાય કરે છે. જોકે, તેઓ તેમની કામગીરીમાં અલગ છે. આપણે બંનેને પ્રત્યક્ષ રીતે તથા એસઆઇપી અને એસટીપી વચ્ચેના તફાવતને સમજી શકીએ છીએ. વધુ વાંચો

મ્યુચ્યુઅલ ફંડમાં કોઈએ કેટલા સમય સુધી રોકાણ કરી રાખવું જરૂરી છે?

રોકાણ સ્થળ પસંદ કરતા પહેલા સૌથી મહત્ત્વપૂર્ણ વિચારો પૈકીનો એક અપેક્ષિત “સમય ક્ષિતિજ” છે, એટલે કે દિવસો, મહિના કે વર્ષોનો સમય, જેમાં રોકાણકાર રોકાણ જાણવી રાખવાનો ઇરાદો ધરાવતા હોય. અને આ બધુ મહત્ત્વપૂર્ણ શા માટે છે? વધુ વાંચો

ડેટ ફંડ્ઝના દેખાવને શેનાથી અસર થાય છે?

ડેટ ફંડ્ઝ આપણા નાણાંનું રોકાણ વ્યાજ વેઠતી જામીનગીરીઓ જેવી કે બોન્ડ્સ અને નાણાં બજારનાં સાધનોમાં કરે છે, જે નિયમિત વ્યાજની ચુકવણી કરવાનું વચન આપે છે. આ વ્યાજની ચુકવણી ફંડ્ઝ દ્વારા પ્રાપ્ત થાય છે, જેના બદલામાં તે ફંડના રોકાણકાર તરીકે આપણને પ્રાપ્ત થનારા કુલ વળતરમાં યોગદાન આપે છે. વધુ વાંચો

ડાઇરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ મંચમાં રોકાણ કરવું કેટલું સુરક્ષિત છે?

એવી ઘણી ફિનટેક કંપનીઓ છે જે વિના મૂલ્યે કે ફી સાથે ડાઇરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ રોકાણ મંચો ઓફર કરે છે. આમાંના મોટા ભાગનાં મંચો સેબી સમક્ષ નોંધણી પામેલા હોય છે, આમ સારું નિયમન ધરાવતા હોય છે અને સેબી દ્વારા ફરજિયાત બનાવેલી સુરક્ષા તથા ગોપનીયતાની માર્ગદર્શિતા દ્વારા નિયંત્રિત હોય છે. આજે ફોર્ચ્યુન 500 કંપનીઓ પણ હેક થઈ શકતી હોય તો આજ રીતે મ્યુચ્યુઅલ ફંડ્ઝ મંચો પણ હેક થઈ શકે છે. વધુ વાંચો

ઓવરનાઇટ ફંડ એટલે શું?

ઓવરનાઇટ ફંડ, તમામ મ્યુચ્યુઅલ ફંડમાં સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. જો તમે મ્યુચ્યુઅલ ફંડ માટે નવા હો અને મોટું રોકાણ કરો તે પહેલાં તેમને અજમાવવા માગતા હો તો ઓવરનાઇટ ફંડ તમારા માટે છે.  વધુ વાંચો

મ્યુચ્યુઅલ ફંડમાં સીધી અને નિયમીત યોજનાની વચ્ચે કઈ રીતે પસંદગી કરવી?

તમે જ્યારે વિતરક જેવા મધ્યસ્થી મારફતે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો ત્યારે અંતે તમે સ્કિમનાં રેગ્યુલર પ્લાનમાં જ રોકાણ કરશો. મધ્યસ્થી મારફતે રોકાણ કરવાના નિશ્ચિત લાભ હોય છે. તમારા વિતરક તમને ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના ધ્યેયો માટે યોગ્ય હોય એવી સ્કિમ્સની પસંદગી કરવામાં તમને મદદ કરી શકે છે. વધુ વાંચો

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની શરૂઆત કરવાનો સૌથી સરળ માર્ગ કયો છે?

બેંક ખાતું ખોલવા માટે શરૂઆતમાં જેમ કેટલાક પેપરવર્કની જરૂર હોય છે અને ત્યાર પછી તમે તેની તમામ સેવાઓનો મુશ્કેલી રહિત ઉપયોગ કરી શકો છો એવી રીતે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ પણ આ પ્રકારનો જ અનુભવ પૂરો પાડે છે. તમારા મ્યુચ્યુઅલ ફંડની સફરનો આરંભ કરવા માટેની પાયારૂપ જરૂરિયાત, ખરાઇ માટે આવશ્યક દસ્તાવેજો પૂરા પાડીને તમારું કેવાયસી પૂર્ણ કરવું તે છે. વધુ વાંચો

SIP અને મ્યુચ્યુઅલ ફંડ વચ્ચે શું તફાવત છે?

વિવરણ: મ્યુચ્યુઅલ ફંડ અને SIP મ્યુચ્યુઅલ ફંડ એ ફાઇનાન્સિયલ પ્રોડક્ટ છે, જ્યારે SIP એ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવાની એક રીત છે. જ્યારે તમે SIP પદ્ધતિ પસંદ કરો છો, ત્યારે પણ તમે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ કરી રહ્યાં છો. ચાલો જાણીએ કે, મ્યુચ્યુઅલ ફંડ અને SIPમાં રોકાણ તમને તમારા નાણાકીય ભવિષ્યને સુરક્ષિત કરવામાં કેવી રીતે મદદ કરી શકે છે વધુ વાંચો

મ્યુચ્યુઅલ ફંડમાં ટોટલ રિટર્ન ઇન્ડેક્સ (TRI) શું છે ?

ટોટલ રિટર્ન ઇન્ડેક્સ (TRI) ઇક્વિટી ઇન્ડેક્સનું મૂલ્યાંકન કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.  ઇન્ડેક્સનો ટોટલ રિટર્ન પ્રકાર (TRI) એવા તમામ ડિવિડન્ડ્સ/વ્યાજની ચુકવણીઓને ધ્યાનમાં લે છે, જે મૂડી લાભ ઉપરાંત ઇન્ડેક્સ બનાવતા ઘટકોનાં બાસ્કેટમાંથી ઉત્પન્ન થાય છે. તેથી, TRI મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓના દેખાવની તુલનામાં બેન્ચમાર્ક તરીકે વધુ યોગ્ય છે. વધુ વાંચો

ઇક્વિટી અને ડેટ ફંડ વચ્ચેનો તફાવત શું છે?

“શું તમામ મ્યુચ્યુઅલ ફંડ્ઝ એક સરખા નથી? આખરે આ મ્યુચ્યુઅલ ફંડ છે, ખરું ને?”  ગોકુલે પૂછ્યું. તેમના મિત્ર હરિશ કે જે મ્યુચ્યુઅલ ફંડના વિતરક છે તેમણે સ્મિત આપ્યું. ઘણા લોકો પાસેથી આવા પ્રશ્નો તેમને વારંવાર પૂછવામાં આવ્યા છે. વધુ વાંચો

શું મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં ઓનલાઇન રોકાણ કરવું સુરક્ષિત છે?

તમે સૌ પ્રથમ વખત વિમાનમાં ઉડાન ભરી હતી તે અનુભવને યાદ કરો. શું તમારા પેટમાં અજીબ બેચેની થઈ હતી કે ઊબકા જેવું લાગ્યું હતું ? આખરે જ્યારે વિમાન ઊંચાઇ પર પહોંચ્યું ત્યારે શું તમે નિશ્ચિંત નહોતા થયા ? 30,000 ફૂટની ઊંચાઇ પર ઉડાન, બાંધેલો સીટ બેલ્ટ અને સક્ષમ પાયલટની સાથે હુંફ આપતા કેબિન ક્રુ તમારી સંભાળ લેવા માટે હોય છે. વધુ વાંચો

ડેટ ફંડ્ઝમાં સામેલ જોખમો કયા છે?

