વિશ્વભરમાં વિભિન્ન પારંપરિક ફોર્મેટ્સમાં એકત્રિત અને સામૂહિક રોકાણ ઘણા સમયથી અસ્તિત્વ ધરાવે છે. મેસેચ્યુસેટ્સ ઇન્વેસ્ટર્સ ટ્રસ્ટનાં નવ સર્જનની સાથે મ્યુચ્યુઅલ ફંડ્ઝ 1924માં અસ્તિત્વમાં આવ્યા હતા.
મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની વૃદ્ધિમાં ત્રણ વ્યાપક ટ્રેન્ડ્સ સામેલ હતાઃ
- સંચાલન હેઠળની અસ્કયામતોમાં પ્રભાવક વૃદ્ધિ કારણ કે વધુ રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડ્ઝને આત્મસાત કયરા.
- આકરા નિયમન – કે જેનાથી સુનિશ્ચિત થયું રોકાણકારોની સુરક્ષા અને ફંડ સંચાલન ઉદ્યોગની યોગ્ય દેખરેખ.
- વધુ નવીન પ્રોડક્ટ્સની રજૂઆત –કે જે અનુકૂળ છે વિભિન્ન ગ્રાહકોની જરૂરિયાત જેવી કે લાંબા ગાળાની નિવૃત્તિની યોજનાથી લઈને ટૂંકા ગાળાનાં રોકડ સંચાલન માટે યોગ્ય છે.
ભારતમાં 1963માં યુનિટ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા (યુટીઆઇ)ની સ્થાપના કરાઈ ત્યારથી મ્યુચ્યુઅલ ફંડ્ઝ અસ્તિત્વ ધરાવે છે. યુટીઆઇની સ્થાપના ભારતની સરકાર અને ધ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સ્થાપવામાં આવી હતી. ઓગસ્ટ 1964માં રજૂ થયેલી યુનિટ સ્કિમ 64 પ્રથમ મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ હતી.
1987માં જાહેર ક્ષેત્રની અન્ય બેંકો અને સંસ્થાઓને મ્યુચ્યુઅલ ફંડ્ઝ રજૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. 1993માં ઉદારીકરણના સમયમાં ખાનગી ક્ષેત્ર અને વિદેશી સ્પોન્સર્સને મ્યુચ્યુઅલ ફંડ્ઝ રજૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
આનાથી મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગે ઝડપથી કદ, નિપુણતા અને પહોંચ પ્રાપ્ત કર્યા હોવાનું સુનિશ્ચિત થયું હતું. 31મી માર્ચ, 2022ના મુજબ ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ્ઝની અસ્કયામતોનું મૂલ્ય 37.7 લાખ કરોડને પાર થયું હતું.