સ્ટેપ અપ SIP એટલે શું?

Video

તમે કેટલું રોકાણ કરી શકો છો, તેનો આધાર ઘણીવાર તમારી આવક, તમે તમારા અંગત જીવનમાં કેવી સ્થિતિમાં છો અને તમારા માસિક ખર્ચાઓ કેવી રીતે બદલાય છે, તેના પર રહેલો હોય છે. ફુગાવાની સાથે કદમતાલ મિલાવવા અને તમારા લક્ષ્યો સુધી સમયસર પહોંચવા માટે તમારું રોકાણ પણ વધે તે મહત્વનું છે.  

સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) એ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવાનો એક અદભૂત રસ્તો છે. SIPની મદદથી તમે તમારા બજેટને અનુકૂળ આવે તેવી નાની-નાની રકમનું નિયમિતપણે રોકાણ કરી શકો છો, પછી તે અઠવાડિક ધોરણે હોઈ શકે, માસિક કે ત્રિમાસિક ધોરણે હોઈ શકે. તમારા રોકાણને વધુ અસરકારક બનાવવા માટે તમે ઑટોમેટેડ ફીચરનો પણ લાભ લઈ શકો છો, જે તમારા યોગદાનને એક નિશ્ચિત અંતરાલે વધાર્યા કરે છે.  

તમે સ્ટેપ-અપ SIPનો ઉપયોગ કરીને આમ કરી શકો છો. 

સ્ટેપ-અપ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP): સ્ટેપ-અપ SIP તમારા મ્યુચ્યુઅલ ફંડમાં તમે રોકેલી રકમને એક નિશ્ચિત ટકાવારીમાં આપમેળે વધાર્યા કરે છે. લાંબાગાળાનું રોકાણ કરવા માટે તમારી કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં જ સ્ટેપ-અપ SIP શરૂ કરી દો.  

 

હું રોકાણ કરવા માટે તૈયાર છું