તમે નવો કારોબાર શરૂ કરનાર તમારા મિત્રને 8%ના દરે રૂ. 5 લાખ ઉછિના આપ્યા છે (જે બેંકના 7%ના દર કરતા ઊંચું છે). તમે તેને વર્ષોથી જાણો છો તેમ છતાં પણ તમારી સામે જોખમ છે કે તે તમારા નાણાં સમયસર પરત ન પણ કરી શકે કે પાછા ન પણ આપે. બેંકનો દર વધીને 8.5% થઈ શકે છે અને તમે 8%માં અટવાઇ જાઓ છો.  વધુ વાંચો

રોકાણકારના દરજ્જાને સગીરથી બદલીને પુખ્ત કરવાની પ્રક્રિયા શું છે?

સગીરો તેમના પાલક/માતા-પિતા મારફતે મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરી શકે છે. આવા કિસ્સામાં સગીર પ્રથમ અને એક માત્ર ખાતા ધારક હોય છે અને તેમનું પ્રતિનિધિત્ત્વ સગા પાલક (પિતા/માતા) અથવા કાનૂની પાલક (કોર્ટ દ્વારા નિયુક્ત) દ્વારા થાય છે. સગા પાલક દ્વારા પ્રતિનિધિત્ત્વ થતું હોય તે સગીર 18 વર્ષે પુખ્ત બને છે, જ્યારે કાનૂની પાલક દ્વારા પ્રતિનિધિત્ત્વ થતું હોય તે સગીર 21 વર્ષે પુખ્ત બને છે. વધુ વાંચો

ઓવરનાઇટ ફંડ્સ કેટલા સુરક્ષિત છે?

જો તમે એવા મ્યુચ્યુઅલ ફંડ શોધી રહ્યા હોવ જેમાં નુકસાનનું કોઇ જોખમ ના હોય તો, એવા કોઇ નથી! તમામ મ્યુચ્યુઅલ ફંડ્સ એક યા બીજા પરિબળોના જોખમોને આધિન હોય છે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ બજારના જોખમોને આધિન હોય છે જ્યારે, ડેબ્ટ મ્યુચ્યુઅલ ફંડ્સ વ્યાજદરો અને નાદારીના જોખમને આધિન હોય છે. ડેબ્ટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં, પોર્ટફોલિયોની સરેરાશ પરિપકવતાના આધારે જોખમનું પ્રમાણ અલગ અલગ હોય છે. વધુ વાંચો

ઇન્ડેક્સ ફંડ્ઝ અને તેમની સાથે સંકળાયેલા જોખમો

ઇન્ડેક્સ ફંડ્ઝ લોકપ્રિય બજાર ઇન્ડેક્સ જેવા કે સેન્સેક્સ કે નિફ્ટીનું અનુકરણ કરતા મ્યુચ્યુઅલ ફંડ્ઝ છે, જે નિષ્ક્રિય રીતે સંચાલિત થતા હોય છે. વધુ વાંચો

શું મ્યુચ્યુઅલ ફંડમાંથી મારું રોકાણ પાછું ખેંચવું મુશ્કેલ છે?

શું તમે મ્યુચ્યુઅલ ફંડમાં તમારાં નાણાંનું રોકાણ કર્યા પછી તેમના સુધીની પહોંચ ગુમાવી દો એ અંગે ચિંતિત છો?  હકીકતમાં, તમારે જ્યારે પણ જરૂર હોય ત્યારે તમે તમારાં નાણાં ઉપાડવાની સંપૂર્ણ સ્વતંત્રતા ધરાવો છો. ઘણા રોકાણકારો વિચારે છે કે તેમનાં નાણાં બ્લોક થઈ ગયાં છે, કારણ કે તેમણે રિડમ્પશનની કષ્ટદાયક પ્રક્રિયામાંથી પસાર થવું પડી શકે છે. વધુ વાંચો

ESG ફંડ્સ વિશે તમારે જે જાણવું જરૂરી છે તે અહીં આપ્યું છે

ESG એટલે એન્વાયર્નમેન્ટલ (પર્યાવરણીય), સોશિયલ (સામાજિક) અને ગવર્નન્સ (શાસન). આ ફંડના મોટા ભાગના પોર્ટફોલિયોમાં એવી કંપનીઓના શેર અને બોન્ડ સામેલ હોય છે જેનું તેમની પર્યાવરણીય, સામાજિક અને શાસન પ્રથાઓ માટે મૂલ્યાંકન કરાયું હોય.આવા રોકાણોની પસંદગી કરીને, તમે સક્રિયપણે ટકાઉ વૃદ્ધિ અને વ્યવસાયના જવાબદારપૂર્ણ આચરણને પ્રોત્સાહન આપો છો. ESG વિશે વિગતવાર સમજ વધુ વાંચો

SIPના લાભો કયા છે?

એક SIP (સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન) રોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડમાં નિયમિત સમયાંતરે નિશ્ચિત રકમના રોકાણ માટે અનુમતિ આપે છે. પ્રાથમિક રીતે, SIP અથવા સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન સરળ ભાષામાં નિયમિત સમયાંતરે નાની રકમનું રોકાણ કરે છે. SIPના મુખ્ય લાભો છેઃ વધુ વાંચો

શા માટે કોઇએ ફિક્સ્ડ ઇન્કમ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવું જોઇએ?

ફિક્સ્ડ-ઇન્કમ મ્યુચ્યુઅલ ફંડ, (મ્યુચ્યુઅલ ફંડનું એક સ્વરૂપ) કોર્પોરેટ બોન્ડ્સ, સરકારી બોન્ડ્સ, મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને અન્ય ડેબ્ટ સિક્યોરિટીઝ જેવી ફિક્સ્ડ-ઇન્કમ એસેટ્સમાં ફંડની એસેટ ફાળવણી અને સેબી દ્વારા પરવાનગી આપેલી માર્ગદર્શિકા અને મર્યાદાઓ અનુસાર રોકાણ કરે છે. તેમનો ઉદ્દેશ્ય વ્યાજ અને મૂડી વૃદ્ધિ દ્વારા વળતર મેળવવાનો હોય છે. વધુ વાંચો

કોઈ સ્કીમ પસંદ કરવામાં રોકાણ સલાહકાર અથવા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટરની ભૂમિકા શું હોય છે?

સામાન્યપણે જ્યારે લોકો પોતાની જાતે સ્કિમ પસંદ કરે છે ત્યારે તેઓ તેમના દેખાવને આધારે પસંદગી કરે છે. તેઓ એ ધ્યાનમાં નથી લેતા કે પાછલા દેખાવ યથાવત રહી ન પણ શકે. સ્કિમનું મૂલ્યાંકન સ્કિમના વિભિન્ન ગુણધર્મો જેવા કે સ્કિમના ઉદ્દેશ, રોકાણવિશ્વ, ફંડ દ્વારા લેવામાં આવતા જોખમ વગેરેની કામગીરી છે. આના માટે રોકાણકારે સમય અને પ્રયત્ન હાથ ધરવા પડે છે. વધુ વાંચો

મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સ રિડિમ કરતી વખતે વ્યક્તિને કેટલો ખર્ચ વેઠવો પડે છે?

ઓપન-એન્ડેડ મ્યુચ્યુલ ફંડ્ઝ રોકાણકારોને નિશ્ચિત અવધિ પછી તેમના યુનિટ્સને વિના ખર્ચે રિડિમ કરવા સક્ષમ બનાવે છે. જો રોકાણકાર તેમના/તેણીના યુનિટ્સ આવશ્યક કરેલી અવધિ પહેલા રિડિમ કરવા માગતા હોય તો એક્ઝિટ લોડ લાદવામાં આવે છે. જો રોકાણકાર ફંડમાં નિશ્ચિત કરેલો સમય પૂર્ણ થાય તે પહેલા તેમના રોકાણનું વેચાણ કરે તો મ્યુચ્યુઅલ ફંડ્ઝ એક્ઝિટ લોડ લાદે છે. વધુ વાંચો

ઓવરનાઇટ ફંડ્ઝ લિક્વિડ ફંડ્ઝ કરતા અલગ કેવી રીતે હોય છે?

