ઘણા લોકો અસ્કયામતના અન્ય વર્ગોની તુલનામાં લાંબા ગાળે વધુ સારા વળતરનું સર્જન કરવાની તેમની ક્ષમતા માટે રોકાણ કરવામાં રસ ધરાવે છે, પરંતુ તેઓ જાણતા નથી કે શરૂઆત ક્યાંથી કરવી. મ્યુચ્યુઅલ ફંડ્ઝ જોખમી હોવાથી મોટા ભાગના સંભવિત ગ્રાહકો મહેનતથી કમાવેલા તેમના નાણાંનું તેમાં રોકાણ કરવા માટે શંકાસ્પદ હોય છે. તેઓ સતત એ શોધવા માટે સંશોધન કરતા હોય છે કે તેમણે એવા કયા ફંડમાં રોકાણ કરવું જોઇએ જે તેમને જોખમ વિના મ્યુચ્યુઅલ ફંડ્ઝના લાભ આપતા હોય. જેમ વિના-મૂલ્યે ભોજન મળતા નથી એ રીતે અન્ય મ્યુચ્યુઅલ ફંડ્ઝની જેમ આપણને વળતર આપતા હોય એવા આપણી પાસે શૂન્ય જોખમ ધરાવતા કોઇ ફંડ નથી.
પરંતુ ઓવરનાઇટ ફંડ્ઝ લગભગ આવા જ હોય છે. આ ફંડ્ઝ આગામી દિવસે પાકતી હોય એવી જામીનગીરીઓમાં રોકાણ કરે છે. તેથી તેઓ વધુ તરલ હોય છે અને લઘુત્તમ જોખમ ધરાવે છે. પરંતુ તમારા પોર્ટફોલિયો માટે ઘણા આવશ્યક છે એવા આ ફંડ્ઝ મારફતે લાંબા ગાળે તમને મદદ કરે એવા વળતરનું સર્જન કરવું મુશ્કેલ છે. જો તમે મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં તમારા જીવનની બચતનું રોકાણ કરતા પહેલા નાના સ્તરે તેમાં રોકાણ કરવાનો પ્રયત્ન કરવા માગતા હોય તો તેનો ઉત્તર ઓવરનાઇટ ફંડ્ઝ છે.
પરંતુ જો તમે તમારા નાણાંની મોટી રકમનું ટૂંકા ગાળા માટે રોકાણ કરવા માગતા હોય અથવા રોકાણ વિકલ્પ તરીકે મ્યુચ્યુઅલ ફંડ્ઝ સાથે અનુકૂળ થવા માગતા હોય માત્ર તો જ આ ફંડ્ઝનો ઉપયોગ કરો. આ ક્રિકેટર્સ મેચમાં જાય તે પહેલા તેમના માટેની નેટ પ્રેક્ટિસનાં સત્ર જેવા છે.