ઇટીએફ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ છે, જે નિયમિત મ્યુચ્યુઅલ ફંડ્ઝના વહેવારોથી અલગ શેરબજાર પર સામાન્ય શેર જેવા હોય છે.
સામાન્યપણે ઇટીએફના યુનિટ્સની ખરીદી અને વેચાણ માન્યતાપ્રાપ્ત શેરબજારના નોંધણી પામેલા દલાલ મારફતે થાય છે. ઇટીએફના યુનિટ્સ શેરબજારો પર લિસ્ટ થયેલા હોય છે અને એનએવી બજારની ગતિવિધી પ્રમાણે બદલાય છે. ઇટીએફના યુનિટ્સ માત્ર શેરબજાર પર લિસ્ટ થયેલા હોવાથી તેમને કોઇ પણ સામાન્ય ઓપન એન્ડ ઇક્વિટી ફંડની જેમ ખરીદી અને વેચી શકાતા નથી. રોકાણકાર એક્સચેન્જ મારફતે કોઇ પણ નિયંત્રણ વિના તેઓ ઇચ્છે એટલા યુનિટ્સ ખરીદી શકે છે.
સામાન્ય શબ્દોમાં ઇટીએફ એવા ફંડ્ઝ છે જે સીએનએક્સ નિફ્ટી અથવા બીએસઇ સેન્સેક્સ વગેરે જેવા ઇન્ડેક્સિસને ટ્રેક કરે છે. જ્યારે તમે ઇટીએફના શેર/યુનિટ્સ ખરીદો ત્યારે તમે પોર્ટફોલિયોના એવા શેર/યુનિટ્સ ખરીદી રહ્યા છો જે તેના નેટિવ ઇન્ડેક્સની ઊપજ અને વળતરને ટ્રેક કરતા હોય. ઇટીએફ અને અન્ય પ્રકારના ઇન્ડેક્સ ફંડ્ઝ વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે ઇટીએફ તેમના અનુરૂપ ઇન્ડેક્સ કરતા વધુ સારું પ્રદર્શન કરવાનો પ્રયત્ન કરતા નથી, પરંતુ તે ઇન્ડેક્સના દેખાવની નકલ કરે છે. તે બજારને હરાવવાનો પ્રયત્ન કરતા નથી, પણ તે બજાર બનવાનો પ્રયત્ન કરે છે.
ઇટીએફ દૈનિક ઊંચી તરલતા અને મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સ કરતા ઓછી ફી ધરાવે છે, જે તેમને વ્યક્તિગત રોકાણકારો માટે આકર્ષક વિકલ્પ બનાવે છે.