તમને આશ્ચર્ય થતું હશે કે મિડકેપ અને સ્મોલકેપ ફંડ્સ એક જ છે અને એક જેવી બાબત જ છે તો તમારે ઓક્ટોબર 2017માં જારી કરાયેલા અને જૂન 2018થી અમલી બનેલા સેબીના પ્રોડક્ટ કેટેગરાઈઝેશન પરિપત્રને ચોક્કસપણે જોવો જોઈએ. આ બંને ભિન્ન પ્રકારના ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ છે જે તેમના બજાર કદ દ્વારા વ્યાખ્યાયિત થયા પ્રમાણે ભિન્ન પ્રકારની કંપનીઓમાં રોકાણ કરે છે અને તેથી તેઓ ભિન્ન જોખમ-વળતર પ્રોફાઈલ પ્રદર્શિત કરે છે.
ભારતના વિવિધ શેરબજારોમાં જાહેર રીતે લિસ્ટ થયેલી ઘણી કંપનીઓ છે. મિડકેપનો અર્થ બજાર મૂડીકરણની દૃષ્ટિએ 101મીથી 250મી કંપની થાય છે (બજાર મૂડીકરણ = જાહેર રીતે લિસ્ટ થયેલા શેરની સંખ્યા * દરેક શેરનો ભાવ), જ્યારે બીજી બાજુએ બજાર મૂડીકરણની દૃષ્ટિએ 251મી કંપનીથી આગળની કંપનીઓને સ્મોલકેપ્સ તરીકે ઓળખવામાં આવે છે.
મિડકેપ ફંડ મિડકેપ કંપનીઓમાં રોકાણ કરે છે, જે ઊંચી વૃદ્ધિની ક્ષમતા ધરાવતી હોય છે, પરંતુ સ્મોલકેપ્સ સાથે સંકળાયેલા જોખમો દર્શાવતી નથી, કારણ કે આ કંપનીઓએ ચોક્કસ માપદંડ અને સ્થિરતા હાંસલ કરી દીધા હોય છે. તમે અમારા એક લેખમાં મિડકેપ મ્યુચ્યુઅલ ફંડ્સ વિશે વધુ વાંચી શકો છો.
mutualfundssahihai.com/gu/what-are-mid-cap-funds
સ્મોલકેપ ફંડ હાલમાં ઊંચી સંભવિત વૃદ્ધિના તબક્કામાંથી પસાર થઈ રહી હોય એવી સ્મોલકેપ કંપનીઓમાં રોકાણ કરે છે, પરંતુ તેઓ એટલી જ જોખમી હોય છે. વધુ સ્થિર લાર્જકેપ સ્ટોક્સની તુલનામાં સ્મોલકેપ સ્ટોક્સ વધુ અસ્થિર હોઈ શકે છે.
માટે મિડકેપ ફંડ્સ સ્મોલ-કેપ ફંડ વર્ગની જેમ અતિશય જોખમી રહ્યા વિના લાર્જ-કેપ્સ કરતા ઊંચુ વળતર આપવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ તેઓ હજુ પણ થોડો જોખમ ઘટક ધરાવે છે, જે લાર્જ-કેપ ફંડ્સની તુલનામાં ઊંચો હોય છે.
તેઓ જે સ્ટોક્સના પ્રકારમાં રોકાણ કરે છે તેને જોતાં બંને મિડકેપ્સ અને સ્મોલ કેપ ફંડ્સ ટૂંકાથી મધ્યમ ગાળામાં જોખમી હોય છે. આ ફંડ્સ નિવૃત્તિ, બાળકનાં શિક્ષણ જેવા તેમના લાંબાગાળાના લક્ષ્યાંકો માટેની યોજના બનાવતા માગતા હોય એવા યુવા રોકાણકારો માટે વધુ અનુકૂળ છે, કારણ કે તેઓ 5-7 વર્ષની ક્ષિતિજમાં આ ફંડની અસ્થિરતાને સહન કરી શકે છે. આ અસ્થિરતાનું કારણ એ છે કે બ્લુચીપ સ્ટોક્સથી વિપરીત આ ફંડના પોર્ટફોલિયોમાં રહેલા સ્ટોક્સ આરંભિક વૃદ્ધિના તબક્કામાં હોય છે અને બ્લુચીપ સ્ટોક્સના સ્થિર વૃદ્ધિના તબક્કામાં તેઓ હજું પહોંચ્યા નથી હોતા.
પરંતુ તેનો અર્થ એ નથી થતો કે 20 અથવા 30 વર્ષની વયજૂથ ધરાવતા દરેક યુવા રોકાણકારોએ તેમના પોર્ટફોલિયોમાં આ ફંડ રાખવું જ જોઈએ. યુવા રોકાણકાર કે જે મધ્યમથી ઊંચુ જોખમ ટાળવા માગતા હોય તેમણે આને સ્થાને વધુ સ્થિર લાર્જકેપ ફંડ્સમાં રોકાણ કરીને મલ્ટિકેપ ફંડ્સને શોધવા જોઈએ જે લાર્જકેપ્સ, મિડકેપ્સ અને સ્મોલકેપ્સમાં સમાન પ્રમાણમાં રોકાણ ધરાવતા હોય છે.