આપણે સૌએ આ સાંભળ્યું છેઃ “મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજાર જોખમોને આધિન હોય છે.” ક્યારેય વિચાર્યું છે કે આ જોખમો શું હોય છે ?
ડાબી બાજુ પર આપેલી છબિ વિભિન્ન જોખમો અંગેની ચર્ચા કરે છે.
તમામ જોખમો તમામ ફંડ સ્કિમ્સને અસર કરતા નથી. સ્કિમ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટ (એસઆઇડી) તમારી પસંદ કરેલી સ્કિમને લાગુ થતા જોખમોને સમજવામાં મદદ કરે છે.
તેથી ફંડ સંચાલન ટીમ આ જોખમોને કેવી રીતે સંચાલિત કરે છે ?
આ બધુ મ્યુચ્યુઅલ ફંડમાં કયા પ્રકારનું રોકાણ કરવામાં આવ્યું છે તેના પર આધાર રાખે છે. કેટલીક જામીનગીરી કેટલાક જોખમ સામે ઘણી સંવેદનશીલ હોય છે અને અન્ય કેટલીક અન્ય કેટલાક જોખમો સામે સંવેદનશીલ હોય છે.
વ્યાવસાયિક સહાય, વૈવિધ્યકરણ અને સેબીનું નિયમન મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં સામેલ જોખમને ઘટાડવામાં મદદ કરે છે.
આખરે ઘણા રોકાણકારોએ પૂછેલો સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કેઃ શું મ્યુચ્યુઅલ ફંડ કંપની મારા નાણાં લઈને ફરાર થઈ જશે ? નહિ, મ્યુચ્યુઅલ ફંડ્ના કડક નિયમનો અને માળખાને લીધે આ શક્ય નથી.