સિસ્ટેમેટિક ટ્રાન્સફર પ્લાન (એસટીપી) અથવા સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (એસઆઇપી)નો અર્થ સમાન છે, જે સ્થાયી પુનરાવૃત્તિ પર નિયમિત રોકાણ કરવામાં સહાય કરે છે. જોકે, તેઓ તેમની કામગીરીમાં અલગ છે. આપણે બંનેને પ્રત્યક્ષ રીતે તથા એસઆઇપી અને એસટીપી વચ્ચેના તફાવતને સમજી શકીએ છીએ.
1. એસઆઇપીઃ એસઆઇપી મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણનું એક સ્વરૂપ છે તે રોકાણકારને નિયમિત અંતરાયે, એટલે કે દૈનિક, સાપ્તાહિક, માસિક, ત્રિમાસિક વગેરે ધોરણે કોઇ પણ મ્યુચ્યુઅલ ફંડ યોજનામાં સ્થાયી રકમનું રોકાણ કરવા દે છે. આ મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણનું સુવ્યવસ્થિત અને શિસ્તબદ્ધ સ્વરૂપ છે.
2. એસટીપીઃ એસટીપી એ છે, જેમાં રોકાણકાર નાણાંને સમાન ફંડ ગૃહની એક મ્યુચ્યુઅલ ફંડ યોજનામાંથી અન્ય મ્યુચ્યુઅલ ફંડ યોજનામાં ટ્રાન્સફર કરી શકે છે. એસટીપી સાથે, તમે પૂર્વ-નિર્ધારિત સમય આવૃત્તિમાં એક મ્યુચ્યુઅલ ફંડ યોજનામાંથી અન્યમાં ટ્રાન્સફર કરવા માટે સ્થાયી રકમ પૂર્વ-નિર્ધારિત કરો છો. જ્યારે રોકાણકારો લમ્પસમ રકમ ધરાવતા હોય, પરંતુ અસ્થિરતાને ઘટાડવા માટે થોડું-થોડું રોકાણ કરવા માગતા હોય ત્યારે આ વ્યુહરચના તેમનામાં લોકપ્રિય રીતે ઉપયોગમાં લેવામાં આવતી હોય છે.
આ બંને વિશેષતાઓ પ્રકૃત્તિમાં વિશિષ્ટ છે, તેથી આપણે એસઆઇપી વિરુદ્ધ એસટીપીને અને કેટલાક સરળ ઉદાહરણોની સાથે અને તેઓ કેવી રીતે કાર્ય કરે છે તે સમજી શકીએ છીએ.
એસઆઇપી દા.ત:
રોકાણકાર જેઓ એસઆઇપીનાં સ્વરૂપે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માગતા હોય તેમણે સૌથી પહેલા યોગ્ય મ્યુચ્યુઅલ ફંડ, પછી રોકાણની આવૃત્તિ (દા.ત. દર મહિને), તેઓ/તેણી રોકાણ કરવા માગતા હોય તે રકમ (દા.ત. રૂ. 10,000)ને પસંદ કરવા રહેશે, યોજના સ્થાપિત કરવાની રહેશે અને તેમના ખાતામાંથી પસંદ કરેલા ફંડમાં સ્વચલિત ડેબિટ કરવાનું રહેશે. આ એસઆઇપી મારફતે પસંદ કરેલી મ્યુચ્યુઅલ ફંડ યોજનામાં રૂ. 10,000નું રોકાણ કરવા સક્ષમ બનાવે છે.
એસટીપી દા.ત:
રોકાણકાર રૂ. 20 લાખની લમ્પસમ કોર્પસ ધરાવે છે – પરંતુ રોકાણકાર ઇક્વિટી ફંડ્ઝમાં લમ્પસમનું રોકાણ કરવા માગતા નથી, કારણ કે બજાર અસ્થિર છે. તેથી, તેઓ/તેણી ટૂંકા ગાળાનાં ડેટ ફંડ્ઝ કે જે તુલનાત્મક રીતે ઓછા અસ્થિર છે તેમાં સમગ્ર વીસ લાખનું રોકાણ કરે છે. પછી, તેઓ/તેણી ફંડ માટે એસટીપી સ્થાપિત કરી શકે છે, જેમાં તેમના ડેટ ફંડ્ઝમાંથી નાણાં નિયમિત અંતરાયે પસંદ કરેલા ઇક્વિટી ફંડ્ઝમાં ટ્રાન્સફર કરી શકાય છે.
એસટીપી માત્ર સમાન ફંડ ગૃહોની મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં સ્થાપી શકાય છે. રોકાણકાર એક ફંડ ગૃહની અંદર બે કે તેથી વધુ યોજનાઓમાં એસટીપી સ્થાપવાનું પસંદ કરી શકે છે. રોકાણકારે લમ્પસમનું રોકાણ કરવામાં આવ્યું હોય એવા ડેટ ફંડમાં કોઇ એક્ઝિટ લોડ છે કે કેમ તેની તપાસ કરવી જોઇએ.
અસ્વીકરણ
મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.