1 એપ્રિલ, 2020થી લાગુ થયેલી નવી કર પદ્ધતિ વ્યક્તિ અને એચયુએફ કરદાતાઓને અમુક છૂટને જતી કરીને કરના નીચા દર અને છૂટ મેળવીને કરના ઊંચા દર (જૂની કર પદ્ધતિ) વચ્ચેની પસંદગી કરવાનો વિકલ્પ આપે છે. કરની નવી પદ્ધતિ દરેક માટે યોગ્ય ન પણ હોઇ શકે. કરદાતાઓએ નિર્ણય લેવા માટે જૂની અને નવી પદ્ધતિ બંને હેઠળ થતી કરની બચતનું મૂલ્યાંકન કરવાની જરૂર છે.
ઘર કે શિક્ષણ લોન, કરમાં કપાત આપતી જીવન વીમા પોલિસીઓ, 15 લાખથી વધુનો ઊંચો પગાર ધરાવતા હોય અથવા જેઓ છૂટ મારફતે ઘણી બચત કરી શકતા હોય એવા લોકો માટે જૂની પદ્ધતિ વધુ યોગ્ય હોઇ શકે છે. તેથી આવા કરદાતાઓ જૂની કર પદ્ધતિ હેઠળ કરની બચત કરવા માટે ELSS માં રોકાણ કરવાનો વિચાર કરી શકે છે. નવી પદ્ધતિ તમને જૂની પદ્ધતિની તુલનામાં વર્ષના અંતે રોકાણના પુરાવા રજૂ કરવાની દ્રષ્ટિએ ચોક્કસપણે ઘણાં બધાં પેપરવર્કમાંથી બચાવે છે,