સમય ક્ષિતિજ અને જોખમ પ્રોફાઇલની દૃષ્ટિએ ડેટ ફંડ્ઝમાં ઓવરનાઇટ ફંડ્ઝનો રેન્ક લિક્વિડ ફંડ્ઝ કરતા સહેજ નીચે આવે છે. ઓવરનાઇટ ફંડ્ઝ આગામી દિવસે પાકતી ડેટ જામીનગીરીઓમાં રોકાણ કરે છે. લિક્વિડ ફંડ્ઝ 91 દિવસની અંદર પાકતી જામીનગીરીઓમાં રોકાણ કરે છે. વધુ વાંચો

શું ડેટ ફંડ જોખમ મુક્ત હોય છે?

એક એવી ગેરસમજ છે કે ડેટ ફંડ કોઇ જોખમ ધરાવતા નથી, કારણ કે તે ઇક્વિટીમાં રોકાણ કરતા નથી. એ વાત સાચી છે કે ડેટ ફંડ ઇક્વિટી ફંડની તુલનામાં ઓછા જોખમી હોય છે, પરંતુ એનો અર્થ એવો નથી થતો કે ડેટ ફંડ એવી  ખાતરી આપે છે કે તમારાં નાણાંને ક્યારેય નુકસાન નહીં થાય. વધુ વાંચો

ગ્રોથ અને ડિવિડન્ડ વિકલ્પો વચ્ચેનો શું તફાવત છે?

કેટલાક રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડમાં જોડાય છે, કારણ કે તેઓ લાંબા ગાળે સંપત્તિનું સર્જન કરવા માગતા હોય છે. તેઓ તેમની કારકિર્દીના આરંભિક ભાગથી રોકાણ કરવાનું શરૂ કરે છે. પછી એવા પણ રોકાણકારો હોય છે જેઓ નિવૃત્તિ તરફ જઈ રહ્યા હોય છે અથવા તેમની પાસે રોકાણ કરવા માટે નિવૃત્તિનું ભંડોળ હોય છે, જે જીવનના નિવૃત્તિના તબક્કા દરમિયાન તેમના આવકના અન્ય સ્રોતનો ઉમેરો કરી શકે છે. વધુ વાંચો

અલ્ટ્રા-શોર્ટ ડ્યુરેશન ફંડ્ઝ વિશે તમારે જે જાણવાની જરૂર છે તે અહીં આપેલું છે

અલ્ટ્રા-શોર્ટ ડ્યુરેશન ફંડ્ઝ 3 થી 6 મહિનાની વચ્ચે મેકોલેની અવધિ સાથે ટૂંકા ગાળાની ડેટ જામીનગીરીઓમાં રોકાણ કરે છે. તેઓ બજારનાં જોખમોને આધિન, નીચા જોખમના અભિગમ સાથે લિક્વિડ ફંડ્ઝ કરતા સહેજ ઊંચા વળતર ઓફર કરી શકે છે. તેમનો મુખ્ય ઉદ્દેશ ટૂંકા ગાળાની અવધિમાં વળતરનું સર્જન કરવાનો અને વ્યાજદર શુલ્કમાં ફેરફારને લીધે મૂડીના નુકસાનનું જોખમ ઓછું કરવાનો છે. વધુ વાંચો

મ્યુચ્યુઅલ ફંડ્સમાં ન્યૂ ફંડ ઓફર (NFO) એ શું છે?

મ્યુચ્યુઅલ ફંડ્સની દુનિયામાં, તમે NFO જેવો શબ્દ સાંભળ્યો હશે, જેનો અર્થ ન્યૂ ફંડ ઓફર થાય છે. કોઈ નવી કંપની બજારમાં નવી પ્રોડક્ટને લોંચ કરે તેના જેવું જ આમાં વિચારો. આ કિસ્સામાં, "પ્રોડક્ટ" એ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ જેવી હોય છે, અને NFOનો અર્થ નવી સ્કીમના ઓફર કરાયેલા યુનિટ્સથી થાય છે.    વધુ વાંચો

શું મારે ઇટીએફમાં રોકાણ કરવું જોઈએ?

ઇટીએફ (ETF) શેર બજારમાં એક્સપોઝર લેવા માટેનો ઓછું ખર્ચાળ સાધન છે. તે એક્સચેન્જ પર લિસ્ટેડ થયેલું હોવાથી અને સ્ટોકની જેમ ટ્રેડ કરતું હોવાથી તરલતા અને રિયલ ટાઇમ સેટલમેન્ટ ઉપલબ્ધ કરાવે છે. ઇટીએફ ઓછું જોખમ ધરાવતો વિકલ્પ છે કારણ કે તે તમારી પસંદગીના જૂજ શેરોમાં રોકાણ કરવાના બદલે વૈવિધ્યતા ઉપલબ્ધ કરાવીને શેર સૂચકાંકની જેમ જ કામગીરી કરે છે. વધુ વાંચો

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોને કેવા પ્રકારના જોખમો હોય છે?

મ્યુચ્યુલ ફંડ્સ એવી સિક્યુરિટીઝમાં રોકાણ કરે છે જે અલગ અલગ બજારોમાં ટ્રેડ કરતી હોય જેમ કે શેર, બોન્ડ, સોનું અથવા અન્ય ઍસેટ વર્ગોમાં. કોઇપણ ટ્રેડ કરવાપાત્ર સિક્યુરિટી બજારના જોખમોને આધિન હોય છે એટલે કે, સિક્યુરિટીનું મૂલ્ય બજારની હિલચાલના કારણે થતા ચડાવઉતારને આધિન હોય છે. વધુ વાંચો

અસ્થિર બજારમાં એસઆઇપી મારફતે રોકાણ જારી કેમ રાખવું જોઇએ?

જ્યારે બજારો અસ્થિર બને ત્યારે ઘણા રોકાણકારો પોતાના રોકાણ નિર્ણય વિશે શંકા કરવાનું શરૂ કરે છે અને પોતાની એસઆઇપી બંધ કરવાનું કે પોતાનાંરોકાણને પાછું ખેંચવાનો વિચાર કરે છે. અસ્થિર બજાર દરમિયાન તમને તમારાં રોકાણ લાલ રંગમાં આવતા હોય તે જોઇને ચિંતા થાય તે સ્વાભાવિક છે. વધુ વાંચો

ગિલ્ટ ફંડ્સ શું છે અને શું તમારે તેમાં રોકાણ કરવું જોઇએ?

જ્યારે તમે પૈસા ધીરો છો ત્યારે તપાસ કરવા જેવી સૌથી મહત્ત્વપૂર્ણ બાબત તે છે કે ઋણધારક કેટલો વિશ્વસનીય છે. અને આ વિશ્વસનીયતાની બાબતમાં સરકારની તુલના કોઇ કરી શકે તેમ નથી. જ્યારે તમે ગિલ્ટ ફંડ્સમાં રોકાણ કરો છો ત્યારે તમે વાસ્તવમાં કેન્દ્ર અથવા રાજ્ય સરકારના બોન્ડ્સમાં રોકાણ કરી રહ્યાં હોવ છો. વધુ વાંચો

મ્યુચ્યુઅલ ફંડ્સમાં ટ્રેઈલિંગ અને રોલિંગ રિટર્ન એ શું છે?

મ્યુચ્યુઅલ ફંડના પ્રદર્શનનું મૂલ્યાંકન તેના રિટર્ન અને પ્રદર્શન ઉપરાંત બે સૌથી મહત્ત્વપૂર્ણ પ્રદર્શન મેટ્રિક્સના આધારે કરાય છે જેનો મ્યુચ્યુઅલ ફંડના મૂલ્યાંકન માટે ઉપયોગ કરાય છે, જે છેઃ (a) ટ્રેઈલિંગ રિટર્ન (b) રોલિંગ રિટર્ન વધુ વાંચો

સ્કિમની ઊંચી કે નીચી એનએવીથી તમારા રોકાણ નિર્ણયને અસર થવી જોઇએ?

