રોકાણના બે સુપ્રસિદ્ધ વિકલ્પો છે PPF (પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ) અને મ્યુચ્યુઅલ ફંડ. આ બંને રોકાણ પસંદગીઓના તેમના પોતાના તફાવતો છે.
પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (PPF) એ લાંબાગાળાનો રોકાણ વિકલ્પ છે, અને તે ભારત સરકાર દ્વારા સમર્થિત છે.PPF રોકાણકારોને ગેરન્ટીડ રિટર્નની ખાતરી આપે છે. આ રિટર્ન ભારત સરકાર દ્વારા દર ત્રિમાસિકે નિર્ધારિત કરાતો વ્યાજદર છે. તેનો નિશ્ચિત રોકાણગાળો હોય છે, જેમાં દર વર્ષે ઓછામાં ઓછી રૂ. 500 અને વધુમાં વધુ પ્રતિ નાણાકીય વર્ષ રૂ. 1.5 લાખનું રોકાણ કરવાનું રહે છે. PPFની મુદ્દલ રકમ, વ્યાજ અને પાકતી મુદતની રકમ સંપૂર્ણપણે કરમુક્ત છે. PPFમાં 15 વર્ષનો લોક-ઈન પિરિયડ હોય છે, અને અમુક સંજોગોમાં પ્રિમેચ્યોર ઉપાડ માત્ર રોકાણ કર્યાના 7મા વર્ષ પછી જ સંભવ રહે છે. PPF એ ઓછા જોખમવાળો રોકાણ વિકલ્પ છે.
મ્યુચ્યુઅલ ફંડ - બીજી તરફ, તેનું સંચાલન વ્યાવસાયિકો દ્વારા સંચાલિત રોકાણ ફંડ કરે છે કે જે વિવિધ રોકાણકારોના નાણાંને એકત્રિત કરે છે. મ્યુચ્યુઅલ ફંડ વિવિધ વર્ગોમાં રોકાણ કરે છે, જેમ કે - સ્ટોક્સ, બોન્ડ્સ અને અન્ય સિક્યોરિટીઝ. મ્યુચ્યુઅલ ફંડ્સની સંરચના અને સંચાલન એએમસી (એસેટ મેનેજમેન્ટ કંપનીઓ) દ્વારા કરાય છે અને રોકાણના વળતરનો આધાર જે કંપનીઓમાં રોકાણ કરાય છે તેના પ્રદર્શન પર રહેલો હોય છે.
PPF વિરુદ્ધ મ્યુચ્યુઅલ ફંડ – મુખ્ય તફાવતો છે:
- PPF દ્વારા ગેરન્ટીડ પ્લાન ઓફર કરાય છે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડના વળતરનો આધાર બજારની હિલચાલ પર રહેલો છે.
- PPFનો લોક-ઇન સમયગાળો હોય છે, જ્યારે કેટલાક મ્યુચ્યુઅલ ફંડ એક્ઝિટ લોડ સાથે આવે છે જો રોકાણકાર ચોક્કસ સમયગાળા પહેલા રોકાણને રિડીમ કરે છે. અને અમુક પ્રકારના મ્યુચ્યુઅલ ફંડો લોક-ઈન પિરિયડ સાથે આવે છે.
- PPFમાં કલમ 80C હેઠળ કરમુક્તિ મળે છે, અને PPF પરનું વ્યાજ કરમુક્ત હોય છે. માત્ર ELSS મ્યુચ્યુઅલ ફંડોમાં કલમ 80C હેઠળ કરમુક્તિ મળે છે. જો કે, મ્યુચ્યુઅલ ફંડોના વળતર પર કેપિટલ ગેઈન ટેક્સ લાગુ પડે છે.
- PPFમાં વળતર ગેરન્ટીડ હોય છે, અને તેને સરકારનું સમર્થન રહેલું હોય છે. મ્યુચ્યુઅલ ફંડના રિટર્નની કોઈ ગેરન્ટી નથી હોતી અને તે બજાર જોખમોને આધિન રહે છે.
જો કે, કયું રોકાણ વધુ અનુકૂળ છે તેનું નિર્ધારણ રોકાણકારના નાણાકીય ધ્યેયો અને ઉદ્દેશો પર આધારિત હોય છે.
અસ્વીકરણ
મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.