પેન્શન પ્લાન્સ નિવૃત્તિ દરમિયાન એન્યુટીનાં સ્વરૂપમાં આવકનો બાંયધરીયુક્ત સ્ત્રોત પૂરો પાડે છે. જોકે તેઓ આપતકાલિન સ્થિતિ માટે તાત્કાલિક તરલતા પૂરી પાડતા નથી અને વૈવિધ્યકરણ તથા રોકાણ શૈલીની દૃષ્ટિએ મર્યાદિત પસંદગી ઓફર કરે છે. પેન્શન પ્લાન પ્રત્યે ચુકવવામાં આવતું પ્રિમિયમ કર કપાતને પાત્ર છે. તમે ઇએલએસએસ ફંડમાં રોકાણ કર્યું હોય તે સિવાય મ્યુચ્યુઅલ ફંડ્ઝ રોકાણ કર કપાતને પાત્ર હોતા નથી, પરંતુ તે તમને તમારી જરૂરિયાત અનુસાર નિવૃત્તિની યોજના તૈયાર કરવામાં ઘણી વિવિધતા અને લવચિકતા ઓફર કરે છે.
જો તમે યુવા હોય તો તમે તમારા જોખમની પસંદગીને યોગ્ય હોય એવા ઇક્વિટી ફંડ્ઝમાં એસઆઇપી શરૂ કરી શકો છો અને તમારી નિવૃત્તિ નજીક આવે ત્યાં સુધી એસઆઇપી જારી રાખી શકો છો. તે સમય સુધી તમે સારું કોર્પસ એકત્રિત કર્યું હશે, જેને તમે તમારા જોખમને ઘટાડવા માટે નિવૃત્તિના 2-3 વર્ષ પહેલા એસટીપી (સિસ્ટેમેટિક ટ્રાન્સફર પ્લાન) મારફતે ટૂંકા ગાળાનાં ડેટ ફંડ્ઝમાં ટ્રાન્સફર કરી શકો છો. જો તમે એસઆઇપી મારફતે તમારી નિવૃત્તિનું અગાઉથી સારું આયોજન કર્યું ન હોય, પરંતુ હવે નિવૃત્તિ પહેલા જ તેનો વિચાર કરી રહ્યા હોય તો તમે તમારી ઊચક બચતનું રોકાણ કરી શકો છો અને નિવૃત્તિ પછી દર મહિને કોઇ ખાસ રકમ ઉપાડવા માટે એસડબ્લ્યુપીનો વિકલ્પ પસંદ કરી શકો છો.
પેન્શન પ્લાન્સ રૂઢીગત ફાળવણી ધરાવે છે અને સ્થિર વળતર આપે છે, પરંતુ બીજી બાજુએ તમારે મ્યુચ્યુઅલ ફંડ્ઝના કિસ્સામાં યોગ્ય ફાળવણી ધરાવતો ફંડ પસંદ કરવો પડશે. એન્યુટી આવક તમારા આવકવેરાના સ્લેબ અનુસાર કરપાત્ર હોવાથી તમારે મ્યુચ્યુઅલ ફંડ વિડ્રોઅલ પર માત્ર કેપિટલ ગેઇન્સ ટેક્સ ચુકવવાનો હોય છે, જોકે મ્યુચ્યુઅલ ફંડ્ઝ વધુ કર કાર્યક્ષમ હોય છે.