તમે જ્યારે ‘રેગ્યુલર’ પિઝાને બદલે ‘લાર્જ’ પિઝાને ઓર્ડર કરો ત્યારે શું તમને બંનેના સ્વાદમાં કોઇ ફરક લાગે છે ? સ્વાભાવિક છે ના ! બંને સમાન રેસિપી અને પ્રક્રિયાનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા હોય છે. તેમનું માત્ર કદ અને કિંમત અલગ અલગ હોય છે. તમે ફાર્મહાઉસ પિઝાનો એક જેવો જ સ્વાદ મેળવો છો પછી ભલે તમે મેનુમાંથી ગમે તે કદના પિઝા ઓર્ડર કરો. વધુ વાંચો

શું મારે મારી બચતનું મ્યુચ્યુઅલ ફંડ્સમાં જોખમ લેવું જોઇએ?

સૌ કોઇ જોખમ લીધા વગર સારું વળતર મળે તેવું ઇચ્છતા હોય છે. પરંતુ શું તમારા નાણાંનું રોકાણ કર્યા વગર જ આવું વળતર મેળવવું શક્ય છે? જો તમે તમારી બચતનું રોકાણ કરી રહ્યા હોવ તો, તમારે ફુગાવો નાથી શકે તેવું વળતર મેળવવા માટે જોખમ તો લેવું જ પડશે. (ફુગાવો કેવી રીતે તમારી બચત પર અસર કરે છે તે જાણવા માટે, આ લેખ અહીં વાંચો) આ રોકાણ તમારા બાળકોનું શિક્ષણ, નવું ઘર અથવા નિવૃત્તિ વગેરે કોઇપણ કારણથી હોઇ શકે છે. વધુ વાંચો

તમારે ઇટીએફમાં શા માટે રોકાણ કરવું જોઇએ?

જો તમે સ્ટોક્સમાં રોકાણ કરવાનો વિચાર કરી રહ્યા હોય, પરંતુ તમારા પોર્ટફોલિયો માટે યોગ્ય હોય એવા સ્ટોક્સ પસંદ કરવાનો તમારી પાસે સમય અને સંશોધન ક્ષમતા ન હોય તો ઇટીએફ શ્રેષ્ઠ વિકલ્પ છે ! ઇટીએફ તમને તરલતા સાથે સમાધાન કર્યા વિના વ્યક્તિગત સ્ટોક્સમાં રોકાણ કરવાને સ્થાને ઘણી વધુ સરળતા સાથે શેરબજારમાં તમારી સહભાગિતામાં મદદ કરે છે. વધુ વાંચો

શું મ્યુચ્યુઅલ ફંડની કામગીરી માટે ડેશબોર્ડ છે?

જ્યારે આપણે રોકાણનો વિચાર કરીએ છીએ ત્યારે આપણે કેટલું વળતર મેળવીશું એ પ્રશ્ન પૂછીએ તે સ્વાભાવિક છે. ફિસ્ક્ડ ડિપૉઝિટ અને અન્ય પરંપરાગત બચત સ્કીમ માટે તેનો ઉત્તર સીધો હોય છે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડ માટે તેવું હોતું નથી. પરંપરાગત બચત પ્રોડક્ટ વળતરના ખાતરીબદ્ધ દર ઓફર કરે છે, જેનાથી આપણે પરિચિત હોઇએ છીએ. તેથી આપણી બચતનું રોકાણ કરવા માટે આમાંથી કોઇ પણ પ્રોડક્ટની પસંદગી કરવી સરળ છે. વધુ વાંચો

રૂપિયા ખર્ચ સરેરાશ શું છે?

જ્યારે તમે શહેરમાં મૂસાફરી કરી રહ્યાં હોવ ત્યારે ઘણીવાર તમને ખાલી માર્ગ મળે છે અને તમે પ્રતિ કલાક 80 કિ.મી.ની ગતિ પર ગાડી ચલાવો છો અને ઘણીવાર તમારે ટ્રાફિક અને સ્પીડ બ્રેકરના કારણે 20ની ગતિએ ગાડી ચલાવવી પડતી હોય છે. છેવટે, તમારે કેટલી વખત ગતિ ધીમી કરવી પડી કે ઝડપી કરવી પડી તેના આધારે પ્રતિ કલાક 45 થી 55 કિ.મી.ની સરેરાશ ગતિ મળે છે. વધુ વાંચો

ઇન્ડેક્સ ફંડ્સમાં કોણે રોકાણ કરવું જોઇએ?

ઇન્ડેક્સ ફંડ એ મ્યુચ્યુઅલ ફંડનો એક પ્રકાર છે જે ચોક્કસ સ્ટોક માર્કેટ ઇન્ડેક્સ (જેમ કે BSE સેન્સેક્સ, નિફ્ટી 50, નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ વગેરે)ની કામગીરીને ટ્રેક કરવા માટે રચાયેલો છે. આ ફંડ્સનો હેતુ ચોક્કસ બેન્ચમાર્ક ઇન્ડેક્સની નજીકથી નકલ કરતા સિક્યોરિટીના પોર્ટફોલિયોને જાળવી રાખીને રોકાણનું વળતર પ્રતિબિંબિત કરવાનો છે. પરંતુ ઇન્ડેક્સ ફંડમાં કોણે રોકાણ કરવું જોઇએ?  વધુ વાંચો

શું મારે મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરવા માટે મોટી રકમની જરૂર નહીં પડે?

લોકો એવું વિચારતા હોય છે કે મ્યુચ્યુઅલ ફંડ્ઝ ભદ્ર વર્ગનું રોકાણ છે અને તે માત્ર સમૃદ્ધ લોકો દ્વારા કરવામાં આવે છે. હકીકત એ છે કેઃ વ્યક્તિને મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરવા માટે મોટી રકમની જરૂર હોતી નથી, તમે કયા પ્રકારનું ફંડ પસંદ કરો છો તેને આધારે ઓછામાં ઓછી રૂ. 500ની કે રૂ. 5000ની રકમથી શરૂ કરી શકો છો.  લઘુત્તમ રકમ આટલી ઓછી શા માટે રાખવામાં આવે છે? વધુ વાંચો

ઇટીએફમાં રોકાણ કરવાના લાભ શું છે?

એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્ઝ (ઇટીએફ) નિયમિત મ્યુચ્યુઅલ ફંડ્ઝની તુલનામાં કેટલાક લાભ આપે છે. જેમને મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં નાણાં ગુમાવવાનો ભય હોય એવા પ્રથમ વખતના ઇક્વિટી રોકાણકારો માટે તે શ્રેષ્ઠ રોકાણ સાધન છે. કેમ તે અહીં આપ્યું છે ? ● ઇટીએફ લોકપ્રિય ઇન્ડેક્સનું અનુકરણ કરે છે, તે ઇન્ડેક્સમાં હોય એવી તમામ જામીનગીરીઓ ધરાવે છે અને મ્યુચ્યુઅલ ફંડ્ઝની તુલનામાં શ્રેષ્ઠ વૈવિધ્યતા આપે છે. વધુ વાંચો

શું તમારે મ્યુચ્યુઅલ ફંડના ડાયરેક્ટ પ્લાનમાં રોકાણ કરવું જોઈએ?

બજારમાં ઉપલબ્ધ હજારો મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાંથી તેના/તેણીના પોર્ટફોલિયો માટે સૌથી યોગ્ય તેવા 4-5 ફંડની કોઈ વ્યક્તિ કઈ રીતે પસંદગી કરે છે? વધુ વાંચો

ઇટીએફમાં કોણે રોકાણ કરવું જોઇએ?

ઇટીએફ શેરબજારમાં એક્સપોઝરની વૃદ્ધિ કરવા માટેનાં નીચા ખર્ચનાં માધ્યમ છે. તેઓ તરલતા અને વાસ્તવિક સમયની પતાવટ પૂરા પાડે છે, કારણ કે તેઓ એક્સચેન્જ પર લિસ્ટ થયેલા હોય છે અને શેરોની જેમ ટ્રેડ થાય છે. ઇટીએફ સ્ટોક ઇન્ડેક્સનું અનુકરણ કરે છે, જે તમારી પસંદગીના થોડા સ્ટોક્સમાં રોકાણ કરવાથી વિરુદ્ધ વૈવિધ્યતા પૂરી પાડે છે. વધુ વાંચો

કયા પ્રકારનું ઈક્વિટી ફંડ સૌથી ઓછું જોખમ ધરાવે છે અને કોનું સૌથી વધારે છે?

