વિવરણ: મ્યુચ્યુઅલ ફંડ અને SIP
મ્યુચ્યુઅલ ફંડ એ ફાઇનાન્સિયલ પ્રોડક્ટ છે, જ્યારે SIP એ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવાની એક રીત છે. જ્યારે તમે SIP પદ્ધતિ પસંદ કરો છો, ત્યારે પણ તમે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ કરી રહ્યાં છો.
ચાલો જાણીએ કે, મ્યુચ્યુઅલ ફંડ અને SIPમાં રોકાણ તમને તમારા નાણાકીય ભવિષ્યને સુરક્ષિત કરવામાં કેવી રીતે મદદ કરી શકે છે
મ્યુચ્યુઅલ ફંડ શું છે?
મ્યુચ્યુઅલ ફંડમાં, ઘણાં રોકાણકારો સ્ટોક, બોન્ડ અને અન્ય સિક્યોરિટીઝ જેવી અસ્કયામતોમાં રોકાણ કરવા માટે તેમના નાણાં ભેગા કરે છે. અનુભવી ફંડ મેનેજરો આ નાણાંની સંભાળ લે છે. જો કે, આ પ્રોફેશનલ મેનેજમેન્ટ અને તેમના કૌશલ્ય માટે ખર્ચ ચુકવવો પડે છે. આ ફી સામાન્ય રીતે ફંડ દ્વારા મેનેજ કરવામાં આવતી કુલ અસ્કયામતોની અમુક ટકાવારી હોય છે અને ફંડના વળતર (રિટર્ન)માંથી બાદ કરવામાં આવે છે. રોકાણકાર તરીકે, તમારી પાસે ફંડની કુલ અસ્કયામતના હિસ્સા તરીકે
વધુ વાંચો