ડેટ ફંડ્ઝના વિવિધ પ્રકાર કયા છે?

ડેટ ફંડ્ઝના વિવિધ પ્રકાર કયા છે? zoom-icon

ડેટ ફંડ્ઝ એવા રોકાણકારો માટે હોય છે જેઓ મૂડીની સુરક્ષા અને રોકાણમાંથી નિયમિત આવક ઇચ્છતા હોય છે અને/અથવા ટૂંકા ગાળા માટે નાણાં રોકવા માગતા હોય છે. 

પરંતુ ડેટ ફંડ્ઝ પણ ઘણા પ્રકારના હોય છે.

જેમ કે તમે બેંકોમાં બચત ખાતું ખોલાવી શકો છો, જ્યાં તમે ઇચ્છો ત્યારે નાણાં મૂકી શકો છો અને ઉપાડી શકો છો. જોકે જો તમે થોડા સમય માટે નાણાંનો ઉપયોગ કરવાના ન હોય તો તેમને નિષ્ક્રિય રાખવાનો કોઇ અર્થ સરતો નથી. આવા કિસ્સામાં તમે ફિક્સ્ડ ડિપોઝિટ ખોલી શકો છો – જેમાં નાણાં નિશ્ચિત અવધિ માટે લોક રહે છે, જેની સામે તમને વ્યાજનાં ઊંચા દર કમાવવાની તક મળે છે. તમે રિકરિંગ ડિપોઝિટનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો, જેમાં તમે નિશ્ચિત અવધિ માટે દરેક મહિને સ્થાયી રકમનું રોકાણ કરતા રહો છો. આ તમામ પ્રોડક્ટ્સ જુદી જુદી જરૂરિયાતોમાં તમને મદદ કરે છે. 

આ જ પ્રમાણે મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં પણ રોકાણકારોની વિવિધ જરૂરિયાતોને પૂરી કરવા માટે ડેટ ફંડ કેટેગરીમાં વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે જેવા કે લિક્વિડ ફંડ્ઝ, ઇન્કમ ફંડ્ઝ, સરકારી જામીનગીરીઓ અને ફિક્સ્ડ મેચ્યોરિટી પ્લાન્સ.

રોકાણકારને તેમની જરૂરિયાતને આધારે સ્કિમ્સ પસંદ કરવાની સલાહ આપવામાં આવે છે.

425

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??