મ્યુચ્યુઅલ ફંડ ઓપન-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ્સ અને ક્લોઝ-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ્સ એમ બે શ્રેણીમાં વહેંચી શકાય છે. પરંતુ તે બન્ને વચ્ચે શું તફાવત રહેલો છો? ચાલો આપણે તે જાણીએ.
1) તે શું છે?
ઓપન-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ્સ શું છે?
ઓપન-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ રોકાણોની તે શ્રેણી છે જે રોકાણકારોને કોઇપણ સમયે યુનિટ્સ ખરીદવા અને વેચવાની સુવિધા આપે છે. એક વખત નવા ફંડની ઓફર સમાપ્ત થઇ જાય છે ત્યારબાદ ફંડ થોડા દિવસોની અંદર રોકાણો સ્વીકારવાનું શરૂ કરે છે. આમ રોકાણકારો કોઇપણ સમયે સ્કિમના માહિતી દસ્તાવેજો અનુસાર સ્કિમના યુનિટ્સમાં રોકાણ કરી શકે છે.
ક્લોઝ-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ શું?
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) ક્લોઝ-એન્ડેડ ફંડોને તેવા મ્યુચ્યુઅલ ફંડ તરીકે વ્યાખ્યાયિત કરે છે જેની પરિપક્વતાની તારીખ અથવા નિશ્ચિત અવધિ નક્કી હોય છે. આ મ્યુચ્યુઅલ ફંડ્સ જ્યારે સ્કિમ શરૂ કરવામાં આવે ત્યારે નિર્ધારિત સમયગાળા માટે સબસ્ક્રિપ્શન માટે ઉપલબ્ધ છે અને રોકાણ સમયગાળાના અંતે તેને રિડીમ કરી શકાય છે.
2) તે કેવી રીતે કામ કરે છે?
ઓપન-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ્સ
તમામ મ્યુચ્યુઅલ ફંડને પ્રથમ વખત ન્યૂ ફંડ ઓફર (NFO) મારફતે બજારમાં રજૂ કરવામાં આવે છે. સામાન્ય રીતે, NFO 15 દિવસના મહત્તમ સમયગાળા માટે ખુલ્લો હોય છે. એક વખત NFO કરવામાં આવે ત્યારબાદ તમે ઓપન-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવાનું શરૂ કરી શકો છો.
જ્યારે તમે ઓપન-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો ત્યારે તમે નેટ એસેટ વેલ્યુ પર જ યુનિટ્સનું ખરીદ અથવા વેચાણ કરી શકો છો. NAV ફંડે રોકાણ કરેલી હોય તેવી તમામ સિક્યુરિટીઝનું બજાર મૂલ્ય છે. NAVમાં સિક્યુરિટીઝના બજાર મૂલ્યના આધારે દરરોજ ચઢાવ-ઉતાર જોવા મળે છે. આ મ્યુચ્યુઅલ ફંડ્સ શરૂ કરી શકાય તેવા યુનિટ્સની સંખ્યા ઉપર કોઇ ટોચ મર્યાદા નથી અથવા કોઇ પરિપક્વતા સમયગાળો પણ નથી.
ઓપન-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડનું સંચાલન પ્રોફેશનલ ફંડ મેનેજર દ્વારા કરવામાં આવે છે જેઓ ફંડના ઉદ્દેશો અને ઓફર દસ્તાવેજોના આધાર ઉપર રોકાણ નિર્ણયો લે છે. તમે સ્કિમના માહિતી દસ્તાવેજો અનુસાર સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIP), ઉચ્ચક રકમ અથવા સિસ્ટેમેટિક ટ્રાન્સફર પ્લાન્સ (STP) મારફતે આ ફંડ્સમાં રોકાણ કરી શકો છો.
ક્લોઝ-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ્સ
ન્યૂ ફંડ ઓફર (NFO) એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (AMC) દ્વારા શરૂ કરવામાં આવેલી નવી સ્કિમ માટે પ્રથમ વખત રજૂ કરાયેલી સબસ્ક્રિપ્શન ઓફર છે. આ બાબત ક્લોઝ-એન્ડેડ ફંડ માટે પણ સમાન જ છે. એક વખત NFO લોન્ચ કરવામાં આવે ત્યારબાદ રોકાણકારો ચોક્કસ કિંમતોએ મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સ ખરીદી શકે છે. એક વખત NFO સમાપ્ત થાય ત્યારબાદ નવા રોકાણકારો ફંડમાં રોકાણ કરી શકતાં નથી. જોકે, AMC ત્યારબાદ રોકાણકારોને રોકાણ કરવા માટે મ્યુચ્યુઅલ ફંડને શેરબજારમાં સૂચિબદ્ધ કરી શકે છે.
