તમે પ્રારંભિક તબક્કેથી તમારો મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો કેવી રીતે બનાવશો?

તમે પ્રારંભિક તબક્કેથી તમારો મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો કેવી રીતે બનાવશો? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ એ રોકાણ કરવાની એક લવચિક પસંદગી છે, કારણ કે તે એસેટ ક્લાસ, જોખમો, રોકાણની રકમ અને લિક્વિડિટીના સંદર્ભમાં વ્યાપકપણે વિકલ્પો આપે છે. પરંતુ, શરૂઆત કરનારા લોકો માટે, મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો બનાવવા માટે પ્રથમ પગલું ભરવું પડકારજનક હોઇ શકે છે. તમે કેટલાક મૂળભૂત માર્ગદર્શક સિદ્ધાંતોની મદદથી તમારો મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો બનાવી શકો છો. 

તમારો મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો બનાવવા માટે સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શિકા:

  • તમારી જોખમ સહન કરવાની ક્ષમતા સમજો: તમારી જોખમ સહન કરવાની ક્ષમતા એ તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે જે જોખમ લેવા માટે તૈયાર હોવ તે સ્તર છે. જ્યારે તમે નક્કી કરો કે તમે તમારા રોકાણ માટે કેટલું જોખમ લઇ શકો છો, ત્યારે તમે તમારા માટે યોગ્ય હોય એવા ફંડના પ્રકારો નક્કી કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે જોખમ સહન કરવાની ઉચ્ચ ક્ષમતા ધરાવતા હોવ, તો ઇક્વિટીમાં મહત્તમ ફાળવણી કરી શકો છો, અને જો તમે જોખમ-વિરોધી રોકાણકાર હોવ તો ડેબ્ટ ફંડ્સ તમારા માટે વધુ યોગ્ય છે. 
  • લક્ષ્યોની ઓળખ: લક્ષ્યો એક નિર્ણાયક પાસું છે કારણ કે ભવિષ્યના અન્ય તમામ નિર્ણયો તેમના પર નિર્ભર રહેશે. લક્ષ્યો દ્વારા, તમે રોકાણની અન્ય ઘણી વિશેષતાઓ સાથે રોકાણની રકમ અને સમયની સીમા નક્કી કરી શકો છો. આ ઉપરાંત, તમારા લક્ષ્યો સાથે અનુરૂપ, દરેક મ્યુચ્યુઅલ ફંડને તમે ચોક્કસ ફાઇનાન્સિયલ લક્ષ્ય સાથે ટૅગ કરી શકો છો. 
  • તમારા ફંડ્સ પસંદ કરો: એકવાર તમે તમારા ફાઇનાન્સિયલ લક્ષ્યો અને તમારી જોખમ લેવાની ક્ષમતાને જાણી લો પછી, આ બ્રેકેટમાં ફિટ બેસતા હોય તેવા ફંડ્સને તમે પસંદ કરી શકો છો. 
  • એસેટ ફાળવણી: એસેટ ફાળવણી અથવા વિવિધ એસેટ ક્લાસમાં તમારા રોકાણનું ડાઇવર્સિફિકેશન એ એક આવશ્યક પરિબળ છે, જે તમારા પોર્ટફોલિયોને સંતુલિત રાખે છે. જેમાં ઇક્વિટી ફંડ્સ, ડેબ્ટ ફંડ્સ, હાઇબ્રિડ ફંડ્સ અને અન્યમાં રોકાણ કરાયેલું હોય તેને સંતુલિત પોર્ટફોલિયો કહેવાય. આ મહત્વપૂર્ણ છે કારણ કે વિવિધ એસેટ ક્લાસ બજારની સ્થિતિના આધારે અલગ-અલગ રીતે કામ કરે છે અને જોખમ ડાઇવર્સિફાઇડ હોવાનું તે સુનિશ્ચિત કરે છે.
  • નિરીક્ષણ, સમીક્ષા અને પુનઃસંતુલન: અંતિમ પગલું તમારા રોકાણોના નિરીક્ષણ, સમીક્ષા અને પુનઃસંતુલનનું છે; અહીં, તમારે તમારા રોકાણો પર ફરી ધ્યાન આપવાની અને ડાઇવર્સિફિકેશન, રોકાણની ફ્રિક્વન્સી, એસેટના પુનઃસંતુલન અને તેના જેવા બીજા પાસાઓ નક્કી કરવાની જરૂર હોય છે. તમે તમારા મ્યુચ્યુઅલ ફંડની કામગીરીની સમીક્ષા કરી શકો છો અને જો તેઓ લાંબા સમય સુધી ઓછું પરફોર્મન્સ આપી રહ્યા હોય, તો તમે ફેરબદલી કરીને વધુ સારા પસંદ કરી શકો છો. 

 

અસ્વીકરણ

મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.

285