બજારમાં ઘણી બધી મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સ હોવાથી કોઇ પણ વ્યક્તિને પ્રશ્ન થાય છે કે કઈ સ્કિમ શ્રેષ્ઠ હોઇ શકે છે. પરંતુ “શ્રેષ્ઠ”નો અર્થ સમજવો એ મહત્ત્વપૂર્ણ છે.
સામાન્યપણે લોકો તાજેતરની અવધિમાં “શ્રેષ્ઠ” દેખાવ કરનારી એટલે કે જે સ્કિમ્સે તાજેતરમાં સૌથી ઊંચું વળતર આપ્યું હોય એવી સ્કિમ્સને પસંદ કરવાનું વલણ ધરાવે છે.
જો તમે ડિસેમ્બરમાં યુએસએમાં બનેલી ફિલ્મ જોશો તો તમને જોવા મળશે એકંદરે લોકોએ ગરમ વસ્ત્રો પહેર્યા હશે. કોઇ વ્યક્તિને તે ખરેખર ગમી શકે છે અને તે પ્રાપ્ત કરવાની ઇચ્છા પણ રાખતા હોઇ શકે છે. જોકે શું તમે કલ્પના કરી શકો કે કોઇ વ્યક્તિ મુંબઈ કે ચેન્નઇના માર્ગોમાં ગરમ વસ્ત્રો પહેરીને ફરતી હોય?
આ જ તર્ક મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં પણ લાગુ થાય છે. મ્યુચ્યુઅલ ફંડ માટે “શ્રેષ્ઠ” જેવું કશું હોતું નથી. કોઇ ખાસ પરિસ્થિતિમાં શું યોગ્ય છે અને તમારા રોકાણ ઉદ્દેશ સાથે શું સુસંગત છે હંમેશાં તે મહત્ત્વપૂર્ણ હોય છે.
ટૂંકા ગાળાની જરૂરિયાતોની તુલનામાં લાંબી અવધિના ધ્યેયો માટે વિભિન્ન ફંડ્ઝ હોય છે. આક્રમક ફંડ્ઝ સાધારણ ફંડ્ઝ કે પરંપરાગત ફંડ્ઝની તુલનામાં ઘણા અલગ હોય છે. તરલતા કે સંપત્તિ સંચયની તુલનામાં આવક સર્જન માટેનાં ફંડ્ઝ અલગ હોય છે.
તેથી શ્રેષ્ઠ માટે શોધ કરશો નહીં, પરંતુ સૌથી યોગ્ય હોય તેમના માટે શોધ કરો.