ફ્લેક્સિ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ એક જ રોકાણ દ્વારા લાર્જ-કેપ, મિડ-કેપ અને સ્મોલ-કેપ ફંડ્સની સુલભતા આપે છે. આ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ ઓપન-એન્ડેડ છે અને ફંડ મેનેજરને તમામ સેક્ટરમાં વિવિધ માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવતી કંપનીઓ પસંદ કરવાની છૂટ આપે છે.
ફ્લેક્સિ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ કયા કદની અને કયા પ્રકારની કંપનીમાં રોકાણ કરી શકે તે અંગે તેમના પર કોઇ નિયંત્રણો નથી. આ બહુમુખી અભિગમના કારણે તે તમારા માટે અને તમામ રોકાણકારો માટે રોકાણ કરવાનો આકર્ષક વિકલ્પ બની જાય છે.
ફ્લેક્સિ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવાના ફાયદા
ફ્લેક્સિ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવાના ઘણા ફાયદા છે. અહીં કેટલાક મુખ્ય ફાયદાઓ દર્શાવ્યા છે:
- વૈવિધ્યકરણ: ફ્લેક્સિ કેપ ફંડ્સની મદદથી, તમારા પૈસા અલગ અલગ જોખમો અને વળતર આપતા શેરોમાં રોકાયેલા રહેશે.
- સુગમતા: આ ફંડ્સ વિવિધ સેક્ટર અને માર્કેટ કેપિટલાઇઝેશનમાં કોઇપણ કદની કંપનીઓમાં રોકાણ કરવાની છૂટ આપે છે. વ્યાપક વ્યાખ્યા સાથે કહીએ તો, ફંડ મેનેજરોને બેન્ચમાર્ક કરતાં વધુ સારું વળતર જનરેટ કરવા માટે ખરીદવા અને વેચવા માટે વધુ સ્ટોકના વિકલ્પો હોય છે.
- ડાયનેમિક એસેટ ફાળવણી: ફ્લેક્સિ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સમાં, ફંડ મેનેજર બજારની પ્રવર્તમાન પરિસ્થિતિઓના આધારે લાર્જ-કેપ, મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં ફાળવણીને એડજસ્ટ કરી શકે છે. અનુકૂલનશીલ અભિગમના કારણે ફંડ બજારની બદલાતી ગતિશીલતાને પ્રતિસાદ આપી શકે છે અને વળતરને ઑપ્ટિમાઇઝ કરી શકે છે.
- વ્યવસાયિક સંચાલન: ફ્લેક્સિ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરીને, તમે પ્રોફેશનલ ફંડ મેનેજરોના કૌશલ્ય અને જ્ઞાનનો લાભ મેળવી શકો છો.
અસ્વીકરણઃ
મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.
284