મ્યુચ્યુઅલ ફંડ્સ વિવિધ પ્રકારનાં જોખમી પરિબળો ધરાવે છે જેનો આધાર વર્ગીકરણ અને આ રીતે તેના આધારિત પોર્ટફોલિયો પર રહેલો છે. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ ઘણા જોખમો ધરાવે છે, પરંતુ સૌથી મહત્ત્વનું જોખમ બજાર જોખમ છે. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ એક કેટેગરી તરીકે ‘ઊંચું જોખમ ધરાવતી’ રોકાણ પ્રોડક્ટ ગણાય છે. વધુ વાંચો

લક્ષ્યાંકો-આધારિત રોકાણઃ તમારા દરેક લક્ષ્યાંકો માટે SIP રોકાણો

આપણે તમામ જીવનમાં જુદા-જુદા લક્ષ્યાંકો ધરાવીએ છીએ. કેટલીક વખત તે તાત્કાલિક ઉદભવતાં હોય છે તો કેટલીક વખત તે થોડા સમય બાદ ઉદભવે છે. ઉદાહરણ તરીકે, જ્યારે કોઇ વ્યક્તિ કામ કરવાનું શરૂ કરે છે ત્યારે નિયમિત માસિક ખર્ચાઓ અને કેટલીક આવેશપૂર્ણ ખરીદીઓ સિવાય તેમના મનમાં કોઇ ખાસ વિચાર હોતો નથી. વધુ વાંચો

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ શરૂ કરવાની આદર્શ રકમ કઈ છે?

સંભવિત રોકાણકારના મગજમાં રોકાણ કરવાની આદર્શ રકમ અંગે ઘણા પ્રશ્નો હોય છે. લોકો મ્યુચ્યુઅલ ફંડ્ઝને રોકાણ કરવાનું અન્ય સ્થળ ગણતા હોય છે. શું ખરેખર આવું છે? શું મ્યુચ્યુઅલ ફંડ ફિક્સ્ડ ડિપોઝિટ, કંપનીઓના ડિબેન્ચર કે શેરની જેમ ફક્ત અન્ય રોકાણ સ્થળ છે? મ્યુચ્યુઅલ ફંડ માત્ર એક રોકાણ સ્થળ જ નથી, પરંતુ તે વિભિન્ન રોકાણ સ્થળો સુધી પહોંચવાનું એક સાધન છે.  વધુ વાંચો

વ્યક્તિએ ઇટીએફને કેવી રીતે પસંદ કરવી જોઇએ?

અન્ય રોકાણોની જેમ ઇટીએફની પસંદગી તમારી આવશ્યક અસ્કયામતની ફાળવણી, નાણાકીય ધ્યેય, જોખમની અગ્રીમતા અને સમય અવધિ પર આધાર રાખે છે. ઇટીએફની પસંદગી તમારા પોર્ટફોલિયોમાં ઇટીએફ ઉમેરીને તમે હાંસલ કરવા માગતા હોય એવી અસ્કયામતની ફાળવણીના પ્રકાર પર આધાર રાખે છે, કારણ કે ઇટીએફ ઇક્વિટીઝ, બોન્ડ્સ, રિઅલ એસ્ટેટ, કોમોડિટિઝ જેવા અસ્કયામતોના વર્ગના વિભિન્ન પ્રકાર માટે ઉપલબ્ધ હોય છે. વધુ વાંચો

ફેક્ટશીટ શું છે?

ફેક્ટશીટ એક જ વખતમાં સ્કિમ અંગેની વિગતવાર માહિતી મેળવવા માટે રોકાણકાર એક્સેસ કરી શકે એવો સૌથી વધુ વિશ્વસનીય માર્ગદર્શક છે. વિદ્યાર્થીનું માસિક પ્રગતિપત્રક કેવું દેખાય છે એ તમે જોયું છે ? તે માત્ર બાળકનાં શૈક્ષણિક દેખાવને લગતા પાસાઓને જ નથી આવરતું, પરંતુ બાળકની વર્તણુક, બિન-શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં સહભાગિતા, હાજરી, શિસ્ત અને તમારે બાળક અંગે જાણવી જરૂરી હોય એવી તમામ બાબતોને પણ આવરે છે. વધુ વાંચો

શું મારે ELSS માં SIP મારફતે કે લમ્પસમમાં રોકાણ કરવું જોઇએ?

ELSS માં, લમ્પસમમાં અથવા SIP દ્વારા રોકાણ કરવાની પસંદગી તમે ક્યારે અને કેમ રોકાણ કરો છો તેના પર નિર્ભર છે. જો તમે નાણાકીય વર્ષના અંતે કરની બચત કરવાનો વિચાર કરી રહ્યા હો તો માત્ર લમ્પસમમાં રોકાણ કરવું એ તમારી પસંદગી છે. પરંતુ જો તમે નાણાકીય વર્ષની શરૂઆતમાં રોકાણ કરી રહ્યા હો તો તમે લમ્પસમમાં અથવા SIP મારફતે રોકાણ કરી શકો છો. ELSS કરના લાભ આપે છે અને ઇક્વિટીની વૃદ્ધિ ક્ષમતા પણ પૂરી પાડે છે. વધુ વાંચો

કોઈ વ્યક્તિએ રોકાણ માટે યોગ્ય પ્રકારનું ઈક્વિટી ફંડ કેવી રીતે પસંદ કરવું જોઈએ?

તમારા રોકાણ પોર્ટફોલિયો માટે ઈક્વિટી ફંડની પસંદગી કરવી એ વસ્ત્રોની પસંદગી કરવા બરાબર છે, જેના માટે નિર્ણય લેવાની પ્રક્રિયા આ કિસ્સામાં વધુ જટિલ છે. વધુ વાંચો

આર્બિટ્રેજ ફંડ શું છે?

આર્બિટ્રેજ ફંડ હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ છે જે જુદા-જુદા મૂડી બજારોમાં સમાન વાસ્તવિક અસ્કયામતો માટે આર્બિટ્રેજ અવસરો તપાસીને તેનો ફાયદો ઉઠાવવા માંગે છે.આર્બિટ્રેજ સ્પોટ અને ફ્યુચર માર્કેટ્સ જેવી સમાન અસ્કયામતોની કિંમતોમાં તફાવતોનો ફાયદો લેવાનું સૂચવે છે. વધુ વાંચો

શું ઇક્વિટી અને ડેટ ફંડ્ઝ વિભિન્ન જોખમ પરિબળો ધરાવે છે?

ઇક્વિટી ફંડ્ઝ કંપનીઓના સ્ટોક્સમાં રોકાણ કરે છે, જ્યારે ડેટ ફંડ્ઝ કંપનીના બોન્ડ્સ અને નાણાં બજારનાં સાધનોમાં રોકાણ કરે છે. આ ફંડ્ઝ વિભિન્ન અસ્કયામતોમાં આપણા નાણાંનું રોકાણ કરતા હોવાથી તેઓ અન્ડરલાઇંગ અસ્કયામતોના વર્ગને અસર કરતા જોખમ પરિબળો દ્વારા અસર પામે છે. વધુ વાંચો

પૂર્ણ વળતર શું છે?

પોતાના રિઅલ એસ્ટેટના રોકાણ અંગે ચર્ચા કરી રહ્યા હોય એવા લોકોને તમે સાંભળ્યા હશે, “મેં 2004માં તે ઘર રૂ. 30 લાખમાં ખરીદ્યું હતું. તે આજે 1.2 કરોડ જેટલું છે! તે 15 વર્ષમાં 4 ગણું વૃદ્ધિ પામે છે.” આ પૂર્ણ વળતરનું ઉદાહરણ છે. વધુ વાંચો

કરની બચત કરતા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કોણે કરવું જોઇએ?

