મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરવામાં યોગ્ય સમય ક્ષિતિજની જરૂર હોય છે. યોગ્ય સમય ક્ષિતિજ હોવાથી તે માત્ર અપેક્ષિત રોકાણ વળતર પ્રાપ્ત કરવાની વધુ સારી તક પૂરી નથી પાડતી, પરંતુ રોકાણમાં જોખમને ઘટાડે પણ છે.
હવે આપણે વાત કરી રહ્યા છે એ “જોખમ” શું છે ? સરળ શબ્દોમાં જણાવીએ તો આ રોકાણ દેખાવની અસ્થિરતા છે તેમ જ રોકાણ કરેલી મૂડીનું ધોવાણ થવાની શક્યતા પણ છે. લાંબી અવધિ સુધી રોકાણ જાળવી રાખીને કેટલાક વર્ષનાં નીચા/નકારાત્મક વળતર અને કેટલાક વર્ષનાં પ્રભાવક વળતર સરેરાશ વળતરને ઘણા વાજબી બનાવે છે. તેથી રોકાણકાર લાંબી અવધિના વધુ સ્થિર વળતર પ્રાપ્ત કરવા માટે રોકાણકાર દરેક વર્ષના વ્યાપક રીતે વધ-ઘટ થતા વળતરની સરેરાશ કાઢી શકે છે.
ભલામણ કરેલી સમય ક્ષિતિજ અસ્કયામતના દરેક વર્ગ તેમ જ મ્યુચ્યુઅલ ફંડની કેટેગરી માટે વિભિન્ન હોય છે. કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલાં કૃપા કરીને નાણાકીય નિષ્ણાતની સલાહ લો અને સ્કીમ-સંબંધિત દસ્તાવેજો વાંચો.