ઇટીએફમાં કોણે રોકાણ કરવું જોઇએ?

ઇટીએફમાં કોણે રોકાણ કરવું જોઇએ? zoom-icon

ઇટીએફ શેરબજારમાં એક્સપોઝરની વૃદ્ધિ કરવા માટેનાં નીચા ખર્ચનાં માધ્યમ છે. તેઓ તરલતા અને વાસ્તવિક સમયની પતાવટ પૂરા પાડે છે, કારણ કે તેઓ એક્સચેન્જ પર લિસ્ટ થયેલા હોય છે અને શેરોની જેમ ટ્રેડ થાય છે. ઇટીએફ સ્ટોક ઇન્ડેક્સનું અનુકરણ કરે છે, જે તમારી પસંદગીના થોડા સ્ટોક્સમાં રોકાણ કરવાથી વિરુદ્ધ વૈવિધ્યતા પૂરી પાડે છે.

ઇટીએફ તમે જે રીતે ટ્રેડ કરવા માગતા હોય એવી લવચિકતા પૂરી પાડે છે, જેમ કે શોર્ટ સેલિંગ અથવા માર્જિન પર ખરીદી. ઇટીએફ કોમોડિટિઝ, ફોરેઇન ઇન્ડાઇસિસ અને આંતરરાષ્ટ્રીય જામીનગીરીઓમાં રોકાણ કરવા જેવા ઘણા વૈકલ્પિક રોકાણના વિકલ્પોનો એક્સેસ પણ પૂરો પાડે છે. તમે તમારી પોઝિશનને હેજ કરવા માટે ફ્યુચર્સ અને ઓપ્શન્સનો પણ ઉપયોગ કરી શકો છે, જે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની સાથે ઉપલબ્ધ નથી.

જોકે ઇટીએફ દરેક રોકાણકારો માટે યોગ્ય નથી. ઇન્ડેક્સ ફંડ્ઝ વિશેષ સ્ટોક્સ પસંદ કર્યા વિના લાંબા ગાળા માટે ઇક્વિટીમાં રોકાણ કરવાના લાભનો અનુભવ કરવા માગતા હોય એવા નવા રોકાણકારો માટે વધુ સારો વિકલ્પ છે. 

યોગ્ય ઇટીએફને પસંદ કરવા માટે મોટા ભાગના નાના રોકાણકારો જે નાણાકીય બજારની સમજ ધરાવે છે તેના કરતા વધુ સારી સમજની આવશ્યકતા હોય છે. તેથી તમારા ઇટીએફનાં રોકાણને સંચાલિત કરવા માટે થોડી વ્યવહારું શૈલીની આવશ્યકતા હોય છે. 

426