કરની બચત કરતા મ્યુચ્યુઅલ ફંડ કે ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ વૈવિધ્યસભર ઇક્વિટી ફંડ છે, જે આવકવેરા કાયદાની સેક્શન 80સી હેઠળ કર કપાતના લાભ પૂરા પાડે છે. તેથી ELSS ફંડ કોઇ પણ કરદાતા જેઓ કરની બચત કરતાં ઇક્વિટીલક્ષી સાધનોનું જોખમ લેવા માગતા હોય તેમના માટે યોગ્ય છે. ELSS ફંડ પગારદાર વર્ગ માટે વધુ યોગ્ય છે, કારણ કે તેઓ આવકનો નિયમિત સ્રોત ધરાવે છે અને તેમને દર વર્ષે કરની બચત કરતું રોકાણ કરવું પડતું હ વધુ વાંચો

કોઈ પણ ઈક્વિટી ફંડમાં રોકાણ કરતા પહેલાં વ્યક્તિએ કઈ માહિતી અને જોખમ પરિબળો ધ્યાનમાં લેવા જોઈએ?

તમારા પોર્ટફોલિયો માટે ઈક્વિટી ફંડને પસંદ કરવા માટે પદ્ધતિસરની પસંદગી પ્રક્રિયા જરૂરી બને છે જેના બે તબક્કા હોય છે. પહેલો તબક્કો તમારા વિશેનો હોય છે જેની શરૂઆત તમારા પોર્ટફોલિયોમાં કોઈ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ માટેની જરૂરિયાત અથવા તમારા નાણાકીય લક્ષ્યાંકની સાથે તેના સમયની ક્ષિતિજ, ઈક્વિટી ફંડ રોકાણના પ્રકાર અને તમારી જોખમ સહનશીલતાની આકારણીને ઓળખવાની સાથે થાય છે. વધુ વાંચો

થિમેટિક ફંડ્સઃ અર્થ, તે કેવી રીતે કામ કરે છે અને તેમાં રોકાણ કેવી રીતે કરવું?

જો તમે પર્યાવરણનું કાળજીપૂર્વક જતન કરતાં હોવ, અને એક એવી કંપનીમાં રોકાણ કરતાં હોવ જે પર્યાવરણની જાળવણી માટે આવશ્યક વ્યવહારો નજરઅંદાજ કરતી હોય, તો દેખીતી રીતે આ વાત તમારા મૂલ્યો સાથે સુસંગત નથી. આથી, હવે તમે એક એવું સમાધાન ઇચ્છી રહ્યાં છો જે તમારા નૈતિક મૂલ્યો સાથે અનુરૂપ હોય અને સાથે-સાથે તમને સંભવિત રિટર્ન કમાવવાની પણ તક પૂરી પાડે. વધુ વાંચો

શેરો કે બોન્ડ્ઝમાં સીધું રોકાણ કરવાને સ્થાને મ્યુચ્યુઅલ ફંડ્ઝ મારફતે રોકાણ કેમ કરવું?

હા, રોકાણ મ્યુચ્યુઅલ ફંડ્ઝ “માં” નહીં, પરંતુ મ્યુચ્યુઅલ ફંડ્ઝ “મારફતે” કરાયે છે. તફાવત શું છે ? તમે ક્યારેક જ શેરો અને બોન્ડ્ઝની ખરીદી અને વેચાણમાં સામેલ હોઇ શકો છો, પરંતુ તમારા રોકાણને સંચાલિત કરવા માટે મ્યુચ્યુઅલ ફંડ્ઝની મદદ લેવી એ વધુ સારો વિચાર હોઇ શકે છે. વધુ વાંચો

ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ્ઝની સ્વીકૃત્તિ કેટલી વૈવિધ્યસભર છે?

1964માં તેની રજૂઆત થયા પછી મ્યુચ્યુઅલ ફંડ્ઝની અસ્કયામતો (31 જાન્યુઆરી, 2017ના રોજ) વધીને 17.37 લાખ કરોડથી વધુ થઈ છે. આ પ્રભાવક વૃદ્ધિ મજબૂત ભારતીય અર્થતંત્ર, વધુ સારા નિયમન, પ્રતિષ્ઠિત ભારતીય અને વિદેશી અસ્કયામત મેનેજર્સના પ્રવેશ અને ભારતીય રોકાણકારોમાં પસંદગીના અસ્કયામત વર્ગ તરીકે મ્યુચ્યુઅલ ફંડ્ઝની વધતી સ્વીકૃત્તિને લીધે છે. વધુ વાંચો

ડેટ ફંડ્ઝ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્ઝની તુલનામાં શા માટે નીચા વળતર ઓફર કરે છે?

મ્યુચ્યુઅલ ફંડ્ઝમાંથી મળતું વળતર તે જે પ્રકારનું રોકાણ કરે છે તેના પર અને આ રોકાણો સાથે સંકળાયેલા જોખમો પર આધાર રાખે છે. કેકનો સ્વાદ સમોસાના સ્વાદ કરતા અલગ હોય છે, કારણ કે બંને જુદી જુદી સામગ્રીઓથી બનેલા હોય છે અને તેમને અલગ રીતે તૈયાર કરવામાં આવે છે. વધુ વાંચો

હું મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં સીધું રોકાણ કેવી રીતે કરી શકું?

જો તમારી કેવાયસી પૂર્ણ થઈ હોય તો તમે મ્યુચ્યુઅલ ફંડમાં સીધું ઓનલાઇન કે ઓફલાઇન રોકાણ કરી શકો છો. જો તમને ઓનલાઇન વહેવાર કરવામાં પ્રતિકૂળતા હોય તો તમે તેની નજીકની શાખાની મુલાકાત લઈને ફંડમાં રોકાણ કરી શકો છો.   વધુ વાંચો

સીએજીઆર કે વાર્ષિક વળતર શું છે?

કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ (સીએજીઆર) વ્યાપકપણે ઉપયોગમાં લેવામાં આવતું રિટર્ન મેટ્રિક છે, કારણ કે તે રોકાણ દ્વારા કમાવેલા વાર્ષિક ધોરણે વળતરને ખરી રીતે ધ્યાનમાં લે છે, પૂર્ણ વળતરથી વિપરીત જે વળતરને કમાવવા માટે લીધેલા સમયને ધ્યાનમાં લીધા વિના રોકાણમાંથી બિંદુથી બિંદુનાં વળતરને ધ્યાનમાં લે છે. વધુ વાંચો

ELSS ફંડમાં રોકાણ કરવાના લાભ કયા છે?

ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ કરની બચત કરતા ઇક્વિટીલક્ષી મ્યુચ્યુઅલ ફંડ હોય છે, જે તમને ઇક્વિટીની વૃદ્ધિ ક્ષમતા આપવાની સાથે સાથે આવકવેરા કાયદાની સેક્શન 80સી હેઠળ કરની બચત કરવામાં મદદ કરે છે.  આ બે લાભ ઉપરાંત તેઓ 3 વર્ષની ઓછી લોક-ઇન અવધિ ધરાવે છે, જે કરની બચત કરતી પ્રોડક્ટની કેટેગરીમાં તમે મેળવી શકો એવી ટૂંકાંમાં ટૂંકી લોક-ઇન અવધિ છે. વધુ વાંચો

લાર્જકેપ અને બ્લુચીપ ફંડ્સ વચ્ચે શું તફાવત છે ?

તમે ક્યારેક મ્યુચ્યુઅલ ફંડ વિશે માહિતી એકત્ર કરતી વખતે RST બ્લુચીપ ફંડ અથવા XYZ લાર્જકેપ ફંડ જેવા નામો, તેમના પ્રદર્શન, NAVs અને રેન્કિંગ વિશે સાંભળ્યું હશે. ફંડનાં નામ ‘બ્લુચીપ ફંડ’ અને ‘લાર્જકેપ ફંડ’નો પરસ્પર ઉપયોગ કરવામાં આવે છે કારણ કે તે બંનેનો સંદર્ભ શેરબજારોમાં લિસ્ટેડ લાર્જકેપ કંપનીઓના સ્ટોકમાં રોકાણ કરતા હોય એવા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્ઝ સાથેનો છે. વધુ વાંચો

પોર્ટફોલિયો વૈવિધ્યકરણના ફાયદાઓ શું છે?

