મ્યુચ્યુઅલ ફંડ્ઝ વિરુદ્ધ શેર્સ: તફાવત શું છે?

મ્યુચ્યુઅલ ફંડ્ઝ વિરુદ્ધ શેર્સ: તફાવત શું છે?

તમે રાત્રી ભોજન માટે શાકભાજી ક્યાંથી મેળવો છો? શું તમે તેને તમારા બગીચામાં ઉગાડો છો અથવા તમારી જરૂરિયાતને આધારે નજીકનાં બજાર કે સુપરમાર્કેટમાંથી ખરીદો છો? તમારા પોતાના શાકભાજી ઉગાડવા એ સ્વાસ્થ્યવર્ધક આહાર ખાવા માટેનો શ્રેષ્ઠ માર્ગ છે, પરંતુ બિયારણની પસંદગી, ખાતર, પાણી પૂરા પાડવા અને કિટક નિયંત્રણ વગેરે પાછળ ઘણા પ્રયત્નો કરવા પડે છે. પછીનો વિકલ્પ તમને સખત મહેનત કર્યા વિના વ્યાપક વિવિધતામાંથી પસંદગી કરવા માટે સક્ષમ બનાવે છે. 

આજ પ્રમાણે તમે સારી કંપનીઓના શેરોમાં સીધું રોકાણ કરીને અથવા મ્યુચ્યુઅલ ફંડ્ઝ મારફતે તેમાં રોકાણ કરીને સંપત્તિનું સર્જન કરી શકો છો. આપણે જ્યારે કંપનીના શેરો ખરીદીએ ત્યારે તે આપણા નાણાંનો ઉપયોગ તેમના કારોબારની વૃદ્ધિ કરવા માટે કરે છે, જે આપણા માટે મૂલ્યનું સર્જન કરે છે અને આ રીતે સંપત્તિનું સર્જન થઈ શકે છે. 

શેરોમાં સીધું રોકાણ તુલનાત્મક રીતે ઊંચા જોખમનો ઘટક ધરાવે છે. તમારે કંપની અને ક્ષેત્રનું સંશોધન કર્યા પછી શેરો પસંદ કરવા પડે છે. શેરબજાર પર લિસ્ટેડ થયેલી હજારો કંપનીઓમાંથી અમુક કંપનીઓને પસંદ કરવાનું કાર્ય બહું મોટું છે. એક વખત થઈ જાય ત્યાર પછી તમારે દરેક શેરના દેખાવનો ટ્રેક રાખવો પડે છે. 

મ્યુચ્યુલ ફંડ્ઝમાં શેરની પસંદગી નિષ્ણાત ફંડ મેનેજર્સ દ્વારા કરવામાં આવે છે. તમારે ફંડની અંદરના વ્યક્તિગત શેરોનું નહીં, પરંતુ ફંડના દેખાવનો ટ્રેક રાખવો પડે છે. તેઓ શેરોથી વિપરિત એસઆઇપી મારફતે નાની રકમનું નિયમિતપણે રોકાણ કરીને અસ્થિરતાનો સામનો કરવામાં મદદ કરવા ઉપરાંત ગ્રોથ/ડિવિડન્ડ વિકલ્પો, ટોપ-અપ્સ, સિસ્ટેમેટિક ઉપાડ/ટ્રાન્સફર વગેરેની સાથે રોકાણની લવચિકતા પણ આપે છે.

424

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??