શું સગીરો મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરી શકે છે?

શું સગીરો મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરી શકે છે?

18 વર્ષથી ઓછી ઉંમરની કોઇ પણ વ્યક્તિ (સગીર) 18 વર્ષની ઉંમર સુધી માતા-પિતા/કાનૂની પાલકની મદદથી મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરી શકે છે. સગીર માતા-પિતા/પાલક દ્વારા પ્રતિનિધિત્ત્વ કરતા સોલ એકાઉન્ટ હોલ્ડર (એક માત્ર ખાતા ધારક) હોવા જોઇએ. સગીરના મ્યુચ્યુઅલ ફંડ ફોલિયોમાં જોઇન્ટ હોલ્ડિંગને મંજૂરી નથી. કોઇ વ્યક્તિ સગીર માટે ઉચ્ચ શિક્ષણને ભંડોળ પૂરા પાડવા જેવો રોકાણનો ધ્યેય ધરાવતા હોવા જોઇએ, જે મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરીને હાંસલ કરવાની જરૂર છે.

 એક વખત સંતાન 18 વર્ષનો થાય અને પુખ્ત બને ત્યારે માતા-પિતા/પાલક તરીકે તમારે કરવા જેવી પ્રથમ બાબાત એ છે કે સોલ એકાઉન્ટ હોલ્ડરના દરજ્જાને સગીરથી બદલીને પુખ્ત કરવાનું હોય છે, આમ ન કરવામાં આવે તો ખાતામાં તમામ વહેવારો બંધ થઈ જશે. હવેથી 18 વર્ષથી વધુની વય ધરાવતા કોઇ પણ રોકાણકારને લાગુ થવા પાત્ર હોય એવા કરના સૂચિતાર્થો સોલ એકાઉન્ટ હોલ્ડરને વેઠવાના રહેશે. જ્યાં સુધી સંતાન સગીર હોય ત્યાં સુધી સંતાનનાં પોર્ટફોલિયોમાંથી થતી તમામ આવક અને લાભ માતા-પિતાની આવક હેઠળ ઉમેરવામાં આવે છે અને માતા-પિતા લાગુ થવા પાત્ર કર ચુકવે છે. જે વર્ષમાં સંતાન પુખ્ત બને ત્યારે તેમને/તેણીને એક અલગ એન્ટીટી તરીકે ગણવામાં આવશે અને તેઓ/તેણી તે વર્ષ માટે પુખ્ત હોય તેટલા મહિના માટે કર ચુકવશે.

432