"ક્યારેય બધા ઈંડા એક જ ટોપલીમાં રાખવા નહીં". જ્યારે રોકાણ નિર્ણયો કરી રહ્યાં હોવ ત્યારે જોખમ અને રિટર્ન વચ્ચે સમતોલન જાળવવું ખૂબ જ આવશ્યક બની જાય છે. આ સમતોલન મેળવવા માટે વૈવિધ્યકરણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ વ્યૂહરચના છે, કારણ કે તે તમારા રોકાણોને જુદી-જુદી મિલકતોની શ્રેણીઓ અને સેક્ટરમાં વહેંચણી કરવાની સુવિધા આપીને કોઇ એક ચોક્કસ જોખમથી થતાં નુકસાન સામે તમને રક્ષણ પૂરું પાડે છે. વધુ વાંચો

મ્યુચ્યુઅલ ફંડની લાંબા ગાળાની વ્યુહરચના વિષે વધુ જાણો

લાંબા ગાળાના રોકાણમાં લાંબા સમય સુધી, સામાન્ય પણે વર્ષો અથવા દાયકાઓ સુધી અસ્કયામતોને જાળવી રાખવાનો સમાવેશ થાય છે. આ અભિગમ લાભદાયક છે, કારણ કે તે નોંધપાત્ર વળતર માટે ચક્રવૃદ્ધિનો અસરકારક રીતે ઉપયોગ કરે છે, જે રોકાણકારોને બજારની અસ્થિરતાઓમાંથી બહાર નીકળવામાં સક્ષમ બનાવે છે અને ટૂંકા ગાળાની અસ્થિરતાઓની સામે સ્થિરતા પૂરી પાડે છે. વધુ વાંચો

કઈ વયે રોકાણ કરવાનું શરૂ કરવું જોઇએ?

જો તમે વિચારતા હો કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું ઘણું વહેલું કે મોડું છે તો નિશ્ચિંત રહો, રોકાણ શરૂ કરવાની યોગ્ય વય હકીકતમાં તમે રોકાણ કરવાનો જે ક્ષણે નિર્ણય કરો તે જ છે.  પરંતુ જેટલું તમે વહેલું રોકાણ શરૂ કરશો તેટલું તમારા માટે સારું ગણાશે, કારણ કે મ્યુચ્યુઅલ ફંડ ચક્રવૃદ્ધિની શક્તિ મારફતે લાંબા ગાળે સંપત્તિનું સર્જન કરવામાં મદદ કરે છે.  વધુ વાંચો

ઇટીએફની મર્યાદાઓ શું છે?

ઇટીએફ નિષ્ક્રિય રોકાણ સાધન છે, જે અન્ડરલાઇંગ ઇન્ડેક્સને ટ્રેક કરે છે અને શેરોની જેમ એક્સચેન્જિસ પર ટ્રેડ થાય છે. પરંતુ ઇટીએફને દલાલ મારફતે એક્સચેન્જમાંથી ખરીદવા અને વેચવાની જરૂર પડે છે. ઇટીએફમાં ટ્રેડ કરવા માટે તમારી પાસે ડિમેટ ખાતાની જરૂર હોય છે અને દરેક વહેવાર માટે દલાલને કમિશન ચુકવવું પડે છે. વધુ વાંચો

મ્યુચ્યુઅલ ફંડના ટ્રેક રેકોર્ડને કેવી રીતે શોધી શકાય?

એ દિવસો વિતી ગયા જ્યારે લોકો પૂર્વ માહિતી વિના તેમના જીવનમાં મહત્ત્વનાં પગલાં લેતા હતા, પછી તે કાર ખરીદવી હોય કે કોઇ વ્યક્તિ સાથે લગ્ન કરવાના હોય. પરંતુ આજે માહિતી તમારી આંગળીના ટેરવા પર ઉપલબ્ધ છે. વધુ વાંચો

નવી કર પદ્ધતિ હેઠળ શું તમારે ELSS માં રોકાણ કરવું જોઇએ?

1 એપ્રિલ, 2020થી લાગુ થયેલી નવી કર પદ્ધતિ વ્યક્તિ અને એચયુએફ કરદાતાઓને અમુક છૂટને જતી કરીને કરના નીચા દર અને છૂટ મેળવીને કરના ઊંચા દર (જૂની કર પદ્ધતિ) વચ્ચેની પસંદગી કરવાનો વિકલ્પ આપે છે. કરની નવી પદ્ધતિ દરેક માટે યોગ્ય ન પણ હોઇ શકે. કરદાતાઓએ નિર્ણય લેવા માટે જૂની અને નવી પદ્ધતિ બંને હેઠળ થતી કરની બચતનું મૂલ્યાંકન કરવાની જરૂર છે. વધુ વાંચો

મિડકેપ અને સ્મોલકેપ ફંડ્સ વચ્ચે શું તફાવત છે?

તમને આશ્ચર્ય થતું હશે કે મિડકેપ અને સ્મોલકેપ ફંડ્સ એક જ છે અને એક જેવી બાબત જ છે તો તમારે ઓક્ટોબર 2017માં જારી કરાયેલા અને જૂન 2018થી અમલી બનેલા સેબીના પ્રોડક્ટ કેટેગરાઈઝેશન પરિપત્રને ચોક્કસપણે જોવો જોઈએ. વધુ વાંચો

ઓપન-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ્સ અને ક્લોઝ-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ્સ શું છે?

મ્યુચ્યુઅલ ફંડ ઓપન-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ્સ અને ક્લોઝ-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ્સ એમ બે શ્રેણીમાં વહેંચી શકાય છે. પરંતુ તે બન્ને વચ્ચે શું તફાવત રહેલો છો? ચાલો આપણે તે જાણીએ. 1)    તે શું છે? વધુ વાંચો

તમે પ્રારંભિક તબક્કેથી તમારો મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો કેવી રીતે બનાવશો?

મ્યુચ્યુઅલ ફંડ એ રોકાણ કરવાની એક લવચિક પસંદગી છે, કારણ કે તે એસેટ ક્લાસ, જોખમો, રોકાણની રકમ અને લિક્વિડિટીના સંદર્ભમાં વ્યાપકપણે વિકલ્પો આપે છે. પરંતુ, શરૂઆત કરનારા લોકો માટે, મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો બનાવવા માટે પ્રથમ પગલું ભરવું પડકારજનક હોઇ શકે છે. વધુ વાંચો

ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ્સ એ શું છે?

મ્યુચ્યુઅલ ફંડો વિશે જાગૃતિ વધી રહી છે અને ગેરન્ટીડ બચત પ્રોડક્ટ્સ પરના વ્યાજદરો સતત ઘટી રહ્યા છે જેના કારણે ઘણા જોખમ ટાળનારા રોકાણકારો કે જેઓ બેંક ફિક્સ્ડ ડિપોઝિટ, PPFs અને NSCs જેવી પરંપરાગત પ્રોડક્ટ્સમાં રોકાણ કરતા હતા તેઓ હવે સારા કારણોથી ડેટ ફંડ્સ તરફ વળવા લાગ્યા છે. વધુ વાંચો

ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ્સમાં રોકાણના કયા લાભો છે?

છેલ્લા ઘણા વર્ષોથી, રોકાણકારો ફિક્સ્ડ ડિપોઝિટ, PPFs અને પોસ્ટ ઓફિસ બચત યોજનાઓ જેવી પરંપરાગત બચત પ્રોડક્ટ્સમાંથી ખસીને ડેટ ફંડ્સ તરફ વળી રહ્યા છે કારણ કે તેઓ વધુ ટૈક્સ -એડજસ્ટેડ રિટર્નની શોધમાં છે. જો કે, રિટર્નની અનિશ્ચિતતા તેમજ મુદલ પણ ગુમાવી દેવાના જોખમને કારણે તેઓ આ પરિવર્તન કરતા ઘણું ખચકાય છે. વધુ વાંચો

શું ડેટ ફંડ્ઝ ફિક્સ્ડ ડિપોઝિટ્સ જેવા હોય છે?

