શું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે વ્યક્તિ પાસે બેંકમાં ખાતું હોવું આવશ્યક હોય છે?

શું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે વ્યક્તિ પાસે બેંકમાં ખાતું હોવું આવશ્યક હોય છે?

જો તમને પ્રશ્ન થતો હોય કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કેવી રીતે કરવું તો યાદ રાખો કે કોઇ પણ બેંકમાં ખાતું, કેવાયસી/ સીકેવાયસી, પાન અને આધાર કાર્ડ હોવું ફરજિયાત છે. આ એ સુનિશ્ચિત કરવા માટે ફરજિયાત બનાવવામાં આવ્યું છે કે એનૈતિક રોકાણકારો દ્વારા મ્યુચ્યુઅલ ફંડ્ઝનો ઉપયોગ નાણાંની હેરફેરના ઉદ્દેશ માટે કરવામાં આવી રહ્યો નથી. કેટલાક મ્યુચ્યુઅલ ફંડ્ઝ અને બેંકો સામાન્ય પેરેન્ટ કંપની ધરાવતા હોય છે એટલે કે તેઓ સમાન કોર્પોરેટ જૂથ સાથે સંબંધ ધરાવતા હોય છે. જોકે બેંકોનું નિયમન આરબીઆઇ દ્વારા થાય છે અને મ્યુચ્યુઅલ ફંડ કારોબારનું નિયમન સેબી દ્વારા થાય છે. તમને મ્યુચ્યુઅલ ફંડની એવી કંપનીઓ પણ જોવા મળી શકે છે જે સુસ્થાપિત બેંક જેવું સમાન બ્રાન્ડનું નામ ધરાવતી હોય છે, તેથી યાદ રાખો કે તેઓ બે અલગ અલગ કંપનીઓ છે, જેઓ સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. તમારે સિસ્ટર કન્સર્ન એટલે કે આ કેસમાં મ્યુચ્યુઅલ ફંડ કંપનીના ફંડ્ઝમાં રોકાણ કરવા માટે તે બેંકમાં બચત ખાતું હોવાની જરૂર નથી.

બેંકો વિવિધ મ્યુચ્યુઅલ ફંડ્ઝના વિતરક તરીકે પણ કાર્ય કરે છે અને તેના ગ્રાહકોને આ ફંડ્ઝનું ક્રોસ-સેલ (પ્રતિ-વેચાણ) કરે છે. તેઓ બજારમાં ઉપલબ્ધ તમામ મ્યુચ્યુઅલ ફંડ્ઝનું વેચાણ ન પણ કરતા હોઇ શકે, જ્યારે બીજી બાજુએ તેઓ જે મ્યુચ્યુઅલ ફંડ્ઝ સાથે વિતરણ જોડાણ ધરાવે છે તેમાંથી ફંડ્ઝ ખસેડશે. તમે એવા મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરી શકો છો, જે તેમનું વેચાણ કરતી બેંક સાથે સંબંધ ધરાવતા ન હોય એટલે કે તમારી બેંક જેમાં તમે ખાતું ધરાવતા હોય.

424