મ્યુચ્યુઅલ ફંડથી તમારી નિવૃત્તિનું આયોજન કેવી રીતે કરવાનું?

Video

મોટાભાગના લોકો નિવૃત્તિ સુધી પહોંચી જાય ત્યાં સુધી તે વિશે વિચારતા જ નથી. કામકાજનું આખું જીવન એક પછી એક જરૂરિયાતો પૂરી કરવામાં જ વીતી જાય છે જેમાં પોતાનું વાહન, મકાન, પરિવારમાં વૃદ્ધિ, બાળકોનું શિક્ષણ અને તેમના લગ્ન આ બધુ જ આવી જાય છે. એકવાર આ જવાબદારીઓ પૂરી કર્યા પછી, આપણે નજીકમાં આવી રહેલી નિવૃત્તિ માટે શું બાકી બચ્યું છે તેના પર ધ્યાન આપવાનું શરૂ કરીએ છીએ. આ એવો તબક્કો છે જ્યારે લોકો નજીકમાં નિવૃત્તિનો સમય શરૂ થઇ રહ્યો હોય તેમના માટે પોતાના જીવનની બચત ટૂંકા સમયમાં ઘણું ઝડપથી વળતર આપે તેવી જગ્યાએ રોકવાનું વિચારે છે. જીવનના તે તબક્કા જ્યારે તમારે સૌથી વધુ આરામ, સુરક્ષા, સારી સ્વાસ્થ્ય સંભાળ અને નિયમિત આવક વગર 15-30 વર્ષ સુધી ટકી રહેવાની જરૂર હોય તેના માટે આયોજન કરવાની આ ખોટી રીત છે.

આ તબક્કા માટે શક્ય હોય એટલી વહેલી તકે આયોજન કરવાનું શરૂ કરો. તમારી આવક ભલે ગમે તે હોય અને જીવનશૈલી ગમે તેવી હોય, તમે તમારા ખર્ચઓ ચુકવો અને તમારી આર્થિક જરૂરિયાતો પૂરી કરો તે પછી ચોક્કસ તમારી પાસે કંઇક તો બચત કરી શકો છો અને ચોક્કસપણે મહિનાના અંતે તમે કારનો EMI, હોમ લોનનો EMI, બાળકો માટે રોકાણ, ઇમરજન્સી ફંડ વગેરે જવાબદારીઓ અને જરૂરી બિલ ચુકવ્યા પછી તમારી પાસે બચત રહેતી જ હોય છે. જો આ રકમ ઘણી ઓછી હોય તો પણ, તેને યોગ્ય સાધનમાં રોકાણ કરવાતી તમે લાંબાગાળે ઘણી સારી સંપત્તિ બનાવી શકો છો.

અને મ્યુચ્યુઅલ ફંડથી બહેતર રોકાણનું સાધન બીજુ કયું હોઇ શકે! તમે દર મહિને SIP દ્વારા ખૂબ જ નાની રકમ સાથે પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો, જેમકે રૂ. 500 દર મહિને અને જેમ તમારી આવક/બચત વધે તેમ રકમ વધારતા જવાની. જ્યારે પાવર ઓફ કમ્પાઉન્ડિંગનો જાદુ દેખાશે તમને ખૂબ જ આનંદદાયક આશ્ચર્ય થશે અને કોને ખબર છે કે અંતે તમે કદાચ સોનાના ઇંડાનું બાસ્કેટ મળી જાય એટલી કમાણી પણ કરી લો!

426