એક રોકાણકાર તરીકે, તમે પરિપક્વતા સુધી રોકાણ જાળવવાનું પસંદ કરી શકો છો, જ્યારે ફંડનું રોકડમાં રૂપાંતર કરવામાં આવે છે ત્યારે તમને NAV ચૂકવવામાં આવે છે. વૈકલ્પિક રીતે, જો તમારે ભંડોળની તાત્કાલિક જરૂરિયાત છે તો તમે સ્કિમના માહિતી દસ્તાવેજ અનુસાર દ્રિતીય બજારમાં તમારા યુનિટ્સનું વેચાણ કરી શકો છો. ક્લોઝ-એન્ડેડ ફંડ્સ ભંડોળમાં ઘટાડો થવાના ડર વગર ફંડ મેનેજરને ભંડોળની ફાળવણી કરવાની સુવિધા પૂરી પાડે છે.
3) તેમના ફાયદાઓ શું છે?
ઓપન-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડના ફાયદાઓ
જો તમે ઓપન-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવાનું વિચારી રહ્યાં હોવ તો તેના કેટલાક ફાયદાઓ નીચે મુજબ છે જે તમારે જાણવા જોઇએઃ
1. લિક્વિડિટી
ઓપન-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ લિક્વિડ છે કારણ કે તમે કામકાજના કોઇપણ દિવસે યુનિટ્સનુ ખરીદ-વેચાણ કરી શકો છો. તમે તમારા રોકાણોને ક્યારે લિક્વિડેટ કરી શકો તેની ઉપર કોઇ નિયંત્રણો નથી.
2. પારદર્શિતા
ઓપન-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ્સ તેમના રેકોર્ડના આધારે ખૂબ જ પારદર્શી છે. તમે તેમણે કંઇ સિક્યુરિટીઝમાં રોકાણ કર્યુ છે, તેમના પ્રદર્શનનો ઇતિહાસ, અને ફંડ મેનેજરનું પ્રદર્શન સહિત બીજી અનેક બાબતો જોઇ શકો છો. આ બાબત તમારા માટે રોકાણ અંગે નિર્ણય લેવો સરળ બનાવે છે. જોકે, ભૂતકાળનું પ્રદર્શન ભવિષ્યના પ્રદર્શનની ગેરન્ટી પૂરી પાડતું નથી, તેથી નિયમિત પણે તમારા રોકાણોની સમીક્ષા કરવી અને તેની ઉપર ધ્યાન રાખવું મહત્ત્વપૂર્ણ છે..
3. સિસ્ટેમેટિક વિકલ્પો
તમે ઉચ્ચક રકમ, SIP અથવા STP મારફતે ઓપન-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકો છો. આ વિકલ્પો તમારા નાણાકીય લક્ષ્યાંકો અનુસાર મ્યુચ્યુઅલ ફંડ સ્કિમમાં રોકાણ કરવું તમારા માટે સુવિધાયુક્ત બનાવે છે.
4. પ્રોફેશનલ મેનેજમેન્ટ
ઓપન-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ્સ પ્રોફેશનલ ફંડ મેનેજર દ્વારા સંચાલિત કરવામાં આવે છે, જે તેને તેવા લોકો માટે આદર્શ પસંદગી બનાવે છે જેઓ તેમનો પોતાનો પોર્ટફોલિયો સક્રીય રીતે મેનેજ કરી શકતાં નથી. ફંડ મેનેજર બજારના સંજોગો, સંશોધન અને સ્કિમ ઓફર દસ્તાવેજો ઉપર આધાર રાખીને રોકાણ નિર્ણયો કરે છે, જે તમને દર વખતે બજાર ઉપર દેખરેખ રાખવાની મુશ્કેલીમાંથી બચાવે છે.
ક્લોઝ-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ્સના લાભો
એક તરફ ઓપન-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ સરળ લિક્વિડિટી, પારદર્શિતા અને રોકાણોમાં અનુકૂળતા જેવા ફાયદાઓ પૂરા પાડે છે ત્યારે ક્લોઝ-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ્સ પણ કેટલાક ફાયદા ધરાવે છે.
