વિવરણ: મ્યુચ્યુઅલ ફંડ અને SIP
મ્યુચ્યુઅલ ફંડ એ ફાઇનાન્સિયલ પ્રોડક્ટ છે, જ્યારે SIP એ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવાની એક રીત છે. જ્યારે તમે SIP પદ્ધતિ પસંદ કરો છો, ત્યારે પણ તમે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ કરી રહ્યાં છો.
ચાલો જાણીએ કે, મ્યુચ્યુઅલ ફંડ અને SIPમાં રોકાણ તમને તમારા નાણાકીય ભવિષ્યને સુરક્ષિત કરવામાં કેવી રીતે મદદ કરી શકે છે
મ્યુચ્યુઅલ ફંડ શું છે?
મ્યુચ્યુઅલ ફંડમાં, ઘણાં રોકાણકારો સ્ટોક, બોન્ડ અને અન્ય સિક્યોરિટીઝ જેવી અસ્કયામતોમાં રોકાણ કરવા માટે તેમના નાણાં ભેગા કરે છે. અનુભવી ફંડ મેનેજરો આ નાણાંની સંભાળ લે છે. જો કે, આ પ્રોફેશનલ મેનેજમેન્ટ અને તેમના કૌશલ્ય માટે ખર્ચ ચુકવવો પડે છે. આ ફી સામાન્ય રીતે ફંડ દ્વારા મેનેજ કરવામાં આવતી કુલ અસ્કયામતોની અમુક ટકાવારી હોય છે અને ફંડના વળતર (રિટર્ન)માંથી બાદ કરવામાં આવે છે. રોકાણકાર તરીકે, તમારી પાસે ફંડની કુલ અસ્કયામતના હિસ્સા તરીકે યુનિટ હોય છે. તે અંતર્ગત આવતી સિક્યોરિટીઝના બજારના પરફોર્મન્સના આધારે આ યુનિટની નેટ એસેટ વેલ્યૂ બદલાય છે.
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની વાત આવે છે, ત્યારે તમારી પાસે બે વિકલ્પો હોય છે:
1. લમ્પસમ પદ્ધતિ: જ્યારે પણ તમારી પાસે સિલક રોકડ હોય, ત્યારે તમે ઓપન-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં તેનું રોકાણ કરી શકો છો. તેમાં તમારે રોકાણ કરવાની મહત્તમ રકમ પરનો કોઇ પ્રતિબંધ નથી હોતો. લમ્પસમ રોકાણો માટે ઓછામાં ઓછી રકમ મોટે ભાગે રૂ 500થી શરૂ થાય છે.
2. SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ): SIP દ્વારા, તમારી પાસે 100 રૂપિયાથી શરૂ કરીને નિયમિત રકમનું યોગદાન આપવાનો વિકલ્પ છે.
તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો, ત્યારે તમને તે ચોક્કસ તારીખોના રોજ મ્યુચ્યુઅલ ફંડની નેટ એસેટ વેલ્યુ (NAV)ની સમકક્ષ યુનિટ ફાળવવામાં આવશે. NAV મૂળરૂપે ચોક્કસ તારીખે મ્યુચ્યુઅલ ફંડના એક યુનિટનું બજાર મૂલ્ય દર્શાવે છે.
SIP દ્વારા શા માટે રોકાણ કરવું જોઇએ?
1. રૂપિયાના ખર્ચની સરેરાશ
તમે નિયમિત સમયાંતરે મ્યુચ્યુઅલ ફંડના એકમોની નિશ્ચિત રકમ ખરીદો છો, જ્યારે બજાર નીચે હોય ત્યારે વધુ ખરીદી કરો છો અને જ્યારે તે ઉપર હોય ત્યારે ઓછી ખરીદી કરો છો, જેથી તમારા રોકાણ ખર્ચની સરેરાશ કરો છો. આને રૂપિયાના ખર્ચની સરેરાશ કરી એમ કહેવાય.
2. નાની શરૂઆત કરો
તમે ભલે ગમે તેટલી રકમનું રોકાણ કરી શકો તેમ હોવ, તેને ધ્યાનમાં લીધા વિના, SIP કોઇપણ માટે સુલભ છે. તમે દર મહિને રૂ. 500 જેટલી ઓછી રકમથી શરૂઆત કરી શકો છો અને તેમ છતાં સમય જતા પ્રભાવશાળી વળતર મેળવી શકો છો. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટેની લઘુતમ રકમ દરેક સ્કીમમાં બદલાય છે.
3. સુગમતા અને નિયંત્રણ
SIP તમારી નાણાકીય પરિસ્થિતિને અનુરૂપ રોકાણની રકમ અને ફ્રિક્વન્સી પસંદ કરવા માટે સુગમતા આપે છે. તમે યોગદાન વધારી કે ઘટાડી શકો, થોભાવી શકો અથવા બંધ કરી શકો છો.
4.પાવર ઓફ કમ્પાઉન્ડિંગ
જો તમે લાંબા ગાળા માટે રોકાણ કરેલું રાખો, તો બજારના જોખમને આધીન, તમને પાવર ઓફ કમ્પાઉન્ડિંગ (ચક્રવૃદ્ધિની તાકાત)નો લાભ મળવાથી તમારા પૈસા અનેક ગણા થઇ જાય છે.
5. શિસ્તબદ્ધ રોકાણની આદત
SIP તમને શિસ્તબદ્ધ રોકાણ અભિગમ બનાવવામાં મદદ કરે છે. તમે વિવિધ નાણાકીય લક્ષ્યો માટે ઘણી SIPમાં રોકાણ કરી શકો છો અને તે લક્ષ્યો હાંસલ કરી શકો છો.
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની રીતો
સીધું રોકાણ: તમે મ્યુચ્યુઅલ ફંડ કંપની દ્વારા સીધું રોકાણ કરો છો. આનો અર્થ એ છે કે તમે ફંડની પસંદગીથી લઇને રોકાણ કરવા સુધીની સમગ્ર રોકાણ પ્રક્રિયાનું કામ સંભાળો છો. તેમાં કોઇ વચેટિયા સામેલ હોતા નથી તેના કારણે ઘણીવાર ઓછી ફીમાં મળી જાય છે.
ડિસ્ટ્રિબ્યુટર રોકાણ: જો તમે ડિસ્ટ્રિબ્યુટર દ્વારા રોકાણ કરવાનું પસંદ કરો, તો તમે આર્થિક સલાહકાર અથવા બ્રોકર જેવા મધ્યસ્થી સાથે કામ કરો છો. તેઓ તમને યોગ્ય ભંડોળ પસંદ કરવા અને ટેકનિકલ સામગ્રીનું સંચાલન કરવામાં માર્ગદર્શન આપે છે. જો કે, આ વિકલ્પ ડિસ્ટ્રિબ્યુટરની સેવાઓને કારણે ખર્ચમાં વધારો કરી શકે છે.
અસ્વીકરણઃ
મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.