આપણે આપણા શરીરની એકંદર વૃદ્ધિ અને તંદુરસ્તી માટે સમતુલિત આહાર ખાવો જોઇએ.
આપણા શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે વિભિન્ન પોષકતત્વોની જરૂર હોય છે અને એક જ પ્રકારનો આહાર તમામ આવશ્યક પોષકતત્વો પૂરા પાડી શકે નહીં. તેથી આપણે આપણા શરીરને જાળવી રાખવા માટે યોગ્ય પ્રમાણમાં વિભિન્ન પ્રકારનો આહાર ખાવો જોઇએ. દરેક પોષકતત્વ આપણા શરીરની તંદુરસ્તીમાં અનોખી ભૂમિકા ભજવે છે (દા.ત. કાર્બોહાઇડ્રેટ્સ આપણને ત્વરીત ઊર્જા આપે છે, જ્યારે પ્રોટીન વૃદ્ધિ અને પેશીઓને સુધારવામાં મદદ કરે છે).
આ જ પ્રમાણે આપણને આપણી નાણાકીય તંદુરસ્તીને સુનિશ્ચિત કરવા માટે જીવનમાં સમતુલિત રોકાણ પોર્ટફોલિયોની જરૂર છે. પોર્ટફોલિયોની અંદર આપણને વિભિન્ન પ્રકારની અસ્કયામતોનાં મિશ્રણની જરૂર હોય છે, જે આપણા આહારમાં વિભિન્ન પોષકતત્વો જેવી ભૂમિકા ભજવે છે. વ્યક્તિએ નાણાકીય સુરક્ષા અને સમૃદ્ધિ માટે ઇક્વિટીઝ, નિશ્ચિત આવક, સોનું અને રિઅલ-એસ્ટેટ જેવી વિભિન્ન પ્રકારની અસ્કયામતોમાં રોકાણ કરવું જોઇએ. વ્યક્તિગત રોકાણકારોને બોન્ડ્સ અને નાણાં બજારનાં સાધનો સહિતના નિશ્ચિત આવકના અસ્કયામતોના કેટલાક વર્ગોમાં સીધું રોકાણ કરવું મુશ્કેલ લાગી શકે છે. તેને સ્થાને તેઓ આવી જામીનગીરીઓમાં રોકાણ કરતા ડેટ ફંડ્ઝમાં રોકાણ કરી શકે છે. તે તુલનાત્મક રીતે નીચા, પરંતુ સ્થિર વળતર આપે છે, તેથી ઇક્વિટી, સોનું અને રિઅલ-એસ્ટેટનાં સાધનોનાં તમારા પોર્ટફોલિયોને સમતુલન પૂરું પાડે છે.