1. સ્થિરતા
ક્લોઝ-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ્સ વધુ સ્થિર માનવામાં આવે છે કારણ કે એક વખત NFO સમાપ્ત થઇ જાય ત્યારે બાદ તેનું વેચાણ કરી શકાતું નથી. આ વિશેષતા ફંડ મેનેજરોને સ્થિર એસેટનો આધાર પૂરો પાડીને યોગ્ય રોકાણ વ્યૂહરચનાઓ તૈયાર કરવા માટે સક્ષમ બનાવે છે. લિક્વિડિટી જાળવી રાખવી પણ સરળ છે કારણ કે પરિપક્વતા સુધી કોઇ/લઘુતમ રિડમ્પ્શન રહેતું નથી.
2. વ્યાપક પ્રવાહ સામે રક્ષણ
વધુ એક ફાયદો જે ક્લોઝ-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ્સ ઉઠાવી શકે છે તે છે ફંડ્સના મૂલ્યમાં કોઇ નોંધપાત્ર વિચલનો જોવા મળતાં નથી કારણ કે લૉક-ઇન સમયગાળા દરમિયાન કોઇ ઇનફ્લો અથવા આઉટફ્લો જોવા મળતો નથી. જો તેને સકારાત્મક રીતે જોઇએ તો ફંડ મેનેજરો રિડમ્પ્શનના લઘુતમ દબાણના કારણે તેમણે તૈયાર કરેલી રોકાણ વ્યૂહરચના જાળવી શકે છે.
3. વ્યાવસાયિક રીતે સંચાલિત
ક્લોઝ-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ્સ પણ પ્રોફેશનલ ફંડ મેનેજરો દ્વારા સંચાલિત કરવામાં આવે છે. આપેલા લૉક-ઇન સમયગાળામાં, ફંડ મેનેજરો એક એવી રોકાણ વ્યૂહરચનાઓ તૈયાર કરી શકે છે જે લિક્વિડિટી જાળવવાની મુશ્કેલીનો સામનો કર્યા વગર ફંડના પરફોર્મન્સમાં વધારો કરી શકે છે. બન્ને વિષયો વચ્ચે તફાવત અને વિગતવાર સમજણ.
ઓપન-એન્ડેડ અને ક્લોઝ-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ્સની વચ્ચે કેવી રીતે પસંદગી કરવી?
જ્યારે ઓપન-એન્ડેડ અને ક્લોઝ-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ્સની વચ્ચે પસંદગી કરવાની હોય છે ત્યારે તમારે અનેક પરિબળો ધ્યાનમાં લેવા પડે છેઃ
1. લિક્વિડિટી
ઓપન-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ્સ વધારે લિક્વિડ છે કારણ કે તમે તમે ઇચ્છો ત્યારે તેના યુનિટ્સની ખરીદી અને વેચાણ કરી શકો છો. ક્લોઝ-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ્સનું એક્સચેન્જ ઉપર વેચાણ થઇ શકે છે, પરંતુ ઓપન-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ્સ ધરાવે છે તેટલી લિક્વિડિટી ધરાવી શકતાં નથી.
2. ફી
ઓપન-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ્સ વધુ ઊંચી કિંમતો અને વધુ ફી ધરાવી શકે છે. ક્લોઝ-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ્સ સામાન્ય રીતે ઓછી ફી ધરાવે છે. જો તમારા માટે આ પરિબળ મહત્ત્વનું હોય તો રોકાણ કરતાં પહેલા ફીની સરખામણી કરવાની ખાતરી કરો.
3. રોકાણ સમયગાળો
ઓપન-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ્સ માટે રોકાણનો સમયગાળો સંપૂર્ણપણે રોકાણકર્તાની પસંદગી અને નાણાકીય લક્ષ્યાંકો ઉપર નિર્ભર હોય છે. ક્લોઝ-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ્સ તેવા રોકાણકારો માટે અનુકૂળ બની શકે છે જે ચોક્કસ લક્ષ્યાંકો ધરાવે છે અને ટૂંકા ગાળામાં તેનું વેચાણ કરી શકે છે.
4. ફ્લેક્સિબિલિટી
તમે ઉચ્ચક રકમના રોકાણ દ્વારા અથવા SIP મારફતે ઓપન-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકો છો. જોકે, ક્લોઝ-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ્સ મર્યાદિત રોકાણ સમયગાળો ધરાવતાં હોવાથી તમે તેમાં SIP મારફતે રોકાણ કરી શકતાં નથી. માત્ર ઉચ્ચક રકમના રોકાણની જ પરવાનગી છે.
