કયા પ્રકારનું ઈક્વિટી ફંડ સૌથી ઓછું જોખમ ધરાવે છે અને કોનું સૌથી વધારે છે?

કયા પ્રકારનું ઈક્વિટી ફંડ સૌથી ઓછું જોખમ ધરાવે છે અને કોનું સૌથી વધારે છે?

મ્યુચ્યુઅલ ફંડ્સ વિવિધ પ્રકારનાં જોખમી પરિબળો ધરાવે છે જેનો આધાર વર્ગીકરણ અને આ રીતે તેના આધારિત પોર્ટફોલિયો પર રહેલો છે. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ ઘણા જોખમો ધરાવે છે, પરંતુ સૌથી મહત્ત્વનું જોખમ બજાર જોખમ છે. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ એક કેટેગરી તરીકે ‘ઊંચું જોખમ ધરાવતી’ રોકાણ પ્રોડક્ટ ગણાય છે. જ્યારે બધા જ ઈક્વિટી ફંડ બજાર જોખમોને આધિન હોય છે, પરંતુ ઈક્વિટી ફંડના પ્રકાર પર આધારિત રહે તે રીતે અલગ અલગ ફંડમાં જોખમનું પ્રમાણ બદલાતું રહે છે.

લાર્જકેપ કંપનીના શેરો જેમ કે સદ્ધર નાણાકીય સ્થિતિ ધરાવતી સુ-સ્થાપિત કંપનીઓના સ્ટોકમાં રોકાણ કરતા લાર્જકેપ ફંડ્સને ઓછા જોખમી ગણવામાં આવે છે કારણ કે આ સ્ટોકને મિડકેપ અને નાની કંપનીઓના સ્ટોક કરતા વધુ સુરક્ષિત ગણવામાં આવે છે. ઓછા જોખમી ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ સામાન્ય રીતે સુ-વૈવિધ્યસભર પોર્ટફોલિયો ધરાવે છે જે લાર્જ-કેપ કેટેગરીમાં તમામ સેક્ટરમાં ફેલાયેલો હોય છે. બ્રોડ-બેઝ્ડ માર્કેટ સૂચકાંકોના આધારિત ઈન્ડેક્સ ફંડ્સ અને ETFs કે જે પરોક્ષ વ્યૂહને અનુસરે છે તેને પણ ઓછા જોખમી ગણવામાં આવે છે કારણ કે તેઓ સુ-વૈવિધ્યસભર બજાર સૂચકાંકોની જ નકલ કરે છે.

ફોકસ્ડ ફંડ્સ, સેક્ટરલ ફંડ્સ અને થિમેટિક ફંડ્સ જોખમ અવકાશના બીજા અંત પર હોય છે, કારણ કે તે સઘન પોર્ટફોલિયો ધરાવે છે. ઊંચું જોખમ ધરાવતા ઈક્વિટી ફંડ્સને સામાન્ય રીતે એક અથવા બે સેક્ટર પૂરતા તેમના મર્યાદિત હોલ્ડિંગ્સને કારણે સઘન જોખમોનો સામનો કરવો પડે છે. ફોકસ્ડ ફંડ્સ સુ-પ્રચલિત લાર્જકેપ સ્ટોક્સમાં રોકાણ કરે છે તેમ છતાં, તે માત્ર 25-30 સ્ટોકમાં જ રોકાણ કરતા હોય છે, જેના કારણે સઘન જોખમ વધી જાય છે. ફંડ મેનેજરના બધા નિર્ણયો સાચા પડે તો તે વૈવિધ્યસભર લાર્જકેપ ફંડ કરતા ઊંચુ વળતર આપી શકે છે, પરંતુ તેનાથી ઊલટું થવાની સંભાવના પણ રહેલી છે.

સેક્ટરલ ફંડ્સ ઓટો, FMCG અથવા IT જેવા એક જ સેક્ટરના શેરમાં રોકાણ કરે છે અને આ કારણે તેમાં નોંધપાત્ર જોખમ જોડાયેલું હોય છે કારણ કે જે તે ઉદ્યોગને અસર કરતી કોઈ પણ અનિચ્છનીય ઘટના બને તો પોર્ટફોલિયોમાંના સ્ટોક પર તેની વિપરીત અસર પડે છે. થિમેટિક ફંડ્સ અમુક સંબંધિત ઉદ્યોગોના શેરોમાં રોકાણ કરે છે જેની હાલમાં માંગ છે પરંતુ લાંબા ગાળે માંગ ઘટી શકે છે.

રોકાણકારો સામાન્ય રીતે સામાન્યકરણ કરતા હોય છે કે ઈક્વિટી ફંડ્સ બીજા ફંડ્સ કરતા ઊંચુ વળતર આપે છે, પરંતુ તેમણે એ હકીકતને પણ ધ્યાને લેવી જોઈએ કે બધા ઈક્વિટી ફંડ્સ એક સમાન નથી હોતા. વળતરની ક્ષમતા તેના ઈક્વિટી ફંડની જોખમ પ્રોફાઈલની સાથે જ ચાલે છે. માટે વિવિધ સેક્ટરમાં ફંડનાં વૈવિધ્યકરણની ધરી અને કોઈ પણ સઘન જોખમ માટે ટોચના હોલ્ડિંગ્સનો સતત વિચાર કરીને જ તમારે શેમાં રોકાણ કરવું તેનો નિર્ણય લેવો જોઈએ. સૌથી નીચા જોખમ અથવા સૌથી ઊંચા વળતર સાથેના ફંડ્સને બદલે, તમારે એવા ફંડ્સની શોધમાં રહેવું જોઈએ કે જેનું જોખમનું સ્તર તમને સ્વીકાર્ય હોય.

425