મ્યુચ્યુઅલ ફંડ શું છે?

Video

ઘણા લોકો માટે મ્યુચ્યુઅલ ફંડ્ઝ જટીલ અથવા ડરામણાં હોય છે. અમે ખૂબ પાયારૂપ સ્તરે તમારા માટે સરળ અને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઘણી સંખ્યામાં લોકો (કે રોકાણકારો) પાસેથી જમા કરેલા નાણાં મ્યુચ્યુઅલ ફંડનું નિર્માણ કરે છે. આ ફંડ વ્યાવસાયિક ફંડ મેનેજર દ્વારા સંચાલિત થાય છે.

આ એવું ટ્રસ્ટ છે જે સમાન્ય રોકાણ ઉદ્દેશ ધરાવતા ઘણા બધા રોકાણકારો પાસેથી નાણાં એકત્રિત કરે છે. ત્યાર પછી તે ઇક્વિટીઝ, બોન્ડ્સ, નાણાં બજારનાં સાધનો અને/અથવા અન્ય જામીનગીરીઓમાં નાણાંનું રોકાણ કરે છે. દરેક રોકાણકાર યુનિટ્સ ધરાવે છે, જે ફંડનાં હોલ્ડિંગનો હિસ્સો રજૂ કરે છે. સ્કિમની નેટ એસેટ વેલ્યુ કે એનએવીની ગણતરી કરીને અમુક ખર્ચની કપાત કર્યા પછી આ એકત્રિત રોકાણમાંથી થયેલી આવક/લાભને રોકાણકારોમાં સમપ્રમાણમાં વિતરિત કરવામાં આવે છે. સરળ શબ્દોમાં કરીએ તો મ્યુચ્યુઅલ ફંડ સામાન્ય વ્યક્તિ માટે સૌથી વ્યવહાર્ય રોકાણ વિકલ્પો પૈકીનો એક છે, કારણ કે તે તુલનાત્મક રીતે નીચા ખર્ચે વૈવિધ્યસભર, વ્યાવસાયિક રીતે સંચાલિત જામીનગીરીઓનાં બાસ્કેટમાં રોકાણ કરવાની તક ઓફર કરે છે.  

424
426
હું રોકાણ કરવા માટે તૈયાર છું