તમે જ્યારે ફરિયાદ દાખલ કરો છો, ત્યારે સેબી એ ચકાસે છે કે, તમે આ સમસ્યા સંબંધે કંપનીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે કે નહીં. જો તમારો ઉત્તર ‘ના’ હોય તો, તમારી ફરિયાદને સૌપ્રથમ તો કંપનીને મોકલવામાં આવશે, જેનો જવાબ આવવામાં 21 કેલેન્ડર દિવસોનો સમય લાગે છે. જો તમારો ઉત્તર ‘હા’ હોય તો, તમારી ફરિયાદ સીધી સેબીને પ્રાપ્ત થશે.
SCORES પર ફરિયાદ દાખલ કરવા માટે જરૂરી સર્વસામાન્ય દસ્તાવેજો આ મુજબ છેઃ
> કરારોની નકલ
> અરજીપત્રક
> બેંકના સ્ટેટમેન્ટ્સ
> કરારની નોંધો
> ઈ-મેઇલ, ફેક્સ અને અન્ય કોઈ સંદેશાવ્યવહાર
તો ચાલો, હવે સેબીના SCORES પોર્ટલનો ઉપયોગ કરીને ફરિયાદ કેવી રીતે નોંધાવવી તેની એક સરળ માર્ગદર્શિકા પર નજર નાંખીએઃ
સ્ટેપ 1: સેબીની વેબસાઇટ પર જાઓ અથવા તો સીધા SCORES પર જાઓ. જો તમે નવા મુલાકાતી હો તો, તમારી જન્મતારીખ અને પાન પૂરાં પાડીને નોંધણી કરાવો. તમારી વિગતો આપમેળે પ્રાપ્ત કરી લેવામાં આવશે.
સ્ટેપ 2: નોંધણી થઈ ગયાં પછી તમારા યુઝર આઇડી વડે લૉગઇન કરો.
સ્ટેપ 3: લૉગઇન કર્યા પછી ‘ફરિયાદ દાખલ કરો’ના વિભાગમાં જાઓ. તમે જેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી રહ્યાં હો તે સંસ્થાને શોધો, જેમ કે, કોઈ સૂચિબદ્ધ થયેલી કંપની, સ્ટોકબ્રોકર કે મ્યુચ્યુઅલ ફંડ.
સ્ટેપ 4: યોગ્ય કેટેગરી પસંદ કરો અને સચોટ માહિતીની સાથે ફૉર્મ ભરો. ટ્રાન્ઝેક્શનના રેકોર્ડ કે સંદેશાવ્યવહારના આદાનપ્રદાન જેવા સંબંધિત દસ્તાવેજો સાથે જોડો.
સ્ટેપ 5: સચોટતા માટે તમારી ફરિયાદની સમીક્ષા કરો.
સ્ટેપ 6: તમારી ફરિયાદ સોંપો અને ટ્રેકિંગ માટે યુનિક કમ્પ્લેન રજિસ્ટ્રેશન નંબર પ્રાપ્ત કરો.
સ્ટેપ 7: આ પોર્ટલ મારફતે તમારી ફરિયાદને રીયલ-ટાઇમમાં ટ્રેક કરો. સેબી તમને આ પ્રક્રિયાના વિવિધ તબક્કે અપડેટ્સ પૂરી પાડશે.
સ્ટેપ 8: જો સેબી તમારી પાસે વધુ માહિતી માંગે તો, આ તપાસમાં સહકાર આપવા તરત જવાબ આપો.
સ્ટેપ 9: સેબી તપાસ પૂરી કરી લે તે પછી તમને કોઈ પણ કાર્યવાહી સહિત ઉકેલ અંગેનો સંદેશાવ્યવહાર પ્રાપ્ત થશે.
આ સ્ટેપ્સને અનુસરીને રોકાણકારો ફરિયાદ નોંધાવા માટે સેબી SCORES પોર્ટલનો ઉપયોગ કરી શકે છે તથા ભારતના નાણાકીય બજારોમાં પારદર્શકતા અને નિષ્પક્ષતાને જાળવી રાખવામાં મદદરૂપ થઈ શકે છે.
સેબી ઓડીઆર (ઓનલાઇન ડિસ્પ્યૂટ રીઝોલ્યુશન) એ ફરિયાદો માટેનું આવું જ એક બીજું પ્લેટફૉર્મ છે અને તે સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન સંબંધિત વિવાદોને ઉકેલવા માટે રોકાણકારોને એક ઓનલાઇન મિકેનિઝમ પૂરી પાડવા સેબી દ્વારા શરૂ કરવામાં આવેલી એક પહેલ છે.
રોકાણકારો સેબીના સત્તાવાર પોર્ટલ મારફતે આ પ્લેટફૉર્મનો ઉપયોગ કરી શકે છે. ફરિયાદ નોંધાવા કે સિક્યુરિટીઝ માર્કેટ ટ્રાન્ઝેક્શન્સ સંબંધિત વિવાદોને ઉકેલવા માટે યુઝરોએ આ પ્લેટફૉર્મ પર નોંધણી કરવી જરૂરી છે. આ પ્લેટફૉર્મની મદદથી યુઝરો પારદર્શક અને કાર્યક્ષમ રીતે તેમની ફરિયાદોને નોંધાવી શકે છે, તેને ટ્રેક કરી શકે છે અને તેનો ઉકેલ મેળવી શકે છે.
સેબી ઓડીઆર વિવાદમાં સંકળાયેલા પક્ષોની વચ્ચે સીધો સંદેશાવ્યવહાર કરવાનું શક્ય બનાવે છે અને વિવાદોને ઉકેલવા માટે ચર્ચા-વિચારણા કરવાની સુવિધા પૂરી પાડે છે. રોકાણકારો તેમની ફરિયાદોની સ્થિતિ પર નજર રાખી શકે છે અને SCORES પ્લેટફૉર્મની જેમ જ સેબી ઓડીઆર મારફતે અપડેટ્સ પણ પ્રાપ્ત કરી શકે છે.
અસ્વીકરણ
મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.