જ્યારે બજારો અસ્થિર બને ત્યારે ઘણા રોકાણકારો પોતાના રોકાણ નિર્ણય વિશે શંકા કરવાનું શરૂ કરે છે અને પોતાની એસઆઇપી બંધ કરવાનું કે પોતાનાંરોકાણને પાછું ખેંચવાનો વિચાર કરે છે. અસ્થિર બજાર દરમિયાન તમને તમારાં રોકાણ લાલ રંગમાં આવતા હોય તે જોઇને ચિંતા થાય તે સ્વાભાવિક છે. પરંતુ ખાસ કરીને તૂટતાં બજાર દરમિયાન તમારી એસઆઇપીને યથાવત રાખવી એ વિવેકપૂર્ણ ગણાશે, કારણ કે માસિક રોકાણની સમાન રકમથી તમે અંતે થોડાં વધુ યુનિટ ખરીદશો. આપણને સૌને ભાવતાલ કરીને ખરીદી કરવી ગમે છે, પછી તે ઓનલાઇન સેલ દરમિયાન હોય કે શાકની દુકાન પર હોય. સાચું ને? તો પછી જ્યારે ભાવ ઘટી રહ્યા હોય ત્યારે આપણે મ્યુચ્યુઅલ ફંડનાં રોકાણ માટે આવું કેમ ન કરીએ?
બજાર, આપણાં હવામાનની આગાહીની એપ્સ કરતાં પણ વધુ અણધાર્યું હોય છે. બજાર ઘટતું હોય ત્યારે લમ્પસમ રકમનું રોકાણ કરવા માટે તમે તમનેપોતાને ચોક્કસપણે
વધુ વાંચો