સંભવિત રોકાણકારના મગજમાં રોકાણ કરવાની આદર્શ રકમ અંગે ઘણા પ્રશ્નો હોય છે. લોકો મ્યુચ્યુઅલ ફંડ્ઝને રોકાણ કરવાનું અન્ય સ્થળ ગણતા હોય છે. શું ખરેખર આવું છે? શું મ્યુચ્યુઅલ ફંડ ફિક્સ્ડ ડિપોઝિટ, કંપનીઓના ડિબેન્ચર કે શેરની જેમ ફક્ત અન્ય રોકાણ સ્થળ છે?
મ્યુચ્યુઅલ ફંડ માત્ર એક રોકાણ સ્થળ જ નથી, પરંતુ તે વિભિન્ન રોકાણ સ્થળો સુધી પહોંચવાનું એક સાધન છે.
આને આ રીતે વિચારો. તમે જ્યારે રેસ્ટોરન્ટમાં જાઓ ત્યારે તમારી પાસે અ લા કાર્ટે કે બફેટ/થાળી કે સંપૂર્ણ ભોજનને ઓર્ડર કરવાના વિકલ્પો હોય છે.
આખી થાળી કે ભોજનની તુલના મ્યુચ્યુઅલ ફંડની સાથે કરો, જ્યારે તમે જે વ્યક્તિગત વાનગીઓ ઓર્ડર કરો છો તે સ્ટોક્સ, બોન્ડ્સ વગેરે છે. થાળી પસંદગીને સરળ બનાવે છે, સમય બચાવે છે અને અમુક નાણાંની પણ બચત કરે છે.
મહત્ત્વપૂર્ણ બાબત વહેલી તકે રોકાણ શરૂ કરવું છે, ભલે પછી તે નાનું હોય અને તમારી આવક જેમ જેમ વધે તેમ તેમ તમારા રોકાણમાં ક્રમશઃ ઉમેરો કરતા જાઓ. આ તમને લાંબા ગાળે વધુ સારા વળતરની સારી સંભાવનાઓ આપે છે.