જ્યારે તમે તમારા નાણાંનું રોકાણ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી)માં કરો ત્યારે બેંક તમને બદલામાં નિશ્ચિત વ્યાજ ચુકવવાનું વચન આપે છે. અહીં તમે બેંકને નાણાં ઉછિના આપો છો અને બેંક તમારા નાણાંની ઋણ લેનાર હોય છે, જે તમને સમયાંત્તરે નિશ્ચિત વ્યાજની ચુકવણી કરે છે. ડેટ મ્યુચ્યુઅલ ફંડ્ઝ સરકારી બોન્ડ્સ, કંપની બોન્ડ્સ, નાણાં બજારનાં સાધનો જેવી ડેટ જામીનગીરીઓમાં રોકાણ કરે છે. વધુ વાંચો

ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ્સમાં રોકાણના કયા ગેરલાભો છે?

ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ્સ (TMFs) એક પ્રકારના ઓપન-એન્ડેડ ડેટ ફંડ્સ છે કે જે તમને ફિક્સ્ડ મેચ્યોરિટી તારીખ ઓફર કરે છે. આ ફંડ્સના પોર્ટફોલિયો બોન્ડ ધરાવે છે જેની એક્સપાયરી તારીખ ફંડની ટાર્ગેટ મેચ્યોરિટી તારીખ સાથે સંકલિત હોય છે અને બધા બોન્ડને મેચ્યોરિટી જાળવવાના રહે છે. વધુ વાંચો

ડેટ ફંડ્ઝ વિશે વધુ જાણો.

ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્ઝ શેરો ખરીદે છે, જ્યારે ડેટ ફંડ્ઝ તેમના પોર્ટફોલિયો માટે બોન્ડ્સ જેવી ડેટ ફંડની જામીનગીરીઓ ખરીદે છે. બોન્ડ્સ જેવી જામીનગીરીઓ કોર્પોરેટ્સ જેમ કે વીજ કંપનીઓ, બેંકો, હાઉસિંગ ફાયનાન્સ અને સરકાર દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે. તેઓ નવા પ્રોજેક્ટ્સ માટે લોન લેવાને સ્થાને જાહેર જનતા (રોકાણકારો) પાસેથી નાણાં ઊભા કરવા માટે નિશ્ચિત વ્યાજદર ધરાવતા બોન્ડ્સ ઇસ્યુ કરે છે. વધુ વાંચો

કેવી રીતે ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ્સ એ FMPs કરતા અલગ છે?

ડેટ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોએ બે પ્રાથમિક જોખમોનો સામનો કરવો પડે છે, વ્યાજદર જોખમ અને શાખ જોખમ. લાંબાગાળાની G-Secs દ્વારા શાખ જોખમોનું વ્યવસ્થિત સંચાલન કરાય છે, પરંતુ તે ઊંચા વ્યાજદર જોખમનો ભોગ બની શકે છે. બીજીતરફ ટૂંકા ગાળાના ફંડ અથવા લિક્વિડ ફંડ દ્વારા વ્યાજદર જોખમનું વધુ સારું સંચાલન ઓફર કરાય છે પરંતુ તેમાં શાખ ગુણવત્તાની સમસ્યા આવે છે. વધુ વાંચો

ડેટ ફંડ્ઝ આપણા નાણાંનું રોકાણ ક્યાં કરે છે?

ડેટ ફંડ્ઝ રોકાણકારો પાસેથી એકત્રિત થયેલા નાણાંનું બેંકો, પીએસયુ, પીએફઆઇ (પબ્લિક ફાયનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન્સ), કોર્પોરેટ્સ અને સરકાર દ્વારા જારી કરેલા બોન્ડ્સમાં રોકાણ કરે છે. આ બોન્ડ્સ સામાન્યપણે મધ્યમથી લાંબા ગાળાના હોય છે. જ્યારે મ્યુચ્યુઅલ ફંડ આવા બોન્ડ્સમાં રોકાણ કરે છે ત્યારે તે આ બોન્ડ્સમાંથી સમયાંત્તરે વ્યાજ ઉપાર્જિત કરે છે, જે સમય જતા ફંડનાં કુલ વળતરમાં યોગદાન આપે છે.  વધુ વાંચો

શું ડેટ ફંડ્ઝ નિયમિત આવક પૂરી પાડી શકે છે?

ડેટ ફંડ્ઝ તેમના રોકાણકારનાં નાણાંનું રોકાણ વ્યાજ વેઠતી જામીનગીરીઓ જેવી કે બોન્ડ્સ, કોર્પોરેટ ડિપોઝિટ્સ, જી-સેક્સ, નાણાં બજારનાં સાધનો વગેરેમાં કરે છે. આ બોન્ડ્સ સર્ટિફિકેટ્સ જેવા હોય છે, જે બોન્ડ જારી કરનારના પક્ષે બોન્ડના રોકાણકારોને નિયમિત વ્યાજની (કુપન્સ) ચુકવણી કરવાની ફરજ ધરાવે છે. વધુ વાંચો

ડેટ ફંડ્ઝના વિભિન્ન પ્રકાર કયા છે?

ડેટ ફંડ્ઝને તેઓ કયા પ્રકારની જામીનગીરીઓમાં રોકાણ કરે છે અને તે જામીનગીરીઓની પાકતી મુદ્દત (સમય અવધિ)ને આધારે વિભિન્ન પ્રકારમાં વર્ગીકૃત્ત કરવામાં આવે છે. વધુ વાંચો

ફિક્સ્ડ ઇન્કમ મ્યુચ્યુઅલ ફંડ્સ શું હોય છે?

ફિક્સ્ડ ઇન્કમ ફંડ્સ એ મ્યુચ્યુઅલ ફંડની એક સ્કીમ છે જે અંતર્ગત આવતી એસેટ સરકારી સિક્યોરિટીઝ, ડિબેન્ચર્સ, કોર્પોરેટ બોન્ડ્સ અને અન્ય મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જેવી ફિક્સ્ડ-ઇન્કમ સિક્યોરિટીઝ હોય છે. વધુ વાંચો

રિસ્ક-ઓ-મીટર એ શું છે અને તેના વિવિધ સ્તરો કયા છે?

રિસ્ક-ઓ-મીટર એ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા મ્યુચ્યુઅલ ફંડ્સ માટે પ્રસ્તુત કરાયેલું જોખમ મૂલ્યાંકનનું માપદંડ છે. તમામ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ દસ્તાવેજોમાં સૌથી આગળ અને સ્પષ્ટ રીતે રિસ્ક-ઓ-મીટર દર્શાવવાનું રહે છે જેથી રોકાણકારોને જે-તે ફંડ સાથે સંકળાયેલા જોખમોની જાણ થાય. વધુ વાંચો

શું ડેટ ફંડ્ઝ મારા નાણાકીય ધ્યેયો માટે યોગ્ય છે?

ઇક્વિટી ફંડ્ઝની તુલનામાં ડેટ ફંડ્ઝ નીચા, પરંતુ તુલનાત્મક રીતે સ્થિર વળતર આપે છે. તેઓ પોર્ટફોલિયોને સ્થિરતા પૂરી પાડે છે, કારણ કે તેઓ સ્થિર આવકનાં બજારમાં વહેવાર કરે છે, જે શેરબજાર કે જે ઇક્વિટી ફંડ્ઝને અસર કરે છે તેની તુલનામાં વધુ સ્થિર હોય છે. વધુ વાંચો

વ્યાજદરમાં ફેરફાર ડેટ ફંડ્ઝમાંથી પ્રાપ્ત થતા મારા વળતરને કેવી રીતે અસર કરે છે?

ડેટ ફંડ્ઝ કોર્પોરેટ કે સરકારી બોન્ડ્સ જેવી નિશ્ચિત આવકની જામીનગીરીઓ અને નાણાં બજારનાં સાધનોમાં રોકાણ કરે છે. આ જામીનગીરીઓ વ્યાજ વેઠતા સાધનો છે, જે રોકાણકારોને નિયમિત અંતરાયે નિશ્ચિત વ્યાજ (કુપન રેટ) ચુકવે છે અને પાકતી મુદ્દતે રોકાણ કરેલી રકમ (મૂળ રકમ) ચુકવે છે. આ જામીનગીરીઓની કિંમતને વ્યાજદરમાં થતા ફેરફારથી પ્રત્યક્ષ અસર થાય છે. બોન્ડ કિંમત અને વ્યાજદર વિપરિત પ્રમાણસરના હોય છે.  વધુ વાંચો