શું બેંકો મ્યુચ્યુઅલ ફંડ્ઝ ઓફર કરે છે?

શું બેંકો મ્યુચ્યુઅલ ફંડ્ઝ ઓફર કરે છે?

બેંકો બચત અને લોનનો કારોબાર કરે છે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડ્ઝ રોકાણ માટે હોય છે. જ્યારે તમે તમારા નાણાં બચત ખાતા કે ફિક્સ્ડ ડિપોઝિટમાં મૂકો ત્યારે તમે બચત કરો છે, જ્યારે તમે તમારા નાણાં મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં મૂકો છો ત્યારે તમે રોકાણ કરો છે. બેંકિંગ અને મ્યુચ્યુઅલ ફંડ્ઝ બે સંપૂર્ણપણે જુદા જુદા કારોબાર છે, જેમાં વિશિષ્ટ કાર્યક્ષેત્ર અને સંગઠનાત્મક નિપુણતાની જરૂર હોય છે. બેંકો આરબીઆઇ દ્વારા નિયંત્રિત હોય છે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડ્ઝ સેબી દ્વારા નિયંત્રિત હોય છે. જો કોઇ કંપની બેંકિંગ અને મ્યુચ્યુઅલ ફંડ્ઝના કારોબારમાં રહેવા માગતી હોય તો તેણે સંબંધિત નિયમનકાર પાસેથી અલગ લાઇસન્સ માગવાનું હોય છે અને બંને કારોબારને અલગ અલગ કંપનીઓ તરીકે સંચાલિત કરવાના હોય છે. 

તમને એવી બેંકો પણ જોવા મળી હશે જેઓ મ્યુચ્યુઅલ ફંડ કારોબાર ધરાવતી હોય. પરંતુ આ બંને જુદી જુદી કંપનીઓ હોય છે અને તેઓ કામગીરીનું કોઇ જોડાણ ધરાવતી નથી તથા બેંક સારો ટ્રેક રેકોર્ડ ધરાવે છે એટલે તે વળતરની બાંયધરી આપશે એવું પણ હોતું નથી. 

મોટા ભાગની બેંકો આજે મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહિતની ઘણી નાણાકીય પ્રોડક્ટ્સની વિતરક તરીકે પણ કાર્ય કરે છે. બેંકો એવા મ્યુચ્યુઅલ ફંડ્ઝ માટે વેચાણ શૃંખલા તરીકે કાર્ય કરે છે જેમણે વિતરણ માટે તેમની સાથે જોડાણ કર્યું હોય. તેથી જો તમને પ્રશ્ન થતો હોય કે મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કેવી રીતે કરવુંઅને તેના માટે તમે બેંકનો સંપર્ક કરવા માગતા હોય તો તમારે યાદ રાખવું જોઇએ કે બેંકો બજારમાં ઉપલબ્ધ તમામ ફંડ્ઝનું વેચાણ કરતી ન પણ હોઇ શકે.

424