મ્યુચ્યુઅલ ફંડ્સને કેવી રીતે રિડિમ કરવા?

મ્યુચ્યુઅલ ફંડ્સને કેવી રીતે રિડિમ કરવા? zoom-icon

રોકાણ જગતમાં, ફ્લેક્સીબિલિટી જ ચાવી છે, અને રોકાણકારે તેમના મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડિંગ્સને રોકડમાં તબદિલ કરવાની જરૂર ઉદભવે ત્યારે જ હિલચાલ આવે છે. રોકાણકાર વ્યક્તિગત નાણાકીય જરૂરિયાતોને લીધે અથવા તો રોકાણકાર જે ઉદ્દેશ માટે રોકાણ કરી રહ્યા હોય, ટેક્સ ક્રેડિટ, નિવૃત્તિ વગેરેને હાંસલ કરવા માટે તેમના મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડિંગ્સને વેચવાનું પસંદ કરી શકે છે.


મ્યુચ્યુઅલ ફંડ્સને રિડિમ કરવાની પદ્ધતિઓ
મ્યુચ્યુઅલ ફંડને ઓનલાઈન અથવા ઓફલાઈન ચેનલ્સ દ્વારા રિડિમ કરી શકાય છે, જેનો આધાર AMC(s) અને રોકાણના પસંદગી પર રહેલો છે, જે દરેકમાં ચોક્કસ પગલાંની જરૂર રહે છેઃ

ઓફલાઈન રિડમ્પશન : AMC/RTA/એજન્ટ્સ/ડિસ્ટ્રીબ્યૂટર્સ
તમારા મ્યુચ્યુઅલ ફંડ યુનિટને ઓફલાઈન રિડિમ કરવા, તમે AMC's અથવા રજિસ્ટ્રારની નિર્ધારિત કચેરીમાં સહી કરેલું રિડમ્પશન વિનંતીપત્ર રજૂ કરી શકો છો. રોકાણકાર યોગ્ય સહી કરેલા રિડમ્પશન પત્રને એજન્ટ અથવા ડિસ્ટ્રીબ્યૂટર દ્વારા AMC અથવા RTA ઓફિસમાં જમા કરાવીને પોતાના મ્યુચ્યુઅલ ફંડ્સને રિડિમ કરી શકે છે. તમારે ધારકના નામ, ફોલિયો નંબર તથા કેટલા યુનિટ અથવા રકમને રિડમ્પશન કરવી જરૂરી છે તેના સહિતની આવશ્યક વિગતો ભરીને પછી રિડમ્પશન ફોર્મ પર સહી કરવાની રહે છે. આ પ્રક્રિયાને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ, તમારી રકમને તમારા રજિસ્ટર્ડ બેંક ખાતામાં જમા કરી દેવાશે અથવા તમે ISFC કોડ આપ્યો નહીં હોય તો ધારકના નામનો એકાઉન્ટ પેયી ચેક પ્રાપ્ત થશે.


ઓનલાઈન રિડમ્પશન: AMC/RTA/એજન્ટ્સ/ડિસ્ટ્રીબ્યૂટર્સ/MFCentralની વેબસાઈટ અને /ટ્રેડિંગ/ડિમેટ એકાઉન્ટ
તમારા મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સને ઓનલાઈન રિડિમ કરવા, તમે ઈચ્છિત મ્યુચ્યુઅલ ફંડ / રજિસ્ટ્રાર/ MFD/ અગ્રીગેટરની વેબસાઈટ અથવા MF સેન્ટ્રલ વેબસાઈટની મુલાકાત લઈ શકો છો. ફોલિયો નંબર અથવા પાન કાર્ડ નંબર અથવા તે વેબસાઈટ માટેના ચોક્કસ લોગિન ક્રેડેન્શિયલ્સ સાથે લોગિન કરો. સ્કીમને સિલેક્ટ કરો અને યુનિટ્સની સંખ્યા અથવા રિડમ્પશન રકમની સ્પષ્ટતા કરો.


ડિમેટ દ્વારા રિડમ્પશનઃ તમે તમારા ડિમેટ અથવા ટ્રેડિંગ એકાઉન્ટ દ્વારા મ્યુચ્યુઅલ ફંડ્સ ખરીદ્યા હોય તો, રિડમ્પશન પ્રક્રિયાને તે જ એકાઉન્ટનો ઉપયોગ કરીને હાથ ધરવી જોઈએ. આ પ્રક્રિયા પૂર્ણ થયે, રિડમ્પશનની વિનંતી મુજબ, ઈલેક્ટ્રોનિક પેઆઉટ અમલી બનાવાશે, જેમાં તમારા ડિમેટ એકાઉન્ટ સાથે સંકલિત બેંક ખાતામાં સીધી રકમ જમા કરવામાં આવશે.


છેલ્લે, રોકાણકાર ચોક્કસ સમય પહેલાં મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડિંગને રિડિમ કરતી વેળાએ એક્ઝિટ લોડ જેવા સંભવિત ચાર્જિસ વિશે વાકેફ હોવા જોઈએ. ફંડની કેટેગરી અને સમયાવધિ મુજબ એક્ઝિટ લોડ બદલાઈ શકે છે. ELSS જેવી અમુક સ્કીમમાં ચોક્કસ લોક-ઈન પિરિયડ હોય છે જે પહેલાં તેને રિડિમ કરી ન શકાય. તદુપરાંત, રોકાણની રકમ અને હોલ્ડિંગના સમયગાળાથી પ્રભાવિત, કેપિટલ ગેઈન ટેક્સની રિટર્ન પર નોંધપાત્ર અસર પડી શકે છે. માહિતીપૂર્ણ નિર્ણયો કરવા માટે, રોકાણકારોએ એક્ઝિટ લોડ અને કરવેરાની અસરોનું મૂલ્યાંકન કરીને પછી જ તેમના મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સને રિડિમ કરવા જોઈએ.

અસ્વીકરણ
મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.

285