જ્યાં સુધી તમે ક્લોઝ એન્ડેડ ઇએલએસએસમાં કે અન્ય ક્લોઝ એન્ડેડ સ્કિમ્સ જેવી કે એફએમપીમાં રોકાણ કર્યું ન હોય ત્યાં સુધી સામાન્યપણે મ્યુચ્યુઅલ ફંડ્ઝ સ્કિમ્સ પાકતી મુદ્દતની તારીખ ધરાવતી નથી. એસઆઇપીના કિસ્સામાં પણ એક અવધિ હોય છે જેના માટે રોકાણ નિયમિતપણે કરવું પડે છે. જો એસઆઇપીની અવધિ ચાલુ હોય તે દરમિયાન કે ક્લોઝ એન્ડેડ સ્કિમની પાકતી મુદ્દત પહેલા રોકાણકારનું મૃત્યું થાય તો આવકનો દાવો કરવા માટે સંયુક્ત હોલ્ડિંગ કે કાનૂની વારસદારના કિસ્સામાં નોમિની, સર્વાઇવર્સ દ્વારા વ્યાખ્યાયિત પ્રક્રિયાઓ અનુસરવાની હોય છે. આ પ્રક્રિયાને ટ્રાન્સમિશન કહેવામાં આવે છે. ટ્રાન્સમિશન માટે વિનંતી કરતી કોઇ વ્યક્તિ સૌ પ્રથમ તમારા મ્યુચ્યુઅલ ફંડના રોકાણ વિશે જાગૃત્ત હોવી જોઇએ, નહીંતર તે કાયમ માટે દાવો કર્યા વિના રહી શકે છે.
તેથી અન્ય કોઇપણ રોકાણની જેમ તમારા મ્યુચ્યુઅલ ફંડ રોકાણોમાં પણ હંમેશાં નોમિનીને ઉમેરવાની અને નોમિનીને તેના વિશે જાણ કરવાની ભલામણ કરવામાં આવે છે. જો તમે જોઇન્ટ એકાઉન્ટ હોલ્ડિંગ ધરાવતા હોય તો તમારા ખાતામાં ઉલ્લેખ કરેલા સર્વાઇવર્સ ટ્રાન્સમિશનનો દાવો કરી શકે છે. પરંતુ જો તમે તમારા ફોલિયોમાં નોમિની કે સર્વાઇવિંગ જોઇન્ટ હોલ્ડર્સનો ઉલ્લેખ કર્યો ન હોય તો પણ તમારા કાનૂની વારસદારો મૃત્યુનાં પ્રમાણપત્ર સહિતના તમામ આવશ્યક દસ્તાવેજો અને પુરાવાઓ રજૂ કરીને ટ્રાન્સમિશનની વિનંતી કરી શકે છે. ટ્રાન્સમિશન માટે વિનંતી કરી રહેલી વ્યક્તિ કેવાયસી નોંધણી ધરાવતી હોવી જોઇએ.