આથી, જો તમારે રોકાણ માટે વધુ ફ્લેક્સિબિલિટી અને વધારે લિક્વિડિટીની જરૂર હોય તો ઓપન-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ તમારા માટે એક સારો વિકલ્પ બની શકે છે. હંમેશાની જેમ, ખાતરી કરો કે તમે તમારું સંશોધન કર્યુ છે, તમારા રોકાણ લક્ષ્યાંકોને સમજો અને કોઇપણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતાં પહેલા જોખમનુ પ્રમાણ તપાસો. સ્કિમનું રિસ્ક-ઓ-મીટર તપાસો, જે તમને બજારમાં અન્ય સ્કિમની સરખામણીમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કેટલું જોખમી છે તે જણાવે છે. બેન્ચમાર્ક રિસ્ક-ઓ-મીટર તપાસવું પણ મદદરૂપ બનશે અને તેને તમે વિચારી રહ્યાં છો તે રોકાણ સાથે સરખાવો. આ તમને વધુ માહિતીસભર નિર્ણય લેવામાં મદદ કરશે.
તમે ઓપન-એન્ડેડ અથવા ક્લોઝ-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો તે બાબત ધ્યાનમાં લીધા વગર, તેની ખાતરી કરો કે તમે સ્કિમ સંબંધિત તમામ ઓફર દસ્તાવેજો વાંચ્યાં છે. જો કોઇ સ્પષ્ટતાની જરૂર હોય તો તે કિસ્સામાં તમારા નાણાકીય સલાહકારનો પરામર્શ કરો.
અસ્વીકરણ
મ્યુચ્યુઅલ ફંડ સ્કીમની વિવિધ શ્રેણીઓ વિશે AMFI વેબસાઇટ પર પ્રસારિત કરવામાં આવેલી માહિતી મ્યુચ્યુઅલ ફંડ્સને નાણાકીય ઉત્પાદન શ્રેણી તરીકે પસંદ કરવા વિશે જાગૃતિ લાવવા માટે માહિતી આપવાના હેતુથી છે અને વેચાણ પ્રમોશન અથવા વ્યવસાય માટેની વિનંતી નથી.
અહીંની સામગ્રી AMFI દ્વારા જાહેરમાં ઉપલબ્ધ માહિતી, આંતરિક સ્રોતો અને વિશ્વસનીય માનવામાં આવતા અન્ય તૃતીય-પક્ષ સ્રોતોના આધારે તૈયાર કરવામાં આવી છે. જો કે, AMFI આવી માહિતીની ચોકસાઇની બાંયધરી આપી શકતું નથી, તેની સંપૂર્ણતાની ખાતરી આપી શકતું નથી અથવા આ પ્રકારની માહિતી બદલાશે નહીં તેની ખાતરી આપી શકતું નથી.
અહીંની સામગ્રી વ્યક્તિગત રોકાણકારના ઉદ્દેશ્યો, જોખમની ક્ષમતા અથવા નાણાકીય જરૂરિયાતો અથવા સંજોગો અથવા અહીં વર્ણવેલ મ્યુચ્યુઅલ ફંડ ઉત્પાદનોની યોગ્યતાને ધ્યાનમાં લેતી નથી. આથી, રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ રોકાણ સંબંધિત સલાહ મેળવવા માટે સંબંધમાં તેમના પ્રોફેશનલ રોકાણ સલાહકાર/કન્સલ્ટન્ટ/ટેક્સ સલાહકારનો સંપર્ક કરે.
મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ એ ડિપોઝિટ પ્રોડક્ટ નથી અને તે મ્યુચ્યુઅલ ફંડ અથવા તેના AMC દ્વારા જવાબદારી અથવા બાંયધરી અથવા વીમો નથી. અંતર્ગત રોકાણોની પ્રકૃતિને લીધે, મ્યુચ્યુઅલ ફંડ ઉત્પાદનના વળતર અથવા સંભવિત વળતરની ખાતરી આપી શકાતી નથી. ભૂતકાળમાં કરેલું પરફોર્મન્સ, જ્યારે રજૂ કરવામાં આવે, તે સંપૂર્ણપણે સંદર્ભના હેતુઓ માટે છે અને તે ભવિષ્યના પરિણામોની ગેરંટી નથી.
મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.