મ્યુચ્યુઅલ ફંડ્સની દુનિયામાં, તમે NFO જેવો શબ્દ સાંભળ્યો હશે, જેનો અર્થ ન્યૂ ફંડ ઓફર થાય છે. કોઈ નવી કંપની બજારમાં નવી પ્રોડક્ટને લોંચ કરે તેના જેવું જ આમાં વિચારો. આ કિસ્સામાં, "પ્રોડક્ટ" એ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ જેવી હોય છે, અને NFOનો અર્થ નવી સ્કીમના ઓફર કરાયેલા યુનિટ્સથી થાય છે.
“મ્યુચ્યુઅલ ફંડ્સમાં NFO એ શું છે?” એ સવાલનો જવાબ આપીએ તો સરળ ભાષામાં આપણે એવું કહી શકીએ કે, તે કોઈ પ્રવર્તમાન મ્યુચ્યુઅલ ફંડ અથવા નવા મ્યુચ્યુઅલ ફંડ દ્વારા લોંચ કરાયેલી કોઈ નવી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ છે.
તમે જ્યારે NFOમાં રોકાણ કરો છો, ત્યારે તમે આવશ્યક રીતે તમારા નાણાં મ્યુચ્યુઅલ ફંડને પૂરા પાડો છો, અને ફંડ મેનેજર તે ફંડનો ઉપયોગ સ્કીમના દર્શાવાયેલા ઉદ્દેશો અનુસાર રોકાણો કરે છે.
NFOની અવધિ દરમિયાન, રોકાણકાર ઓફર પ્રાઈસ પર આ નવી સ્કીમના યુનિટ્સ ખરીદી શકે છે, જે મુખ્યત્વે ફિક્સ્ડ રકમ પર નિર્ધારિત કરાય છે (દા.ત. રૂ. 10 પ્રતિ યુનિટ). રોકાણકાર પાસેથી એકત્ર કરાયેલા નાણાંને ભેગા કરાય છે. NFOની અવધિ પૂર્ણ થયે, મ્યુચ્યુઅલ ફંડ આ ભેગી કરેલી રકમનું સ્કીમના ઉદ્દેશો અનુસાર વિવિધ નાણાકીય સાધનોમાં રોકાણ શરૂ કરે છે. આનાથી રોકાણકારોને શરૂથી જ સ્કીમની સફરનો હિસ્સો બનવાની અનુમતિ મળે છે.
જો કે, કોઈ NFOમાં રોકાણ કરતા પહેલાં તમારા ધ્યેયો અને રિસ્ક પ્રોફાઈલનું આકલન કરવું જરૂરી છે, જેથી સુનિશ્ચિત કરી શકાય કે તે સ્કીમનો રોકાણ ઉદ્દેશોને આત્મસાત કરે છે.
NFO અવધિ દરમિયાન, કે જે મૂળભૂત રીતે 15-દિવસની સબસ્ક્રીપ્શન વિન્ડો રહે છે, તેમાં રોકાણકારો નિર્ધારિત ઓફર પ્રાઈસ પર (દા.ત. રૂ. 10 પ્રતિ યુનિટ) યુનિટની ખરીદી કરે છે. ફંડ મેનેજમેન્ટે પૂરી પાડેલી પસંદગીના આધારે, રોકાણકારો કોઈ લમ્પસમ રોકાણ અથવા સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાનમાંથી (SIP) કોઈ એકની પસંદગી કરી શકે છે.
NFO એ એવી તક છે કે જેમાં રોકાણકાર રોકાણની નવી સફર શરૂ કરી શકે છે, પરંતુ તે પહેલાં કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવું એ જ ચાવી છે.
અસ્વીકરણ
અસ્વીકરણઃમ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.